પેન્સિલની સંજ્ઞા

દરેક પેન્સિલ ઉપર અંગ્રેજી ભાષામાં સંજ્ઞા દર્શાવવામાં આવેલી હોય છે, જેમ કે 2HB, 4B, 4H વગેરે. આ પેન્સિલની સંજ્ઞા પેન્સિલની અણી કે જે અત્યંત નરમ અને લીસ્સા ગ્રેફાઇટના પાવડરની બનેલી હોય છે, તેની કઠણતા દર્શાવે છે.
પેન્સિલની અણી બનાવતી વખતે ગ્રેફાઇટના પાવડરની સાથે નરમ તેમ જ લીસ્સી માટી અણીના બંધારણને મજબુતાઇ મળે તે માટે ભેળવવામાં આવે છે. આને કારણે પેન્સિલની અણીનું ગ્રેફાઇટ સુગઠિત રહે છે. આ અણી કાગળ ઉપર ફરવાથી કેટલી ઘસારો પામે તેના આધારે તેની સંજ્ઞા નક્કી કરવામાં આવે છે.
ચિત્ર દોરવા માટેની પેન્સિલની કઠણતા દર્શાવતી સંજ્ઞાઓની શ્રેણી 8B થી શરુ થઇ F સુધીની હોય છે. સૌથી નરમ અણીવાળી પેન્સિલ પર 8B સંજ્ઞા હોય છે, જ્યારે સૌથી કઠણ અણીવાળી પેન્સિલ પર F સંજ્ઞા હોય છે. લખવા માટેની પેન્સિલમાં HB અધિકતમ નરમ અને 10H અધિકતમ કઠણ હોય છે. નરમ અણી જલદી તુટી જાય છે અથવા ઘસાય જાય છે, પરંતુ એના વડે લખાયેલ અક્ષરો ઘાટા અને સ્પષ્ટ વંચાય તેવા હોય છે. કઠણ અણી લાંબુ ટકે છે, પરંતુ તેનું લખાણ ઝાંખુ હોય છે.
સામાન્ય રીતે ચિત્રો દોરવા માટે 6B અને લખવા માટે 2HB પેન્સિલ સારી ગણાય છે.

2HB પેન્સિલો
🔥 Top keywords: મુખપૃષ્ઠરાશીશિવભદ્રસિંહ ગોહિલકૃષ્ણકુમારસિંહ ગોહીલવિશેષ:શોધભારતનું બંધારણમિઆ ખલીફાગુજરાતગુજરાતના જિલ્લાઓગુજરાતી ભાષાગુજરાતી અંકમહાત્મા ગાંધીભારતનો ઇતિહાસભાવનગર રજવાડુંભારતભારતનાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોઅહિલ્યાબાઈ હોલકરવિશ્વ તમાકુ નિષેધ દિવસસમાનાર્થી શબ્દોસિંધુ ખીણની સંસ્કૃતિસ્વામી વિવેકાનંદઆદિ શંકરાચાર્યનરેન્દ્ર મોદીઅમદાવાદગુજરાતી સાહિત્યકારોની યાદીમહાભારતમટકું (જુગાર)ગુજરાત વિધાનસભાવૃષભ રાશીલોક સભામનમોહન સિંહબીજું વિશ્વ યુદ્ધશ્રીમદ્ ભગવદ્ ગીતામદદ:સૂચિદ્વારકાધીશ મંદિરકુંભ રાશીરામાયણભારતના વડાપ્રધાનવિશેષ:તાજાફેરફારો