હૃદયસ્તંભતા

હૃદય બરાબર સંકુચિત ન થઇ શકતા અચાનક રક્તપ્રવાહમાં આવતો ઘટાડો (કાર્ડિયાક અરેસ્ટ)

હૃદયસ્તંભતા , (જે હૃદફુપ્ફુસીય સ્તંભતા અથવા પરિવહન સ્તંભતા તરીકે પણ ઓળખાય છે) એ હૃદય અસરકારક રીતે સંકોચન કરવામાં નિષ્ફળ જવાને કારણે રૂધિરના સામાન્ય પરિવહનની સમાપ્તિ છે.[૧] તબીબી વ્યવસાયિકો અણધારી હૃદયસ્તંભતાને સડન કાર્ડિયાક એરેસ્ટ અથવા એસસીએ (SCA) તરીકે ઉલ્લેખ કરી શકે છે.

હૃદયસ્તંભતા
ખાસિયતCardiology, emergency medicine Edit this on Wikidata

હૃદયસ્તંભતા હૃદયરોગના હુમલા કરતા અલગ છે (પરંતુ તે તેના કારણે થઇ શકે છે). હૃદયરોગના હુમલામાં હૃદયના સ્નાયુઓમાં રૂધિર પ્રવાહ નબળો પડે છે.[૨]

થંભી ગયેલું રૂધિર પરિવહન શરીરમાં ઓક્સિજન પહોંચતો અટકાવે છે. મગજમાં ઓક્સિજનની ગેરહાજરીને કારણે બેશુદ્ધતા આવે છે જે બાદમાં અસામાન્ય અથવા ગેરહાજર શ્વસનમાં પરિણમે છે. જો હૃદયસ્તંભતાને પાંચ મિનીટથી વધુ સમયમાં સારવાર ન મળે તો મગજને ઇજા થઇ શકે છે.[૩][૪][૫] જીવન ટકાવવાની શ્રેષ્ઠ પ્રયાસ અને ન્યુરોલોજિકલ રિકવરી માટે તાત્કાલિક અને નિર્ણયાત્મક સારવાર અત્યંત જરૂરી છે.[૬]

હૃદયસ્તંભતા એ તબીબી ઇમરજન્સી છે. જો તેની, ચોક્કસ સ્થિતિઓમાં, વહેલી સારવાર કરવામાં આવે તો તેને સંભવિત રીતે અટકાવી શકાય છે. જ્યારે અણધારી હૃદયસ્તંભતાને કારણે મૃત્યુ થાય છે ત્યારે તેને સડન કાર્ડિયાક ડેથ (એસસીડી (SCD)) કહેવાય છે.[૧] હૃદયસ્તંભતાની સારવાર એ પરિવહન ટેકો પુરો પાડવા માટે હૃદફુપ્ફુસીય પુનર્જીવન (કાર્ડિયોપલ્મોનરી રિસુસિટેશન) (સીપીઆર (CPR)) છે અને જો આંચકાજનક લય હાજર હોય તો ત્યાર બાદ પ્રતિતંતુવિકમ્પન કરવામાં આવે છે. જો સીપીઆર (CPR) અને અન્ય મધ્યસ્થી બાદ જો આંચકાજનક લય હાજર ન હોય તો તબીબી મૃત્યુ નિશ્ચિત છે.

વર્ગીકરણ

ફેરફાર કરો

હૃદયસ્તંભતાને ઇસીજી (ECG) લયને આધારે “આંચકાજનક” વિરુદ્ધ “બિનઆંચકાનજક”માં વર્ગીકૃત કરાયું છે. બે આંચકાજનક લય ક્ષેપકીય તંતુવિકમ્પન અને ઘબકારહીન ક્ષેપકીય હૃદ્ ક્ષિપ્રતા છે જ્યારે બે બિન આંચકાજનલ લય અપ્રકુંચન અને ધબકારહીન વિદ્યુતીય પ્રવૃત્તિ છે. પ્રતિતંતુવિકમ્પનનો ઉપયોગ કરીને ચોક્કસ વર્ગના ડિસરિથમિયાની સારવાર કરી શકાય કે કેમ તેનો તે ઉલ્લેખ કરે છે.[૭]

ચિહ્નો અને લક્ષણો

ફેરફાર કરો

હૃદ્યસ્તંભતા એ હૃદયમાં પંપના કાર્યનો અણધાર્યો અંત છે (પેલ્પેબલ ધબકારની ગેરહાજરી દ્વારા પુરવાર થાય છે તેમ). તાત્કાલિક મધ્યસ્થી સામાન્ય રીતે હૃદયસ્તંભતા પ્રતિવર્તી કરી શકે છે પરંતુ આવી મધ્યસ્થી વગર તેમાં હંમેશા લગભગ મૃત્યુ જ થાય છે.[૧] ચોક્કસ કિસ્સાઓમાં તે ગંભીર બિમારીનું અપેક્ષિત પરીણામ છે.[૮]

જોકે, અયોગ્ય પ્રમસ્તિષ્કીય દ્વવનિવેશનને કારણે દર્દી બેશુદ્ધ થશે અને શ્વાસ લેવાનું અટકાવી દેશે. (સમાન લક્ષણો ધરાવતા શ્વસનીય સ્તંભતાથી વિરુદ્ધ) હૃદયસ્તંભતાનું નિદાન કરવા માટેનો મુખ્ય માપદંડ પરિવહનનો અભાવ છે પરંતુ આ નક્કી કરવા માટે અનેક રસ્તાઓ ઉપલબ્ધ છે.

