લેરી સેંગર

વિકિપીડિયા ના સહ સ્થાપક

લોરેન્સ માર્ક સેંગર [૧] (જન્મ ૧૬ જુલાઈ, ૧૯૬૮) અમેરિકન ઇન્ટરનેટ પ્રોજેક્ટ ડેવલપર અને ઇન્ટરનેટ એનસાયક્લોપીડિયા વિકિપીડિયાના સહ-સ્થાપક છે. તેમણે વિકિપીડિયાની મૂળ નિયામક નીતિનો મોટા ભાગનો હિસ્સો લખ્યો હતો. સેંગરે ન્યુપીડિયા, સિટિઝેન્ડિયમ અને એવેરિપીડિયા જેવી અન્ય ઓનલાઇન શૈક્ષણિક વેબસાઇટ્સ પર કામ કર્યું છે.

લેરી સેંગર
લેરી સેંગર (જુલાઈ ૨૦૦૬માં)
જન્મની વિગત૧૬ જુલાઇ ૧૯૬૮
બેલેવ્યું, વોશિંગટન,
અમેરિકા
રાષ્ટ્રીયતાઅમેરિકા
અભ્યાસરીડ કોલેજ, (બી.એ.)
ઓહિયો સ્ટેટ યુનિવર્સિટી (એમ.એ., પી.એચડી.)
વ્યવસાયઇન્ટરનેટ પ્રોજેક્ટ ડેવલપર
વેબસાઇટLarrySanger.org

કૉલેજમાં અભ્યાસ કરતી વખતે સેંગરે શૈક્ષણિક હેતુઓ માટે ઇન્ટરનેટનો ઉપયોગ કરવામાં રસ વિકસાવ્યો અને ૨૦૦૦માં ઓનલાઇન એનસાયક્લોપીડિયા ન્યુપીડિયામાં એડિટર-ઇન-ચીફ તરીકે જોડાયા. ન્યુપીડિયાની ધીમી પ્રગતિથી નિરાશ થયેલા સેંગરે ન્યુપીડિયાની પીઅર-રિવ્યૂ પ્રક્રિયા મારફતે લેખો માંગવા અને મેળવવા માટે વિકિનો ઉપયોગ કરવાની દરખાસ્ત કરી હતી. આ ફેરફારને કારણે ૨૦૦૧માં વિકિપીડિયાનો વિકાસ અને પ્રારંભ થયો હતો. સેંગરે વિકિપીડિયાના પ્રારંભિક તબક્કામાં વિકિપીડિયાના સામુદાયિક નેતા તરીકે સેવા આપી હતી પરંતુ ખૂબ જ ટૂંક સમયમાં આ પરિયોજનાથી મોહભંગ થવાથી ૨૦૦૨માં તેઓ આ પ્રોજેક્ટથી અલગ થઈ ગયા હતા.

સેંગરની વિકિપીડિયામાંથી વિદાય થઈ ત્યારથી, તેઓ આ પ્રોજેક્ટની ટીકા કરી રહ્યા છે અને ૨૦૦૭માં તેમણે વિકિપીડિયાને "સમારકામથી પરે તૂટેલું" ગણાવ્યું હતું. [૨] તેમણે દલીલ કરી હતી કે વિકિપીડિયામાં ગુણ-દોષ હોવા છતાં, વિશેષજ્ઞતા અને અધિકાર પ્રત્યે સન્માનની ભાવનાના અભાવને કારણે તેનામાં વિશ્વસનીયતાનો અભાવ છે. તેમણે વિકિપીડિયા સાથે સ્પર્ધા કરવા માટે ૨૦૦૬માં સિટિઝેન્ડિયમની સ્થાપના કરી હતી. સાથી સહ-સ્થાપક જિમ્મી વેલ્સ દ્વારા વિકિપીડિયાના સહ-સ્થાપક તરીકે સેંગરની ભૂમિકા પર સવાલ ઉઠાવવામાં આવ્યા છે, પરંતુ વિકિપીડિયાની સ્થાપનામાં તેમની ભૂમિકાને સર્વસ્વીકૃત માનવામાં આવે છે.

