સિંધુ
વિશ્વની સૌથી લાંબી નદીઓમાં થી એક
સિંધુ નદી ભારતીય ઉપખંડમાંની મહત્વપૂર્ણ નદીઓમાંની એક છે. તિબેટમાં માનસરોવર પાસેથી નીકળતી આ નદી જમ્મુ-કાશ્મીર, પાકિસ્તાનના ઉત્તર ભાગમાં પ્રવેશી દક્ષિણ તરફ વહેતી અરબી સમુદ્રમાં કરાચી બંદર પાસે ભળી જાય છે.[૧] આ નદીની લંબાઇ આશરે ૩૨૦૦ કિ.મી. છે. તેનો વ્યાપ ૪,૫૦,૦૦૦ ચોરસ માઇલમાં ફેલાયેલો છે. આ નદીમાં વાર્ષિક ૨૦૭ ઘન કિ.મી. જેટલો જલ-પ્રવાહ વહે છે. દુનિયાની ટોચપર હિમનદીમાંથી નીકળતી આ નદી જંગલો, ખેતરોને પોષે છે અને દેશના પર્યાવરણમાં મહત્વનો ભાગ ભજવે છે. સિંધ પ્રદેશમાં સિંધુમાં ચેનાબ, રાવી, સતલજ, જેલમ, બિયાસ અને લુપ્ત થઇ ગયેલી સરસ્વતી મળે છે; આ પ્રદેશને સપ્તસિંધુનો પ્રદેશ ગણવામાં આવે છે. સપ્તસિંધુમાં સિંધુના બીજા વીસ જેટલા ફાંટા પડે છે.
સિંધુ | |
---|---|
નંગા પર્બત અને સિંધુ નદીનો પ્રદેશ | |
સિંધુ નદીનો માર્ગ અને ઉપનદીઓ | |
સ્થાન | |
દેશ | ચીન, ભારત, પાકિસ્તાન |
રાજ્યો અને પ્રાંતો | લડાખ, પંજાબ, ખૈબર પખ્તુન્ખવા, સિંધ, ગિલ્ગિટ-બાલ્ટિસ્તાન, તિબેટ |
શહેરો | લેહ, સ્કર્દુ, દાસુ, બેશમ, થાકોટ, સ્વાબી, ડેરા ઇસ્લાઇલ ખાન, સુક્કુર, હૈદરાબાદ (પાકિસ્તાન), કરાચી |
ભૌગોલિક લક્ષણો | |
સ્રોત | સેંગે ઝાન્ગ્બો |
⁃ સ્થાન | તિબેટનો ઉચ્ચપ્રદેશ |
૨જો સ્રોત | ગાર સાંગપો |
નદીનું મુખ | અરબી સમુદ્ર (મુખ્ય), કચ્છનું રણ (દ્વિતિય) |
• સ્થાન | સિંધુ નદીનો મુખપ્રદેશ (મુખ્ય), કોરી ખાડી (દ્વિતિય), પાકિસ્તાન, ભારત |
• અક્ષાંશ-રેખાંશ | 23°59′40″N 67°25′51″E / 23.99444°N 67.43083°E |
• ઊંચાઈ | 0 m (0 ft) |
લંબાઇ | 3,180 km (1,980 mi) માપેલ. 3,249 km (2,019 mi) ઇતિહાસના પુસ્તકો પ્રમાણે. |
વિસ્તાર | 1,165,000 km2 (450,000 sq mi) |
સ્રાવ | |
⁃ સ્થાન | અરબી સમુદ્ર |
⁃ સરેરાશ | 6,930 m3/s (245,000 cu ft/s) |
⁃ ન્યૂનતમ | 1,200 m3/s (42,000 cu ft/s) |
⁃ મહત્તમ | 58,000 m3/s (2,000,000 cu ft/s) |
સ્રાવ | |
⁃ સ્થાન | તારબેલા બંધ |
⁃ ન્યૂનતમ | 2,469 m3/s (87,200 cu ft/s) |
કાંઠાની લાક્ષણિકતાઓ | |
ઉપનદીઓ | |
• ડાબે | ઝંસ્કાર નદી, સુરુ નદી, સોણ નદી, જેલમ નદી, ચેનાબ નદી, રાવી નદી, બિયાસ નદી, સતલજ નદી, પાંજનાદ નદી |
• જમણે | શ્યોક નદી, હુંઝા નદી, ગિલગીટ નદી, સ્વાત નદી, કુનાર નદી, કાબુલ નદી, કુર્રમ નદી, ગોમાલ નદી, ઝોબ નદી |
સંદર્ભ ફેરફાર કરો
- ↑ The Indus Basin of Pakistan: The Impacts of Climate Risks on Water and Agriculture. World Bank publications. May 2013. પૃષ્ઠ 59. ISBN 9780821398753.
આ લેખ ભૂગોળ વિષયક લેખ નાનો છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |
🔥 Top keywords: ગુજરાતી ભાષામુખપૃષ્ઠમિઆ ખલીફારાશીકુબેરવિશેષ:શોધભારતનું બંધારણગુજરાતી અંકગુજરાતગુજરાતના જિલ્લાઓઅમદાવાદગુજરાતીલોક સભાગુજરાત વિધાનસભાભારતીય ચૂંટણી પંચઝવેરચંદ મેઘાણીદિવ્ય ભાસ્કરનરેન્દ્ર મોદીભારતના વડાપ્રધાનગુજરાતના લોકસભા મતવિસ્તારોવલ્લભાચાર્યભારતજામ સાહેબભારતનાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોઓખાહરણમહાત્મા ગાંધીભારતનો ઇતિહાસસમાનાર્થી શબ્દોમહાભારતશ્રીમદ્ ભગવદ્ ગીતાશિવબનાસકાંઠા લોક સભા મતવિસ્તારરામાયણકૃષ્ણક્રિકેટગુજરાતના મુખ્યમંત્રીઓભારતીય સંસદમહિનોગુજરાતી સાહિત્યકારોની યાદી