કોરોનરી હૃદય બિમારી અચાનક હૃદયસ્તંભતાનું મુખ્ય કારણ છે. અન્ય ઘણી હૃદ્ અને બિનહૃદ સ્થિતિઓ જોખમ વધારે છે.

કોરોનરી હૃદય બિમારી

ફેરફાર કરો

લગભગ 60-70 % એસસીડી (SCD) કોરોનરી હૃદય બિમારીને લગતા હોય છે.[૯][૧૦] પુખ્ત લોકોમાં ઇસ્કેમિક હૃદય બિમારી સ્તંભતાનું મુખ્ય કારણ છે.[૧૧] ઓટોપ્સી વખતે 30 % લોકો તાજેતરના મ્યોકાર્ડિયલ ઇન્ફાર્ક્શનના ચિહ્નો દર્શાવે છે[સંદર્ભ આપો].

બિન ઇસ્કેમિક હૃદય બિમારી

ફેરફાર કરો

હૃદયને લગતી અન્ય અનેક અનિયમિતતાઓ એસસીડી (SCD)નું જોખમ વધારી શકે છે જેમાં કાર્ડિયોમ્યોપથી, હૃદય લય વિક્ષેપ, અતિસંવેદનશીલ હૃદય બિમારી,[૯] લોહીનો વધુ પડતો ભરાવો થવાને કારણે થતા હૃદ્ પાતનો સમાવેશ થાય છે[૧૨]

લશ્કરમાં ભરતી થયેલા 18-35 વર્ષની વયજૂથના વ્યક્તિઓમાં એસસીડી (SCD)ના 51 % કેસો કાર્ડિયાક એનોમલીઝને કારણે હતા જ્યારે 35 % કિસ્સાઓમાં કારણ જાણી શકાયનું ન હતું. મહત્ત્વની પેથોલોજીમાં હૃદયની ધમની અનિયમિતતા (61 %), મ્યોકાર્ડિટિસ (20 %) અને હાયપરટ્રોફિક કાર્ડિયોમ્યોપથી (13 %)નો સમાવેશ થાય છે.[૧૩] લોહીનો વધુ પડતો ભરાવો થવાને કારણે થતો હૃદ્ પાત એસસીડી (SCD)ના જોખમમાં પાંચ ગણો વધારો કરે છે.[૧૨]

બિન-હૃદ્

ફેરફાર કરો

35 % કિસ્સામાં એસસીડી (SCD) હૃદય સમસ્યા સાથે સંબંધ ધરાવતું નથી. સૌથી સામાન્ય બિન હૃદ્ કારણમાં ટ્રોમા, બિન ટ્રોમાને લગતો રક્ત સ્ત્રાવ (જેમકે જઠરાંત્રીય રક્તસ્ત્રાવ, ઓર્ટિક રપ્ચર અને ઇન્ટ્રાકાર્નિયલ હેમરેજ), ઓવરડોઝ, ડ્રાઉનિંગ અને ફુપ્ફુસીય અન્તઃશલ્યતાનો સમાવેશ થાય છે.[૧૪]

જોખમ પરિબળો

ફેરફાર કરો

એસસીડી (SCD)ના જોખમ પરિબળો કોરોનરી હૃદય બિમારીમાં જોવા મળતા પરિબળો જેવા જ છે જેમાં ધૂમ્રપાન, શારીરિક વ્યાયામનો અભાવ, મેદસ્વીતા, મધુપ્રમેહ અને પારિવારિક ઇતિહાસનો સમાવેશ થાય છે.[૧૫]

એચએસ (Hs) અને ટીએસ (Ts)

ફેરફાર કરો

હૃદયસ્તંભતાનું સંભવિત કારણ યાદ રાખવામાં મદદ કરવા માટે "એચએસ (Hs) અને ટીએસ (Ts)" સ્મરણ માટેના નામ છે.[૭][૧૬]

એચએસ (Hs)
  • હા યપોવોલેમિયા - રૂધિર કદનો અભાવ
  • હા યપોક્સિયા - ઓક્સિજનનો અભાવ
  • હા ઇડ્રોજન આયનો (એસિડોસિસ) - શરીરમાં અસામાન્ય પીએચ (pH)
  • હા યપરકેલેમિયા અથવા હા યપોકેલેમિયા - પોટાશિયનું વધુ પડતું અને અયોગ્ય પ્રમાણ બંને જીવન માટે જોખમી બની શકે છે.
  • હા યપોથર્મિયા - નીચું મુખ્ય શરીર તાપમાન
  • હા યપોગ્લિસેમિયા અથવા હા યપરગ્લિસેમિયા - નીચી અથવા ઊંચી રૂધિર શર્કરા
ટીએસ (Ts)
  • ટે બ્લેટ્સ અથવા ટો ક્સિન્સ
  • કાર્ડિયાક ટે મ્પોનેડ - હૃદયની ફરતે પ્રવાહીનું નિર્માણ
  • ટે ન્શન ન્યૂમોથોરેક્સ - ભંગાણ પામેલું ફેફસું
  • થ્રો મ્બોસિસ (મ્યોકાર્ડિયલ ઇન્ફાર્ક્શન) - હૃદયરોગનો હુમલો
  • થ્રો મ્બોએમ્બોલિઝમ (પલ્મોનરી એમબોલિઝમ) - ફેફસામાં રૂધિર ગંઠાઇ જવું
  • ટ્રો મા
શ્વાસની તપાસ.
ગ્રીવા ધબકારની તપાસ.