ઇન્ટરનેટ ઉપરાંત, સેંગરની રુચિઓ મુખ્યત્વે ફિલોસોફી – ખાસ કરીને એપિસ્ટેમોલોજી (મહામારી વિજ્ઞાન), પ્રારંભિક આધુનિક ફિલસૂફી અને નીતિશાસ્ત્ર પર કેન્દ્રિત છે. તેમણે તેમની માતૃસંસ્થા ઓહિયો સ્ટેટ યુનિવર્સિટીમાં તત્વજ્ઞાન શીખવ્યું હતું.

પ્રારંભિક જીવન અને શિક્ષણ ફેરફાર કરો

લોરેન્સ માર્ક સેંગરનો જન્મ ૧૬ જુલાઈ, ૧૯૬૮ના રોજ બેલેવ્યુ, વોશિંગ્ટનમાં થયો હતો.[૩] તેમના પિતા ગેરી જીવવિજ્ઞાની હતા અને તેની માતાએ બાળકોને ઉછેર્યા હતા.[૪] જ્યારે તેઓ સાત વર્ષના હતા, ત્યારે તેમનો પરિવાર અલાસ્કાના એન્કોરેજ ખાતે સ્થળાંતરિત થયો હતો.[૩] તેમને નાનપણથી જ દાર્શનિક વિષયોમાં રસ હતો.[૫] [૬]

સેંગર ૧૯૮૬માં હાઇસ્કૂલમાંથી સ્નાતક થયા અને રીડ કોલેજમાં દાખલ થયા જ્યાં તેમનો મુખ્ય વિષય દર્શનશાસ્ત્ર હતો.[૬] કૉલેજમાં તેમને ઇન્ટરનેટ અને પબ્લિશિંગ આઉટલેટ તરીકેની તેની ક્ષમતામાં રસ પડ્યો.[૫] સેંગરે વિદ્યાર્થીઓ અને શિક્ષકો માટે ટ્યુટોરિયલ પદ્ધતિઓની ચર્ચા કરવા અને વ્યક્તિગત શિક્ષકો અને વિદ્યાર્થીઓના સ્વૈચ્છિક, મુક્ત નેટવર્કની શક્યતા અને ગુણવત્તાની ચર્ચા માટે એક માધ્યમ તરીકે લિસ્ટસર્વરની સ્થાપના કરી હતી.[૭] તેમણે એસોસિએશન ફોર સિસ્ટમેટિક ફિલોસોફી, ફિલોસોફી ચર્ચા સૂચિની શરૂઆત અને મધ્યસ્થી કરી હતી.

૧૯૯૪માં સેંગરે જૂથ ચર્ચા માટે એક ઘોષણાપત્ર લખ્યું હતું :

ફિલસૂફીનો ઇતિહાસ અસંમતિ અને મૂંઝવણથી ભરેલો છે. તત્ત્વચિંતકોની આ સ્થિતિ વિશે એક પ્રતિક્રિયા એ છે કે ફિલસૂફી વિશેનું સત્ય કદી જાણી શકાય કે પછી ફિલસૂફી વિશેનું સત્ય છે કે કેમ તે વિશે શંકા કરવી. પરંતુ બીજી પ્રતિક્રિયા પણ છે : વ્યક્તિ પોતાના બૌદ્ધિક પૂર્વજો કરતાં વધુ કાળજીપૂર્વક અને પદ્ધતિસર વિચાર કરવા તૈયાર થઈ શકે છે.[૮]

સેંગરે ૧૯૯૧માં રીડમાંથી ફિલસૂફીમાં બેચલર ઑફ આર્ટ્સની ડિગ્રી મેળવી હતી, ૧૯૯૫માં ઓહિયો સ્ટેટ યુનિવર્સિટીથી એમ.એ. અને ૨૦૦૦માં ઓહિયો સ્ટેટ યુનિવર્સિટીમંથી ડોક્ટર ઓફ ફિલોસોફીની પદવી મેળવી.[૯] ૧૯૯૮ની શરૂઆતમાં, તેઓ અને તેમના એક મિત્રએ "સેંગર એન્ડ શેનોનની સમીક્ષા ઓફ વાયટુકે ન્યૂઝ રિપોર્ટ્સ" નામની વેબસાઇટ ચલાવી હતી, જે વર્ષ ૨૦૦૦ની સમસ્યા અંગે ચિંતિત કમ્પ્યુટર સિસ્ટમના મેનેજર્સ જેવા લોકો માટે સંસાધન છે.[૧૦]

ન્યુપીડિયા અને વિકિપીડિયા ફેરફાર કરો

૨૦૦૦ની મધ્યમાં બોમિસ સ્ટાફ. સેન્જર જમણે બેઠા છે.

