એશિયન રમતોત્સવ ૨૦૧૦

સોળમો એશિયાઈ રમતોત્સવ, બારમી નવેમ્બર થી સાતમી નવેમ્બર, ૨૦૧૦ સુધી ચીની જનવાદી ગણરાજ્યમાં આવેલા ગુઆંગ્ઝોઊ શહેર ખાતે આયોજિત કરવામાં આવ્યો છે. બેઇજિંગ શહેર, કે જેણે ઈ. સ. ૧૯૯૦ના એશિયાઈ રમતોત્સવના યજમાન તરીકેની ભુમિકા નિભાવી હતી, ત્યારબાદ ગુઆંગ્ઝોઊ શહેર આ ખેલ મહોત્સવનું આયોજન કરનારું બીજું ચીનનું નગર છે. આ ઉપરાંત આ શહેર આટલી સંખ્યામાં ખેલ પ્રતિયોગિતાઓ આયોજિત કરનારું અંતિમ નગર રહેશે, કેમ કે એશિયાઈ ઓલોમ્પિક પરિષદ તરફથી ભવિષ્યમાં રમાનારા ખેલ મહોત્સવો માટે નવા નિયમ લાગુ કર્યા છે જે ૨૦૧૪ના એશિયાઇ ખેલમાં અમલમાં આવશે.

ગુઆંગ્ઝોઊ શહેરને આ ખેલના આયોજનની જવાબદારી પહેલી જુલાઈ, ૨૦૦૪ના રોજ પ્રદાન કરવામાં આવી હતી, ત્યારે આ એકલું જ ખેલ માટે બીડું ઉઠાવનારું નગર હતું. આમ ત્યારે નક્કી થયું જ્યારે અન્ય નગર, અમ્માન, કુઆલાલમ્પુર, અને સિઓલ બોલી પ્રક્રિયામાંથી પાછળ હટી ગયા. ખેલ મહોત્સવના સહ-યજમાન ત્રણ પડોશી નગરો ડોંગ્ગૂઆન, ફ઼ોશન અને શાનવેઇ દ્વારા પણ બન્યા છે.

પ્રતિસ્પર્ધી દેશો

ફેરફાર કરો

આ એશિયાઈ ખેલ મહોત્સવમાં એશિયા ખંડના કુલ ૪૫ (પિસ્તાલીસ) દેશો ભાગ લઇ રહ્યા છે. પ્રતિસ્પર્ધી દેશોને તેના આઈઓસી કોડ અનુસાર ક્રમમાં ગોઠવ્યા છે અને કોષ્ટકમાં આઈઓસી કોડ અને સંલગ્ન દેશના પ્રતિસ્પર્ધી ખેલાડીઓની સભ્ય સંખ્યા આપવામાં આવી છે:

દેશઆઈઓસી કોડપ્રતિસ્પર્ધી
 અફઘાનિસ્તાનAFG૬૪
 બાંગ્લાદેશBAN૧૫૨
 ભૂતાનBHU૧૧
 બહેરીનBRN૮૯
 બ્રુનેઈBRU
 કમ્બોડીયાCAM૨૧
 ચીનCHN૯૬૭
 હોંગકોંગHKG૪૦૬
 ઈંડોનેશિયાINA૧૭૮
 ભારતIND૬૭૪
 ઈરાનIRI૩૮૧
 ઈરાકIRQ૫૨
 જૉર્ડનJOR૮૮
 જાપાનJPN૭૨૨
 કઝાકિસ્તાનKAZ૩૮૮
 કિર્ગિઝસ્તાનKGZ૧૩૬
 દક્ષિણ કોરિયાKOR૮૦૧
 સાઉદી અરેબિયાKSA૧૬૩
 કુવૈતKUW૨૧૫
 લાઓસLAO૫૨
 લેબેનાનLIB૫૩
 મકાઉMAC૧૭૪
 મલેશિયાMAS૩૪૪
 માલદીવ્સMDV૮૫
 મંગોલિયાMGL૨૪૪
 મ્યાનમારMYA૬૮
   નેપાળNEP૧૪૨
 ઓમાનOMA૫૨
 પાકિસ્તાનPAK૧૭૫
 પેલેસ્ટાઇનPLE૪૧
 ફીલીપાઈન્સPHI૨૪૩
 ઉત્તર કોરિયાPRK૧૯૯
 કતાર (અરબસ્તાન)QAT૨૯૨
 સિંગાપુરSIN૨૪૧
 શ્રીલંકાSRI૧૦૮
 સીરિયાSYR૪૬
 થાઈલેન્ડTHA૫૯૭
 તાજિકિસ્તાનTJK૭૬
 તુર્કમેનિસ્તાનTKM૧૧૧
 પૂર્વ તિમોરTLS૨૯
 ચીની તાઇપેઇTPE૩૯૩
 સંયુક્ત આરબ અમીરાતUAE૯૯
 ઉઝબેકિસ્તાનUZB૨૬૮
 વિયેતનામVIE૨૫૯
 યેમેનYEM૩૨

બાહ્ય કડીઓ

ફેરફાર કરો