હૃદયસ્તંભતા એ તબીબી મૃત્યુનો પર્યાય છે.

ધબકારની ગેરહાજરી દ્વારા હૃદયસ્તંભતાનું તબીબી રીતે નિદાન થઇ શકે છે. ઘણા કિસ્સામાં ગ્રીવા ધબકારનો અભાવ હૃદયસ્તંભતાના નિદાન માટે સુવર્ણ માપદંડ છે પરંતુ ધબકારનો અભાવ (ખાસ કરીને પરીઘવર્તી ધબકારમાં) અન્ય સ્થિતિઓ (દા.ત. આંચકા)નું પરિણામ હોઇ શકે છે અથવા બચાવકર્તા તરફથી સરળ ભૂલ હોઇ શકે છે. અભ્યાસો દર્શાવે છે કે ઇમરજન્સીમાં ગ્રીવા ધબકારની તપાસ કરતી વખતે બચાવકર્તા ઘણી વાર ભૂલ કરી બેસે છે. તેઓ આરોગ્યસંભાળ વ્યવસાયિક[૧૭] અથવા સામાન્ય માણસ પણ હોઇ શકે છે.[૧૮]

નિદાનની પદ્ધતિમાં અચોક્સાઇને કારણે કેટલીક સંસ્થાઓ જેમ કે યુરોપીયન રિસુસિટેશન કાઉન્સિલ (ઇઆરસી (ERC))એ તેના મહત્ત્વ પરનું ભારણ ઘટાડ્યું છે. ધ રિસુસિટેશન કાઉન્સિલ (યુકે (UK))એ પણ આઇઆરસી (ERC) અને અમેરિકન હાર્ટ એસોસિયેશનની[૧૬] ભલામણોની જેમ સૂચવ્યું છે કે આ તકનીકનો ચોક્કસ તાલીમ લીધેલા અને નિપૂણતા મેળવેલા આરોગ્યસંભાળ વ્યવસાયિક દ્વારા જ ઉપયોગ થવો જોઇએ તેમ છતાં તેને અન્ય સૂચકો, જેમ કે એગોનલ રેસ્પિરેશન,ના સંદર્ભમાં જોવું જોઇએ.[૭]

પરિવહન શોધવા માટેની વિવિધ અન્ય પદ્ધતિઓ પણ સૂચવાઇ છે. 2000 ઇન્ટરનેશનલ લાયઝન કમિટી ઓન રિસુસિટેશન (આઇએલસીઓઆર (ILCOR)) બાદ તૈયાર કરવામાં આવેલી માર્ગદર્શિકાના બચાવકર્તા માટેની ભલામણો “પરિવહનના સંકેત” માટેની હતી, ધબકાર શોધવા માટેની નહીં.[૧૬] આ સંકેતોમાં કફ, ગાસ્પિંગ, રંગ, સ્નાયુપેશીનું સંકોચન અને હલનચલનનો સમાવેશ થાય છે.[૧૯] જોકે, પુરાવાના સંદર્ભમાં આ માર્ગદર્શિકા બિનઅસરકારક હતી આઇએલસીઓઆર (ILCOR)ની વર્તમાન ભલામણ તે છે કે પીડિત બેશુદ્ધ હોય અને સામાન્ય રીતે શ્વાસ લેતા નથી તેવી તમામ જાનહાનિમાં હૃદયસ્તંભતાનું નિદાન થવું જોઇએ.[૧૬]

હૃદયસ્તંભતાને પગલે હકારાત્મક પરિણામોની શક્યતા ઘટતા હૃદયસ્તંભતા અટકાવવા માટેની અસરકારક વ્યૂહરચના શોધવા પર પ્રયાસો થયા છે. હૃદયસ્તંભતાનું મુખ્ય કારણ ઇસ્કેમિક હૃદય બિમારી હોવાથી તંદુરસ્ત આહાર, વ્યાયામ અને ધૂમ્રપાનના અંતને પ્રોત્સાહન આપવાના પ્રયાસો મહત્ત્વના છે. હૃદય બિમારીનું જોખમ ધરાવતા લોકો માટે રૂધિર દાબ અંકુશ, કોલેસ્ટેરોલનું સ્તર ઘટાડવું જેવા પગલા અને તબીબીનૈદાનિક મધ્યસ્થીનો ઉપયોગ થાય છે.[૧]

તબીબી બોલચાલમાં હૃદયસ્તંભતાનો “કોડ” અથવા “ક્રેશ” તરીકે ઉલ્લેખ થાય છે. હોસ્પિટલ ઇમરજન્સી કોડ પર તેનો “કોડ બ્લ્યૂ” તરીકે ઉલ્લેખ થાય છે. મહત્ત્વના સંકેતોના માપનમાં ધરખમ ઘટાડાને “કોડિંગ” અથવા “ક્રેશિંગ” કહેવામાં આવે છે જોકે, જ્યારે તે હૃદયસ્તંભતામાં પરિણમે છે ત્યારે કોડિંગનો સામાન્ય રીતે ઉપયોગ થાય છે જ્યારે ક્રેશિગમાં તેનો ઉપયોગ કદાચ ના પણ થયો હોય. હૃદયસ્તંભતાની સારવારને ઘણી વખત “કોલિંગ એ કોડ” કહેવામાં આવે છે.

