નક્ષત્ર આકાશમાં તારાઓ નું કાલ્પનિક જુથ છે. ત્રણ પરીમાણમાં આવેલા આ તારાઓ વચ્ચે કોઇ સબંધ નથી પરંતુ, રાત્રીના અવકાશમાં તે એકમેક સાથે જુથમાં જોવા મળે છે. માનવી હંમેશા ઐતીહાસીક રીતે આવા કાલ્પનિક જુથની કલ્પનાઓ કરતો આવ્યો છે. આવા કાલ્પનિક જુથોને ખગોળ શાસ્ત્રીઓ (International Astronomical Union) માન્યતા આપતા નથી. ખગોળ શાસ્ત્રને આધારે નક્ષત્રોના તારાઓ વચ્ચે પરસ્પર કોઈ સંબંધ નથી કેમકે, આ તારાઓ એક બીજાથી લાખો પ્રકાશવર્ષ દૂર હોય છે.

મૃગશીર્ષ નક્ષત્ર સૌથી પ્રખ્યાત નક્ષત્ર છે જે પૃથ્વી પર ના મોટાભાગના સ્થળોથી વર્ષના કોઇક ને કોઇક ગાળા દરમ્યાન જોઇ શકાય છે.

જુદીજુદી સંસ્કૃતિઓમાં નક્ષત્રોના નામ તથા આકારો અલગ-અલગ હોય છે પણ કેટલાંક પ્રખ્યાત નક્ષત્રો જેમકે મૃગશીર્ષ નક્ષત્ર તથા વૃશ્ચીક નક્ષત્ર મોટાભાગની સંસ્કૃતિઓમાં ઓળખાયેલ છે.

International Astronomical Union (IAU) આકાશને ચોક્કસ સરહદથી નક્કી કરેલા ૮૮ ભાગોમાં વહેંચે છે. આમ આકાશનો કોઈપણ ભાગ એક જ નક્ષત્રમાં આવે છે. ઊત્તરના ભાગમાં આવેલા નક્ષત્રોના નામો પ્રાચીન સંસ્કૃતિઓ (જેમા ભારતના જ્યોતિષ શાસ્ત્રનો પણ સમાવેશ થાય છે) ના આધારે પડાયેલ છે.

ગણતરી ફેરફાર કરો

ભારતીય પંચાંગ મુજબ રાશિચક્રના વર્તુળનાં સત્તાવીસ ભાગ (૩૬૦º/૨૭) કરો એટલે દરેક નક્ષત્ર ૧૩º૨૦'નું થાય, દશાંશ મુજબ ૧૩.૩૩૩૩º નુ થાય. માટે જો રાશિચક્રમાં ચંદ્રનું સ્થાન અમુક સમયે ૨૬૨.૧૬૬૬º હોય તો ૨૬૨.૧૬૬૬º/૧૩.૩૩૩૩º=૧૯.૬૬૨૫º, એટલે કે તે સમયે ૧૯ નક્ષત્ર વીતી અને ૨૦મું નક્ષત્ર એટલે કે પૂર્વાષાઢા નક્ષત્ર ચાલે છે.

નક્ષત્રોના નામ ફેરફાર કરો

ક્રમનક્ષત્રનું નામરાશીવૃક્ષનું નામદેવવર્ણબીજ
અશ્વિની નક્ષત્રમેષ રાશીઝેરકોચલુંઅશ્વિનીકુમારઅં આં
ભરણી નક્ષત્રમેષ રાશીઆમળાયમઇં ઈં
કૃતિકા નક્ષત્રમેષ/વૃષભઉમરોઅગ્નિઉં
રોહિણી નક્ષત્રવૃષભ રાશીજાંબુપ્રજા‍પતિ બ્રહ્માઋં ૠં
મૃગશીર્ષ નક્ષત્રવૃષભ/મિથુનખેરચંદ્રલં લૃં
આર્દ્રા નક્ષત્રમિથુન રાશીકૃષ્‍ણાર્જુન અગર વૃક્ષરુદ્ર શિવએં ઐં
પુનર્વસુ નક્ષત્રમિથુન/કર્કવાંસઅદિતિઓં ઔં
પુષ્‍ય નક્ષત્રકર્ક રાશીપીપળોબૃહસ્પતિઅં અઃ
આશ્લેષા નક્ષત્રકર્ક રાશીનાગકેસરસર્પકં ખં
૧૦મઘા નક્ષત્રસિંહ રાશીવડપિતૃ દેવતાગં ઘં
૧૧પૂર્વા ફાલ્ગુની નક્ષત્રસિંહ રાશીખાખરોભગ દેવતાડં
૧૨ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રસિંહ / કન્યાપાયર, પીપળીઅર્યમચં છં
૧૩હસ્ત નક્ષત્રકન્યા રાશીજુઈ/પીળી જૂઈ (વેલ)સવિતા-સૂર્યજં ઝં
૧૪ચિત્રા નક્ષત્રકન્યા / તુલાબીલીવિશ્વકર્માગં
૧૫સ્વાતિ નક્ષત્રતુલા રાશીઅર્જુન સાદડવાયુ દેવતાટં ઠં
૧૬વિશાખા નક્ષત્રતુલા/વૃશ્ચિકનાગકેસરઇન્દ્ર તથા અગ્નિડં ઢં
૧૭અનુરાધા નક્ષત્રવૃશ્ચિક રાશીનાગકેસર/બોરસલીમિત્ર દેવતા---
૧૮જ્યેષ્‍ઠા નક્ષત્રવૃશ્ચિક રાશીશીમળોઇન્દ્રદં ધં
૧૯મૂળ નક્ષત્રધનુ રાશીસાલ/ગરમાળોપિતૃદેવતાનં
૨૦પૂર્વાઅષાઢા નક્ષત્રધનુ રાશીનેતરવરુણપં ફં
૨૧ઉત્તરઅષાઢા નક્ષત્રધનુ / મકરફણસવિશ્વ દેવતા--
૨૨શ્રવણ નક્ષત્રમકર રાશીઆકડો (સફેદ આકડો)વિષ્‍ણુમં
૨૩ઘનિષ્‍ઠા નક્ષત્રમકર/કુંભખીજડોવસુ દેવતાયં રં
૨૪શત તારકા નક્ષત્રકુંભ રાશીકદંબઇન્દ્રલં વં
૨૫પૂર્વભાદ્રપદ નક્ષત્રકુંભ/મીનઆંબોઅજૈકપાતશં ષં
૨૬ઉત્તરભાદ્રપદ નક્ષત્રમીન રાશીલીમડોઅહિર્બુધ્રસં
૨૭રેવતી નક્ષત્રમીન રાશીમહુડોપૂષાદેવતાહં

આ પણ જુઓ ફેરફાર કરો

અંગ્રેજી ફેરફાર કરો