સપ્ટેમ્બર ૨૪
તારીખ
૨૪ સપ્ટેમ્બરનો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૨૬૭મો (લિપ વર્ષ દરમ્યાન ૨૬૮મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૯૮ દિવસ બાકી રહે છે.
મહત્વની ઘટનાઓ ફેરફાર કરો
- ૬૨૨ – મહંમદ પયગંબરે મક્કાથી મદિનાની હિજરત પૂર્ણ કરી.
- ૧૬૬૪ – ડચ રિપબ્લિક (નેધરલેન્ડ) દ્વારા ન્યૂ એમ્સ્ટરડેમની ઇંગ્લેંડને સોંપણી કરવામાં આવી.
- ૧૬૭૪ – શિવાજીનો દ્વિતીય રાજ્યાભિષેક.
- ૧૮૭૩ – જ્યોતિબા ફુલે દ્વારા પુના ખાતે સત્યશોધક સમાજ નામની સંસ્થાની સ્થાપના કરવામાં આવી.
- ૧૯૩૨ – ગાંધીજી અને ડૉ. બાબાસાહેબ આંબેડકર ભારતીય પ્રાંતીય ધારાસભાઓમાં "દલિત વર્ગો" (અસ્પૃશ્યો) માટે બેઠકો અનામત રાખવાની પૂના સમજૂતી માટે સંમત થયા.
- ૧૯૪૮ – હોન્ડા મોટર કંપનીની સ્થાપના કરવામાં આવી.
- ૧૯૭૩ – ગિની-બિસાઉએ પોર્ટુગલથી સ્વતંત્રતાની ઘોષણા કરી.
- ૨૦૧૪ – માર્સ ઓર્બિટર મિશન: ભારત મંગળની ભ્રમણકક્ષામાં પહોંચનાર પ્રથમ એશિયન રાષ્ટ્ર બન્યું. પ્રથમ પ્રયાસમાં આ સિદ્ધિ મેળવનાર વિશ્વનું પ્રથમ રાષ્ટ્ર બન્યું.
જન્મ ફેરફાર કરો
- ૧૫૩૪ – ગુરુ રામ દાસ, ચોથા શીખ ગુરુ (અ. ૧૫૮૧)
- ૧૮૬૧ – મેડમ ભીખાઈજી કામા, સ્વતંત્રતા સંગ્રામના પ્રથમ મહિલા ક્રાંતિકારી (અ. ૧૯૩૬)
- ૧૯૦૯ – જયંત ખત્રી, ગુજરાતી સાહિત્યના જાણીતા વાર્તાકાર (અ. ૧૯૬૮)
- ૧૯૫૦ – મોહિન્દર અમરનાથ, ભારતીય ક્રિકેટર અને પ્રશિક્ષક
અવસાન ફેરફાર કરો
- ૧૯૯૨ – સર્વમિત્ર સિકરી, ભારતીય સર્વોચ્ચ ન્યાયાલયના મુખ્ય ન્યાયાધીશ (જ. ૧૯૦૮)
- ૧૯૯૮ – વાસુદેવ પાળંદે, દિગ્દર્શક તથા સંઘટક.
- ૨૦૦૨ – શ્રીપાદ રઘુનાથ જોશી, મરાઠી શબ્દકોશકાર, અનુવાદક (જ. ૧૯૨૦)
- ૨૦૦૨ – પી.આર.પીશોરથી, (P. R. Pisharoty)ભારતીય ભૌતિકશાસ્ત્રી અને હવામાનશાસ્ત્રી, ભારતમાં રિમોટ સેન્સિંગના પિતામહ (જ. ૧૯૦૯)
તહેવારો અને ઉજવણીઓ ફેરફાર કરો
બાહ્ય કડીઓ ફેરફાર કરો
- બી.બી.સી.(BBC): આજનો દિવસ સંગ્રહિત ૨૦૨૨-૦૮-૧૪ ના રોજ વેબેક મશિન
વિકિમીડિયા કૉમન્સ પર September 24 વિષયક વધુ દ્રશ્ય-શ્રાવ્ય માધ્યમો (Media) ઉપલબ્ધ છે.
🔥 Top keywords: મુખપૃષ્ઠરાશીવિશેષ:શોધમિઆ ખલીફાભારતનું બંધારણગુજરાતગુજરાતી અંકગુજરાતના જિલ્લાઓગુજરાતી ભાષાભારતનો ઇતિહાસભારતમહાત્મા ગાંધીઅમદાવાદભારતનાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમટકું (જુગાર)ગુજરાતીમહેન્દ્ર સિંઘ ધોનીશ્રીમદ્ ભગવદ્ ગીતાસમાનાર્થી શબ્દોગુજરાતી સાહિત્યકારોની યાદીનરેન્દ્ર મોદીસિંધુ ખીણની સંસ્કૃતિઈરાનજીરુંગૌતમ બુદ્ધલોક સભાસોમનાથગુજરાત વિધાનસભાઅમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનક્ષત્રકૃષ્ણવૃષભ રાશીવિરાટ કોહલીમહાભારતહવામાનતાપમાનબીજું વિશ્વ યુદ્ધભારતના રાષ્ટ્રપતિઓની યાદીરામાયણ