વ્યાપક સંશોધનોએ દર્શાવ્યું છે કે હૃદયસ્તંભતા થતા પહેલા જનરલ વોર્ડમાં દર્દી ઘણી વખત કલાકો અથવા દિવસો સુધી પીડાય છે.[૭][૨૦] ખાસ કરીને શ્વસન દરનું માપ લેવામાં વોર્ડમાં રહેલા કર્મચારીઓના જ્ઞાન અને કુશળતાના અભાવે આમ થાય છે. આ માપન પીડાનો મુખ્ય આગાહી સંકેત છે[૭] અને તે હૃદયસ્તંભતાના 48 કલાક પહેલા સુધીમાં બદલાય છે. તેના પ્રતિભાવમાં ઘણી હોસ્પિટલોએ તેમના કર્મચારીઓની તાલીમ વધારી દીધી છે. અનેક “પૂર્વ ચેતવણી” પ્રણાલીઓ પણ અસ્તિત્વમાં છે જે દર્દીના મુખ્ય સંકેતોને આધારે તેના જોખમને જથ્થાત્મક રીતે પ્રદર્શન કરે છે અને આમ કર્મચારીને માર્ગદર્શન પુરું પાડે છે. વધુમાં, વોર્ડ સ્તરે થયેલા કામમાં વધારો કરવા સ્પેશિયાલિસ્ટ કર્મચારીઓનો વધુ અસરકારક રીતે ઉપયોગ થાય છે. તેમાં સમાવેશ થાય છે:

  • ક્રેશ ટીમ (અથવા કોડ ટીમ) – આ સક્ષમ કર્મચારીઓ છે જેઓ પુનર્જીવનમાં નિપૂણતા ધરાવે છે જેમને હોસ્પિટલ દર્દીઓમાં થતી તમામ સ્તંભતા વખતે ઘટના સ્થળે બોલાવવામાં આવે છે. તેમાં સાધનો (પ્રતિતંતુવિકમ્પક સહિત) અને દવાઓની એક વિશેષ ગાડી હોય છે જેને “ક્રેશ કાર્ટ” કહેવાય છે.
  • મેડિકલ ઇમરજન્સી ટીમ- આ ટીમ તમામ ઇમરજન્સીને પ્રતિભાવ આપે છે તેઓ હૃદયસ્તંભતા અટકાવવા દર્દીની બિમારીના તીવ્ર તબક્કામાં સારવાર આપવાનું લક્ષ્ય ધરાવે છે.
  • ક્રિટીકલ કેર આઉટરીચ- અન્ય બે પ્રકારન ટમીની સેવા પુરી પાડવા ઉપરાંત આ ટીમ નોન-સ્પેશિયાલિસ્ટ કર્મચારીઓને શિક્ષણ આપવા માટે પણ જવાબદાર છે. વધુમાં તેઓ ઇન્ટેન્સિવ કેર/હાઇ ડિપેન્ડન્સી યુનિટ અને જનરલ હોસ્પિટલ વોર્ડ વચ્ચે બદલીમાં તેઓ મદદ કરે છે. આ મહત્ત્વનું છે કારણકે ઘણા અભ્યાસોએ દર્શાવ્યું છે કે ક્રિટિકલ કેર વાતાવરણમાંથી રજા લેતા દર્દીઓની સ્થિતિ તાત્કાલિક બગડે છે અને તેમને ફરીથી દાખલ કરવા પડે છે. આવી સ્થિતિ ટાળવા આઉટરીચ ટીમ વોર્ડ સ્ટાફને મદદ પુરી પાડે છે.

પ્રત્યારોપણ કરી શકાય તેવા કાર્ડિયોવર્ટર પ્રતિતંતુવિકમ્પકો

ફેરફાર કરો

હૃદયસ્તંભતાનો વધુ હુમલો અટકાવવાની માટેની તકનીક આધારિત મધ્યસ્થી એ પ્રત્યારોપણ કરી શકાય તેવા કાર્ડિયોવર્ટર-પ્રતિતંતુવિકમ્પક (ICD)નો ઉપયોગ છે. આ ઉપકરણ દર્દીમાં પ્રત્યારોપિત કરવામાં આવે છે અને અતાલતાની ઘટનામાં તે તાત્કાલિક પ્રતિતંતુવિઘટક તરીકે કામ કરે છે. નોંધનીય છે કે, સ્વતંત્ર આઇસીડી (ICD) પેસમેકરનું કોઇ કાર્ય ધરાવતું નથી પરંતુ તેને પેસમેકરની સાથે જોડી શકાય છે અને આધુનિક સંસ્કરણો એન્ટી-ટેકિકાર્ડિયાક પેસિંગ અને સિન્ક્રોનાઇઝ્ડ કાર્ડિયોવર્ઝન જેવી આધુનિક સુવિધાઓ પણ ધરાવે છે. ઓટ્ટાવા હાર્ટ ઇન્સ્ટિટ્યૂટ ખાતે બીર્ની વગેરેનો તાજેતરનો અભ્યાસ સૂચવે છે કે અમેરિકા અને કેનેડામાં, બંને સ્થળે, આઇસીડી (ICD)નો વપરાશ ઓછો છે.[૨૧] સિમ્પ્સનનો એક સંબંધિત તંત્રીલેખ આ માટેના આર્થિક, ભૌગોલિક, સામાજિક અને રાજકીય કારણો શોધે છે.[૨૨] એમએડીઆઇટી-2 (MADIT-II)ના દર્શાવ્યા મુજબ (30 ટકાથી ઓછું પ્રકુંચન ઇજેક્શન ફ્રેક્શન સાથેના) ગંભીર ઇસ્કેમિક કાર્ડિયોમાયોપથી ધરાવતા દર્દીઓમાં આઇસીડી (ICD)નું પ્રત્યારોપણ સૌથી વધુ લાભદાયક નિવડી શકે છે.[૨૩]