ન્યુપીડિયા વેબ આધારિત વિશ્વકોશ હતું, જેના લેખો સંબંધિત વિષયની કુશળતા ધરાવતા સ્વયંસેવક યોગદાનકર્તાઓ દ્વારા લખવામાં આવ્યા હતા અને પ્રકાશન પહેલાં સંપાદકો દ્વારા સમીક્ષા કરવામાં આવી હતી અને તેમને મફત સામગ્રી તરીકે લાઇસન્સ આપવામાં આવ્યું હતું.[૧૦] તેની કલ્પના જિમ્મી વેલ્સ દ્વારા કરવામાં આવી હતી અને તેની કંપની બોમિસે અન્ડરરાઇટ કરી હતી. [૩] મેઇલિંગ સૂચિઓ બાબતે વેલ્સે સેન્જર સાથે વાતચીત કરી હતી. [૩] સેંગરે ૧ જાન્યુઆરી, ૨૦૦૦ પછી વેલ્સ અને અન્યોને એક સંભવિત "બ્લોગ" પ્રોજેક્ટ વિશે ઇ-મેઇલ કર્યો હતો અને તેની વાયટુકે સાઇટને અપ્રચલિત ગણાવી હતી. વેલ્સે ન્યુપીડિયાના વિચાર સાથે જવાબ આપ્યો અને સેંગરને આ પ્રોજેક્ટમાં જોડાવા માટે આમંત્રણ આપ્યું.[૧૦] અને સેંગરને ન્યુપીડિયાના મુખ્ય સંપાદક (એડિટર-ઇન-ચીફ) તરીકે રાખવામાં આવ્યા. [૩] સેંગરે ફેબ્રુઆરી ૨૦૦૦માં ન્યુપીડિયાનું નિરીક્ષણ કરવાનું શરૂ કર્યું હતું [૩] અને લેખો અને સંપાદકોની ભરતી માટે સમીક્ષા પ્રક્રિયા વિકસાવી હતી.[૧૦] સાઇટ પર લેખ મૂકતા પહેલા ન્યુપીડિયાની ઇ-મેલ સિસ્ટમ દ્વારા લેખની સમીક્ષા કરવામાં આવી હતી.[૧૦] ન્યુપીડિયાએ ખૂબ ધીમી પ્રગતિ કરી હતી અને ૨૦૦૦ના અંતમાં તે અટકી ગયું હતું, જેના કારણે સેંગર અને વેલ્સનો સંબંધ કર્કશ બન્યો હતો.[૧૦] જાન્યુઆરી ૨૦૦૧માં સેંગરે લેખના વિકાસને ઝડપી બનાવવા માટે વિકિની રચના કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો, જેના પરિણામે ૧૫ જાન્યુઆરી, ૨૦૦૧ના રોજ વિકિપીડિયાનો પ્રારંભ થયો હતો.[૧૦] વિકિપીડિયાનો ઉદ્દેશ શરૂઆતમાં એક સહયોગી વિકિ તરીકે હતો જેના માટે લોકો વ્ની સમીક્ષા પ્રક્રિયામાં જે પ્રવિષ્ટીઓ લખતા હતા તે લખશે, પરંતુ ન્યુપીડિયાના મોટા ભાગના વિશેષજ્ઞો આ પ્રોજેક્ટ સાથે કોઈ ખાસ નિસબત ધરાવતા ન હતા.

