જિલ્લા લોકવિજ્ઞાન કેન્દ્ર, ભરૂચ
જિલ્લા લોકવિજ્ઞાન કેન્દ્ર, ભરૂચ ભારત દેશના ગુજરાત રાજ્યના દક્ષિણ ભાગમાં આવેલ ભરૂચ જિલ્લાના મુખ્યમથક ભરૂચ ખાતે આવેલ છે.[૧][૨] ભરૂચ ખાતે આ લોક વિજ્ઞાન કેન્દ્ર, નવજીવન સંકુલ, પ્રિતમ સોસાયટી-૧ ખાતે આવેલ છે, જેનું સંચાલન હાલમાં પરમ લોકવિજ્ઞાન કેન્દ્ર દ્વારા કરવામાં આવે છે.
ગુજરાત રાજ્ય સરકાર પ્રેરિત ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી (GUJCOST-ગુજકોસ્ટ) સંલગ્ન જિલ્લા લોકવિજ્ઞાન કેન્દ્ર, ભરૂચ વર્ષ ૨૦૦૯થી ચલાવવામાં આવે છે.
હેતુઓ ફેરફાર કરો
- બાળકો અને સમાજને વિજ્ઞાન સાથે અભિમુખ
- નાગરિકોમાં વૈજ્ઞાનિક વલણનો વિકાસ
- વિજ્ઞાન વિષયક પ્રવૃત્તિઓનું આયોજન અને સંચાલન
- જીવનના વિવિધ તબક્કે વિજ્ઞાન અને તેની ઉપયોગિતા વિશે સમજણ
- સામાજીક વિકાસમાં વિજ્ઞાનના ફાળા વિશે સમજણ
- નવી પેઢીને વૈજ્ઞાનિક વિચારસરણી આધારિત બનાવવાનો પ્રયત્ન
- સંગ્રહસ્થાનના માધ્યમ દ્વારા જનસંપર્કમાં વધારો
- જનસમાજમાં વૈજ્ઞાનિક અભિગમનો વિકાસ
- અંધશ્રદ્ધા, વહેમ કે કુરિવાજો પ્રત્યે લોકજાગૃતિ
પ્રવૃત્તિઓ ફેરફાર કરો
- વિજ્ઞાન વ્યાખ્યાનો
- ફરતું વિજ્ઞાન પ્રદર્શન
- વિજ્ઞાન પ્રોજેક્ટ પ્રદર્શનનું આયોજન
- અંધશ્રદ્ધા નિવારણ કાર્યક્રમ
- વિજ્ઞાન પ્રશ્નાવલી સ્પર્ધાનું આયોજન
- ધોરણ ૫ થી ૧૨ના વિદ્યાર્થીઓ માટે પ્રયોગશાળા
- સામુહિક વિજ્ઞાન કાર્યક્રમોનું આયોજન
- ગણિત અને વિજ્ઞાન વિષયના શિક્ષકો માટે પ્રશિક્ષણ કાર્યક્રમ તેમ જ સેમિનારનું આયોજન
- વિજ્ઞાન દિવસની ઉજવણી
- આકાશદર્શન
- વિજ્ઞાન ક્લબોની સ્થાપના
- વિજ્ઞાન પરિસંવાદનું આયોજન
- ખાદ્યપદાર્થોમાં ભેળસેળ અંગે જાગૃતિ કાર્યક્રમ
- રજાના દિવસોમાં વિદ્યાર્થીઓ માટે કોમ્યુટર તાલીમ વર્ગનું આયોજન
- પ્રકૃતિ શિક્ષણ, સાહસપ્રવૃત્તિઓની શિબિર, ટ્રેકિંગ શિબિર વગેરેનું આયોજન
સંદર્ભો ફેરફાર કરો
- ↑ "Gujarat Council on Science Technology (Gujcost)". ParamCommunity. મૂળ માંથી 2018-08-08 પર સંગ્રહિત. મેળવેલ ૧૩ ઓગસ્ટ ૨૦૧૮.
- ↑ "Community Science Centres". GUJCOST, Department of Science & Technology, Gujarat. મૂળ માંથી 2020-05-14 પર સંગ્રહિત. મેળવેલ ૧૩ ઓગસ્ટ ૨૦૧૮.
બાહ્ય કડીઓ ફેરફાર કરો
- અધિકૃત જાળસ્થળ સંગ્રહિત ૨૦૧૮-૦૮-૧૦ ના રોજ વેબેક મશિન
🔥 Top keywords: રાશીમુખપૃષ્ઠગેની ઠાકોરવિશેષ:શોધભારતનું બંધારણગુજરાત વિધાનસભામિઆ ખલીફાગુજરાતી ભાષાભારતના વડાપ્રધાનગુજરાતનરેન્દ્ર મોદીલોક સભાગુજરાતી અંકમહાત્મા ગાંધીઅમૃતલાલ વેગડગુજરાતના જિલ્લાઓભારતીય સંસદભારતીય જનતા પાર્ટીભારતનો ઇતિહાસભારતસિંધુ ખીણની સંસ્કૃતિરાહુલ ગાંધીભારતનાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોવૃષભ રાશીઅમદાવાદશિવાજીએપ્રિલ ૧૯ભારતીય ચૂંટણી પંચવિશ્વ પર્યાવરણ દિવસનરસિંહ મહેતાગુજરાતના મુખ્યમંત્રીઓરાજ્ય સભાવલ્લભભાઈ પટેલસૂર્યમંદિર, મોઢેરાકલમ ૩૭૦વિરાટ કોહલીશ્રીમદ્ ભગવદ્ ગીતાસુનીતા વિલિયમ્સનક્ષત્ર