વ્યવસ્થાપન

ફેરફાર કરો

અચાનક હૃદયસ્તંભતાને રિસુસિટેશન ખાતે પ્રયત્નો દ્વારા સારવાર કરવામાં આવે છે. તે સામાન્ય રીતે બેઝિક લાઇફ સપોર્ટ (બીએલએસ(BLS))/ એડવાન્સ્ડ કાર્ડિયાક લાઇફ સપોર્ટ (એસીએલએસ (ACLS)),[૧૬] પેડિયાટ્રિક એડવાન્સ્ડ લાઇફ સપોર્ટ (પીએએલએસ (PALS))[૨૪] નિયોનેટલ રિસુસિટેશન પ્રોગ્રામ (એનઆરપી (NRP)) માર્ગદર્શિકા મુજબ હાથ ધરવામાં આવે છે.

હ્દફુપ્ફુસીય પુનર્જીવન

ફેરફાર કરો

સીપીઆર (CPR) હૃદયસ્તંભતા વ્યવસ્થાપનનો અતિમહત્ત્વનો ભાગ છે. તેની શક્ય તેટલી વહેલી શરૂઆત કરવી જોઇ અને તેને શક્ય તેટલું ઓછું વિક્ષેપિત કરવું જોઇએ. સીપીઆઇર (CPR)નું ઘટક કે જે સૌથી મોટો તફાવત પેદા કરે છે તે છે છાતી ભીંસાવી.

વેન્ટિલેશન

શ્વસનનળીમાં નળી ઉતારવાથી હૃદયસ્તંભતા કિસ્સાઓમાં જીવન ટકાવી રાખવાનો દર સુધર્યો હોવાનું જોવા મળ્યું નથી.[૨૫] 2009ના અભ્યાસમાં જાણવા મળ્યું હતું કે પરોક્ષ ઓક્સિજન પુરવઠા સાથે ઓરલ એરવેના પ્રત્યારોપણથી આસિસ્ટેડ વેન્ટિલેશનના પરિણામો કથળી શકે છે.[૨૬] હોસ્પિટલમાં દાખલ કરતા પહેલાના વાતાવરણમાં ઇન્ટ્યુબેશન (શ્વસનનળીમાં નળી ઉતારવી) જીવન ટકાવી રાખવાનો દર ઘટાડતું હોવાનું જોવા મળ્યું છે.[૨૭]

બાયસ્ટેન્ડર સીપીઆર (CPR)

સાચી રીત હાથ ધરવામાં આવેલી બાયસ્ટેન્ડર સીપીઆર (CPR)થી જીવન ટકાવી રાખવાનો દર વધ્યો હોવાનું જોવા મળ્યું છે. હોસ્પિટલની બહારની સ્તંભતામાં 30 ટકાથી ઓછા કિસ્સામાં તે હાથ ધરવામાં આવે છે.[૨૫]

પ્રતિતંતુવિકમ્પન

ફેરફાર કરો

તબીબો ક્ષેપકીય તંતુવિકમ્પન અથવા ધબકારહીન ક્ષેપકીય હૃદ્ ક્ષિપ્રતાની હાજરી અથવા ગેરહાજરીને આધારે હૃદયસ્તંભતાનું આંચકાજનક અને બિન-આંચકાનજક કારણ અલગ તારવી શકે છે. આંચકાજનક લયને સીપીઆર (CPR) અને પ્રતિતંતુવિકમ્પન દ્વારા સારવાર આપવામાં આવે છે.

હોસ્પિટલ બહારના મોટા ભાગના હૃદયસ્તંભતાના કિસ્સા મ્યોકાર્ડિયલ ઇન્ફાકર્શન (હૃદયરોગના હુમલા)ને પગલે થાય છે અને ક્ષેપકીય તંતુવિકમ્પનના હૃદય લય સાથે શરૂઆતમાં હાજર હોય છે.[સંદર્ભ આપો] માટે દર્દી પ્રતિતંતુવિકમ્પન પર પ્રતિક્રિયા આપે તેવી શક્યતા હોય છે અને તે મધ્યસ્થીનું કેન્દ્ર બની છે.