વિકિનો ઉપયોગ કરવાનો વિચાર ત્યારે આવ્યો જ્યારે સેંગર ૨ જાન્યુઆરી, ૨૦૦૧ના રોજ તેમના મિત્ર બેન કોવિટ્ઝને મળ્યા,[૩] જ્યારે સેંગરને પહેલી વાર વિકી સોફ્ટવેર સાથે રજૂ કરવામાં આવ્યા.[૯] કોવિટ્ઝ, જેને સેંગર ફિલસૂફી મેઇલિંગ સૂચિના કારણે ઓળખતા હતા,[૧૦] એક કમ્પ્યુટર પ્રોગ્રામર હતા.[૧૦] સેંગર વિકિ દ્વારા આપવામાં આવેલી શક્યતાઓથી પ્રભાવિત થયા અને વેલ્સ તેને અજમાવવા સંમત થયા હતા.[૧૦] "વિકિપીડિયા" નામ સૌ પ્રથમ સેંગરે આપ્યું હતું પરંતુ બાદમાં તેમણે તેને "શરૂઆતમાં જે અત્યંત મૂર્ખામીભર્યો પ્રોજેક્ટ હતો તેનું મૂર્ખામીભર્યું નામ" કહ્યું હતું.

વિકિપીડિયાના સહ-સ્થાપક તરીકેની સ્થિતિ ફેરફાર કરો

વિકિપીડિયાની સ્થાપનામાં સેંગરની ભૂમિકા એ ૨૦૦૫માં વેલ્સ દ્વારા વિકિપીડિયામાંના સંપાદનોનો વિષય હતો, જે પછી સમુદાયમાં ચર્ચાઓ થઈ હતી. સેંગરે વેલ્સ પર તેની સહભાગિતાની અવગણના કરીને "ઇતિહાસના પુનર્લેખન"નો આરોપ મૂક્યો હતો; વેલ્સે વાયર્ડને જણાવ્યું હતું કે તેમણે પ્રોજેક્ટમાં સેંગરના યોગદાનની વિગતો સ્પષ્ટ કરી હતી અને વાસ્તવિક ભૂલો દૂર કરી હતી અને કહ્યું હતું કે તેમણે આવું કરવું જોઈતું ન હતું.[૧૧] [૧૨] વેલ્સે બાદમાં જણાવ્યું હતું કે તેમણે શરૂઆતમાં સેંગરને બદલે બોમિસ કર્મચારી જેરેમી રોઝનફેલ્ડના વિકિ કોન્સેપ્ટ વિશે સાંભળ્યું હતું.[૧૦]

તેમની વ્યક્તિગત વેબસાઇટ પર, સેંગરે ઘણી લિંક્સ પોસ્ટ કરી જેણે સહ-સ્થાપક તરીકેની તેમની ભૂમિકાને ટેકો આપ્યો.[૧૩] ૧૭ જાન્યુઆરી, ૨૦૦૧ના પ્રારંભમાં, સેંગરને તેના મુખ્ય નકલ સંપાદક (ચીફ કોપી એડિટર) રૂથ ઇફર દ્વારા "નુપીડિયાના વિકિ પ્રેરક" તરીકે ટાંકવામાં આવ્યા હતા[૧૪] અને સપ્ટેમ્બર ૨૦૦૧ સુધીમાં તેમની ઓળખ વિકિપીડિયાના સહ-સ્થાપક તરીકે કરવામાં આવી હતી.[૧૫] સેંગરે જણાવ્યું કે તેમણે વિકિપીડિયાનું આયોજન કર્યું હતું જ્યારે વેલ્સ મોટે ભાગે બોમિસ ડોટ કોમ પર કેન્દ્રિત હતા.[૧૬]

વેલ્સે એક મુક્ત-સ્રોત, સહયોગી જ્ઞાનકોશનો વિચાર ઘડી કાઢ્યો હતો જેણે કોઈ પણ તરફથી ફાળો સ્વીકાર્યો હતો અને તેમાં રોકાણ કર્યું હતું જ્યારે સેંગર આવા જ્ઞાનકોશની રચનાનો હવાલો સંભાળતો હતો.[૧૭]

સિટીજેન્ડિયમ ફેરફાર કરો

૨૦૧૮માં સિટીઝેન્ડિયમના મુખપૃષ્ઠ (હોમપેજ)નો સ્ક્રીનશોટ

આ પણ જુઓ ફેરફાર કરો

સંદર્ભ ફેરફાર કરો

ગ્રંથસૂચિ ફેરફાર કરો

બાહ્ય કડીઓ ફેરફાર કરો