મહારાષ્ટ્ર દિવસ

મહારાષ્ટ્ર દિવસ ( મરાઠી : महाराष्ट्र दिन) એ ૧ મે, ૧૯૬૦ના રોજ મુંબઈ રાજ્યના વિભાજનથી મહારાષ્ટ્ર રાજ્યના ગઠનની ઉજવણીરૂપે ઉજવાય છે.[૧] મહારાષ્ટ્ર દિવસ સામાન્ય રીતે પરેડ અને રાજકીય ભાષણો અને વિધિઓ સાથે સંકળાયેલો છે, ઉપરાંત મહારાષ્ટ્રના ઇતિહાસ અને પરંપરાઓની ઉજવણી કરતા અન્ય જાહેર અને ખાનગી કાર્યક્રમો સાથે સંકળાયેલો છે. મરાઠી ભાષી રાજ્ય મહારાષ્ટ્રની રચનાની યાદમાં તેની ઉજવણી કરવામાં આવે છે.

મહારાષ્ટ્ર દિવસ
બીજું નામમહારાષ્ટ્ર દિન
ઉજવવામાં આવે છેમહારાષ્ટ્ર, ગુજરાત
મહત્વબોમ્બે પુનર્ગઠન અધિનિયમ, ૧૯૬૦ દ્વારા આ દિવસે મહારાષ્ટ્ર રાજ્યની રચના કરવામાં આવી હતી.
ઉજવણીઓપરેડ
તારીખ૧ મે
આવૃત્તિવાર્ષિક

પૃષ્ઠભૂમિ ફેરફાર કરો

રાજ્ય પુનર્ગઠન અધિનિયમ, ૧૯૫૬ એ ભાષાઓના આધારે ભારતના આંતરિક રાજ્યોની સીમાઓ પરિભાષિત કરવામાં આવી હતી.[૨] જોકે આ અધિનિયમના પરિણામે રચાયેલું બૃહદ મુંબઈ રાજ્ય વિવિધ ક્ષેત્રોથી બનેલું હતું જ્યાં મરાઠી, ગુજરાતી, કચ્છી અને કોંકણી જેવી વિવિધ ભાષાઓ બોલાતી હતી. સંયુક્ત મહારાષ્ટ્ર સમિતિ બોમ્બે રાજ્યને ભાષાકીય આધાર પર બે રાજ્યોમાં વહેંચવાના આંદોલનમાં મોખરે હતી; જેમાં એક એવા ક્ષેત્રોથી બનેલું છે જ્યાં લોકો મુખ્યત્વે ગુજરાતી અને કચ્છી બોલતા હતા અને બીજું જ્યાં લોકો મુખ્યત્વે મરાઠી અને કોંકણી બોલતા હતા.[૩] [૪]

ભારતની સંસદ દ્વારા ૨૫ એપ્રિલ ૧૯૬૦માં ઘડવામાં આવેલા મુંબઈ પુનર્ગઠન અધિનિયમ, ૧૯૬૦ મુજબ આ ચળવળના પરિણામે મહારાષ્ટ્ર અને ગુજરાત રાજ્યની રચના કરવામાં આવી હતી. આ અધિનિયમ ૧ મે ૧૯૬૦ ના રોજ અમલમાં આવ્યો હતો.[૫] તેથી આ દિવસે વાર્ષિક ઉજવણી કરવામાં આવે છે.

પાલન ફેરફાર કરો

દર વર્ષે મહારાષ્ટ્ર સરકાર એક જાહેરનામું બહાર પાડે છે જેમાં ૧ લી મેના રોજ મહારાષ્ટ્ર દિવસના ઉપલક્ષમાં જાહેર રજા ઘોષિત કરી ઉજવવણી કરવામાં આવે છે. આ રજા રાજ્ય અને કેન્દ્ર સરકારના અધિકારક્ષેત્ર હેઠળની તમામ શાળાઓ, કચેરીઓ અને કંપનીઓને લાગુ પડે છે અને વિવિધ કાર્યક્રમોનું આયોજન કરીને આ દિવસની ઉજવણી કરવામાં આવે છે.[૬]

ઉજવણી ફેરફાર કરો

દર વર્ષે શિવાજી પાર્કમાં પરેડ યોજવામાં આવે છે જેમાં મહારાષ્ટ્રના રાજ્યપાલ ભાષણ કરે છે. [ સંદર્ભ આપો ]આ દિવસે મહારાષ્ટ્રમાં વિદેશી લોકોને બાદ કરતાં ભારતીયોને દારૂના વેચાણ પર પ્રતિબંધ છે.[૭]

મહારાષ્ટ્ર દિવસની સુવર્ણ જયંતિની ઉજવણી ૧ મે ૨૦૧૧ ના રોજ સમગ્ર મહારાષ્ટ્રમાં કરવામાં આવી હતી.[૮] [૯]

સંદર્ભ ફેરફાર કરો