વધુમાં જાહેર ઉપલબ્ધ પ્રતિતંતુવિકમ્પનનો ઉપયોગ વધી રહ્યો છે. તેમાં જાહેર સ્થળો પર સ્વયંસંચાલિત બાહ્ય પ્રતિતંતુવિકમ્પક મુકવામાં આવે છે અને આ વિસ્તારોમાં તેનો ઉપયોગ કરવા માટે સ્ટાફને તાલીમ આપવામાં આવે છે. આનાથી ઇમરજન્સી સેવા પહોંચે તે પહેલા પ્રતિતંતુવિકમ્પન હાથ ધરાઇ શકે છે અને તેનાથી જીવન ટકાવી રાખવાના દરની શક્યતા વધી હોવાનું જોવા મળ્યું છે. કેટલાક પ્રતિતંતુવિકમ્પક સીપીઆર (CPR) સંકોચનની ગુણવત્તાનો પ્રતિભાવ પણ આપે છે જે સામાન્ય બચાવકર્તાને રૂધિરનું પુરતું ભ્રમણ કરવા માટે દર્દીની છાતી વધુ દબાવવા માટે પ્રોત્સાહિત કરે છે.[૨૮] વધુમાં, એવું જોવા મળ્યું છે કે લોકો આંતરિયાળ વિસ્તારોમાં સ્તંભતા અનુભવે છે તેમનામાં હૃદયસ્તંભતા બાદના પરિણામો વધુ ખરાબ હોય છે.[૨૯] આવા વિસ્તારોમાં ઘણી વાર ફર્સ્ટ રિસ્પોન્ડર્સ હોય છે, જ્યાં સમુદાયના સભ્યો રિસુસિટેશન ખાતે તાલીમ મેળવે છે અને તેમને પ્રતિતંતુવિકમ્પક આપવામાં આવે છે. તેમના વિસ્તારમાં તાત્કાલિક તબીબી સેવામાં ભંગાણ સર્જાય તેવા કિસ્સામાં તેમને બોલાવવામાં આવે છે.

દવાઓનો માર્ગદર્શિકામાં સમાવેશ કરાયો છે ત્યારે એવું જોવા મળ્યું છે કે દવાઓ હૃદયસ્તંભતા બાદ હોસ્પિટલ ડિસ્ચાર્જમાં જીવન ટકાવી રાખવાનો દર સુધારતી નથી. તેમાં એપિનફ્રાઇન, એટ્રોપાઇન અને એમિયોડેરોનના ઉપયોગનો સમાવેશ થાય છે. જોકે, આ અભ્યાસ હોસ્પિટલની બહાર હૃદયસ્તંભતાના સંદર્ભમાં માત્ર દવાની બિનઅસરકારકતાની માહિતી આપે છે.[૩૦] અમેરિકન હાર્ટ એસોસિયેશને તેની 2010ની માર્ગદર્શિકા મારફતે એવો સંકેત આપીને એટ્રોપાઇનને અલગ તારવી છે કે, “પ્રાપ્ય પુરાવા સૂચવે છે કે પીઇએ (PEA) અથવા અપ્રકુંચન દરમિયાન એટ્રોપાઇનના નિયમિત ઉપયોગથી તબીબી લાભ થવાની શક્યતા નથી.”[૩૧]

થેરાપ્યુટિક હાયપોથર્મિયા

ફેરફાર કરો

હૃદયસ્તંભતા બાદ ભાનમાં આવ્યા વગર તાત્કાલિક પરિવહન પાછું ફરવા (આરઓએસસી (ROSC))ની સાથે વ્યક્તિને ઠંડો કરવાથી પરિણામ સુધરે છે. આ કાર્યવાહીને થેરાપ્યુટિક હાયપોથર્મિયા કહેવાય છે. યુરોપમાં ભંગાણ બાદ 5-15 મિનીટના સમયગાળામાં પુનર્જીવિત કરાયેલા વ્યક્તિઓમાં પ્રથમ અભ્યાસ હાથ ધરાયો હતો. આ અભ્યાસમાં ભાગ લીધેલા દર્દીઓએ સરેરાશ 105 મિનીટ બાદ તાત્કાલિક પરિવહન પાછું ફરેલું (આરઓએસસી (ROSC) અનુભવ્યું હતું. લક્ષિત તાપમાન 32–34 °C (90–93 °F) સાથે દર્દીઓને 24 કલાક સુધી ઠંડા કરવામાં આવ્યા હતા. હાયપોથર્મિયા જૂથમાં 137 દર્દીમાંથી 55 % દર્દીએ સાનુકૂળ પરીણામ અનુભવ્યા હતા જ્યારે રિસુસિટેશન બાદ પ્રમાણભૂત સારવાર મેળવેલા જૂથમાં માત્ર 39 % દર્દીએ સાનુકૂળ પરિણામ મેળવ્યા હતા.[૩૨] હાયપોથર્મિયા જૂથમાં મૃત્યુદર 14 % નીચો હતો તેનો અર્થ તે થયો કે સારવાર મેળવેલા પ્રત્યેક 7 દર્દીમાંથી એકનો જીવ બચાવી શકાયો હતો.[૩૨] નોંધનીય છે કે, બે જૂથો વચ્ચે જટીલતામાં નોંધપાત્ર તફાવત થયો ન હતો. આ માહિતીને ઓસ્ટ્રોલિયામાં સમાંતરે હાથ ધરવામાં આવેલા આવા જ સમાન અભ્યાસનો ટેકો મળ્યો હતો. આ અભ્યાસમાં હૃદયસ્તંભતા બાદ હાયપોથર્મિયાની સારવાર મેળવનાર 49 % દર્દીએ સારા પરિણામ અનુભવ્યા હતા જ્યારે પ્રમાણભૂત સારવાર મેળવનાર માત્ર 26 % દર્દીમાં સારા પરિણામ અનુભવાયા હતા.[૩૩]

ઇસીએમઓ (ECMO)

ફેરફાર કરો

તાજેતરના વર્ષોમાં એક્સ્ટ્રાકોર્પોરીયલ મેમ્બરેન ઓક્સિજનેશન ડિવાઇસ દ્વારા રિસુસિટેશનના છૂટાછવાયા અહેવાલો નોંધાયા છે. [૩૪]

જીવન ટકાવવાની સાંકળ

ફેરફાર કરો

કેટલીક સંસ્થાઓ “જીવન ટકાવવાની સાંકળ”ના વિચારને પ્રોત્સાહન આપે છે. તેની સાંકળ આ મુજબ છેઃ

  • વહેલી ઓળખ- હૃદયસ્તંભતા વિકસે તે પહેલા, શક્ય હોય તો, બિમારીની ઓળખ બચાવકર્તાને તેને થતું અટકાવવામાં મદદ કરે છે. દર્દીમાં હૃદયસ્તંભતા થઇ છે તેવી વહેલી ઓળખ જીવન %વી રાખવાની ચાવી છે હૃદયસ્તંભતામાં દર્દીમાં પ્રત્યેક મિનીટે જીવન ટકાવી રાખવાની શક્યતામાં લગભગ 10 %નો ઘટાડો થાય છે.[૭]
  • વહેલું સીપીઆર (CPR)- તે મહત્ત્વના અંગોને રૂધિર અને ઓક્સિજનનો પ્રવાહ સુધારે છે. તે હૃદયસ્તંભતાની સારવાર માટેનું અતિઆવશ્યક ઘટક છે. ખાસ કરીને મગજને ઓક્સિજનવાળું રૂધિર પહોંચતું કરીને ન્યૂરોલોજિકલ નુકસાનની શક્યતા ઘટાડી શકાય છે.
  • વહેલું પ્રતિતંતુવિકમ્પન- તે ક્ષેપકીય તંતુવિકમ્પન અને ધબકારહીન ક્ષેપકીય હૃદ્ ક્ષિપ્રતા[૭]ના વ્યવસ્થાપન માટે અસરકારક છે. જો પ્રતિતંતુવિકમ્પનમાં વિલંબ થાય તો લય અપ્રકુંચનમાં પરિણમી શકે છે જેના પરિણામ વધુ ખરાબ છે.
  • વહેલી આધુનિક સારવાર- વહેલી આધુનિક કાર્ડિયાક લાઇફ સપોર્ટ જીવન ટકાવી રાખવાની સાંકળની છેલ્લી કડી છે.

આ સાંકળમાં એક અથવા વધુ કડી ખૂટે અથવા વિલંબમાં પડે તો જીવન ટકાવી રાખવાની શક્યતામાં નોંધપાત્ર ઘટાડો થાય છે.

આ પ્રોટોકોલ ઘણીવાર કોડ બ્લ્યૂ દ્વારા શરૂ કરવામાં આવે છે, જે સામાન્ય રીતે હૃદયસ્તંભતા અથવા શ્વસન નિષ્ફળતાના સંભવિત અથવા તીવ્ર હુમલાનો નોંધે છે. જોકે, વ્યવહારમાં કોડ બ્લ્યૂને જીવન માટે પ્રમાણમાં ઓછી જોખમી સ્થિતિમાં બોલાવવામાં આવે છે જેને તાત્કાલિક ફિઝીશિયનના ધ્યાનની જરૂર હોય છે.[સંદર્ભ આપો]

પ્રોગ્નોસીસ

ફેરફાર કરો

હોસ્પિટલ બહાર હૃદયસ્તંભતા (ઓએચસીએ (OHCA))નો હોસ્પિટલની અંદર હૃદયસ્તંભતાની તુલનાએ (ડિસ્ચાર્જ માટે 15 %) જીવન ટકાવી રાખવાનો દર પ્રમાણમાં ખરાબ (ડિસ્ચાર્જ માટે 2-8 % અને હોસ્પિટલમાં દાખલ થતી વખતે 8-22 %) ધરાવે છે. પ્રારંભિક દસ્તાવેજીકૃત લય મુખ્ય નિર્ણાયક પરિબળ છે. ક્ષેપકીય તંતુવિકમ્પન અથવા ધબકારહીન ક્ષેપકીય હૃદ્ ક્ષિપ્રતાવાળા લોકોની જીવન ટકાવી રાખવાની શક્યતા ધબકારહીન વિદ્યુતીય પ્રવૃત્તિ અથવા અપ્રકુંચનથી પીડાતા લોકોની તુલનાએ 10-15 ગણી વધુ હોય છે.[સંદર્ભ આપો]

ઓએચસીએ (OHCA)ના કિસ્સામાં મૃત્યુદર ઊંચો રહેવાથી જીવન ટકાવી રાખવાનો દર સુધારવા માટે કાર્યક્રમો ઘડાયા હતા. ક્ષેપકીય તંતુવિકમ્પનના કિસ્સામાં મૃત્યુદર ઊંચો હોવા છતાં પ્રતિતંતુવિકમ્પક દ્વારા ઝડપી મધ્યસ્થી જીવન ટકાવી રાખવાનો દર વધારે છે.[૧૧][૩૫]

જીવન ટકાવી રાખવાનો સૌથી વધુ સંબંધ એરેસ્ટ માટેના કારણ સાથે છે (ઉપર જુઓ). ખાસ કરીને, હાયપોથર્મીયાથી પીડાતા દર્દીમાં જીવન ટકાવી રાખવાનો દર ઊંચો હોય છે કારણકે ઠંડક મહત્ત્વના અંગોને પેશી હાયપોક્સિયાની અસર સામે સંભવિત રીતે રક્ષણ આપે છે. ઝેરને કારણે થયેલી સ્તંભતામાં જીવન ટકાવી રાખવાનો દર ઝેરની ઓળખ અને તેનું યોગ્ય મારણ આપવા પર વધુ આધાર રાખે છે. ડાબી હૃદયની ધમનીમાં રૂધિર ગંઠાઇ જવાને કારણે મ્યોકાર્ડિયલ ઇન્ફાકર્શનથી પીડાતા દર્દીમાં જીવન ટકાવી રાખવાની શક્યતા ઓછી હોય છે.[સંદર્ભ આપો]

હોસ્પિટલની બહાર હૃદયસ્તંભતામાં જીવન ટકાવી રાખવાના દરના અભ્યાસમાં જણાયું હતું કે હોસ્પિટલમાં દાખલ થતા પહેલા એમ્બ્યુલન્સ સ્ટાફ દ્વારા રિસુસિટેશન મેળવનાર 14.6 % લોકો બચી ગયા હતા. આમાંથી 59 % લોકો હોસ્પિટલમાં દાખલ થતી વખતે મૃત્યુ પામ્યા હતા જેમાં અડધાથી વધુ લોકો પ્રથમ 24 કલાકમાં મૃત્યુ પામ્યા હતા. જ્યારે 46 % લોકો હોસ્પિટલમાંથી રજા લેવા સુધી જીવન ટકાવી શક્યા હતા. આ બાબત હૃદયસ્તંભતા બાદ જીવન ટકાવી રાખવાનો એકંદર દર 6.8 % આપે છે. આમાંથી 89 % લોકો સામાન્ય મગજ કાર્ય અથવા હળવી ન્યુરોલોજિકલ અક્ષમતા ધરાવતા હતા, 8.5 % લોકો માફકસરની નબળાઇ ધરાવતા હતા અને 2 % લોકો મોટી ન્યૂરોલોજિકલ અક્ષમતાથી પીડાતા હતા. આમાંથી, જે લોકોને હોસ્પિટલમાંથી રજા અપાઇ હતી તેમાંથી 70 % લોકો 4 વર્ષ બાદ પણ જીવતા હતા.[૩૬]

હોસ્પિટલની અંદર હૃદયસ્તંભતા બાદ આગાહીની સમીક્ષામાં જણાયું હતું કે ડિસ્ચાર્જમાં જીવન ટકાવી રાખવાનો દર 14 % હતો જોકે, વિવિધ અભ્યાસોની વચ્ચે રેન્જ 0-28 % હતી.[૩૭]

રોગશાસ્ત્ર

ફેરફાર કરો

મૃત્યુ પ્રમાણપત્રને આધારે જોઇએ તો પશ્ચિમી દેશોમાં[૯] કુલ મૃત્યુમાં અચાનક કાર્ડિયાક મૃત્યુના 15 % કિસ્સા હતા. (અમેરિકામાં દર વર્ષે 330,000)[૨૫] ફ્રેમિંગહામ હાર્ટ સ્ટડીના વિશ્લેષણને આધારે, જીવનરેખાનું જોખમ પુરૂષોમાં (12.3 %) મહિલાઓની (4.2 %) તુલનાએ ત્રણ ગણુ વધું છે.[૩૮] જોકે, 85 વર્ષની ઉપરના કિસ્સાઓમાં આ લિંગભેદ અદૃશ્ય થયો હતો.[૯]

નૈતિકતાના મુદ્દા

ફેરફાર કરો

મૃત્યુ તરફી બિમારી ધરાવતા કેટલાક લોકો તેમના જીવનના અંતિમ તબક્કે આક્રમક પગલાઓ ટાળવાનું પસંદ કરે છે. ડુ નોટ રેસુસિટેટ (ડીએનઆર (DNR)) ઓર્ડર આ ઇચ્છાને સ્પષ્ટ કરવા માટે છે. આધુનિક આરોગ્ય સંભાળ આદેશમાં તેનો સમાવેશ થઇ શકે છે.

આ પણ જુઓ

ફેરફાર કરો
  • લગભગ મૃત્યુ જ થઇ ગયું હોવાનો અનુભવ

સંદર્ભો

ફેરફાર કરો

બાહ્ય લિંકો

ફેરફાર કરો
હૃદયસ્તંભતા વિષય પર વધુ જાણવા માટે જુઓ:
શબ્દકોશ
પુસ્તકો
અવતરણો
વિકિસ્રોત
દ્રશ્ય-શ્રાવ્ય માધ્યમો અને ચિત્રો
સમાચાર
અભ્યાસ સામગ્રી

ઢાંચો:Circulatory system pathology