ડિસેમ્બર ૫
તારીખ
૫ ડિસેમ્બર નો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૩૩૯મો (લિપ વર્ષ દરમ્યાન ૩૪૦મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૨૬ દિવસ બાકી રહે છે.
મહત્વની ઘટનાઓ ફેરફાર કરો
- ૧૪૯૨ – ક્રિસ્ટોફર કોલંબસ હિસ્પાનિઓલા ટાપુ (વર્તમાન હૈતી અને ડોમિનિકન રિપબ્લિક) પર પગ મૂકનાર પ્રથમ યુરોપિયન બન્યા.
- ૧૯૧૭ – કેનેડા ખાતે બે જહાજો વચ્ચેની ભીષણ ટક્કરમાં ઓછામાં ઓછા ૧૫૦૦ (પંદરસો) વ્યક્તિઓનાં મરણ થયાં.
- ૧૯૨૨ – બ્રિટિશ સંસદ દ્વારા 'આયરિશ સ્વતંત્ર રાજ્ય સંવિધાન અધિનિયમ'ને સ્વીકૃતિ આપવામાં આવી.
- ૧૯૪૬ – ભારતમાં હોમગાર્ડ સંગઠનની સ્થાપના થઈ.
- ૧૯૭૧ – ભારત સરકારે બાંગ્લાદેશને એક સ્વતંત્ર રાષ્ટ્રના રૂપમાં માન્યતા આપી.
- ૧૯૭૩ – ગેરાલ્ડ ફોર્ડએ અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ તરીકે શપથ ગ્રહણ કર્યા.
- ૨૦૦૧ – અમેરિકન સેનાઓએ ઓસામા બિન લાદેનના અફઘાનિસ્તાન સ્થિત તોરા બોરાના પહાડી સ્થળ પર કબ્જો કર્યો.
- ૨૦૦૩ – ચીનમાં પહેલી વાર આયોજિત વિશ્વ સુંદરી પ્રતિયોગિતામાં આયરલેન્ડની રોસન્ના દાવિસન વિજયી બની.
- ૨૦૦૬ – જોસેફ કબીલા ચાર દશકમાં કાંગો દેશના લોકતાંત્રિક ઢબે પ્રથમ રાષ્ટ્રપતિ બન્યા.
- ૨૦૧૭ – આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિએ રશિયાને ૨૦૧૪ના શિયાળુ ઓલિમ્પિકમાં ડોપિંગ માટે જવાબદાર ઠેરવી ૨૦૧૮ના શિયાળુ ઓલિમ્પિકમાં ભાગ લેવા પર પ્રતિબંધ મૂક્યો.
જન્મ ફેરફાર કરો
- ૧૭૩૨ – વારેન હેસ્ટીંગ, ઈસ્ટ ઇંડિયા કંપનીના પ્રથમ ગવર્નર
- ૧૮૯૮ – જોશ મલીહાબાદી, ભારતીય-પાકિસ્તાની કવિ અને અનુવાદક (અ. ૧૯૮૨)
- ૧૯૬૫ – મનીષ મલ્હોત્રા, ભારતીય ફેશન ડિઝાઇનર
- ૧૯૭૪ – રવીશ કુમાર, ભારતીય પત્રકાર અને લેખક
- ૧૯૮૫ – શિખર ધવન, ભારતીય ક્રિકેટર
અવસાન ફેરફાર કરો
- ૧૯૧૨ – ઇચ્છારામ દેસાઈ, ગુજરાતી લેખક, સંપાદક, અનુવાદક અને પત્રકાર (જ. ૧૮૫૩)
- ૧૯૪૧ – અમૃતા શેરગિલ, હંગેરીયન–ભારતીય ચિત્રકાર (જ. ૧૯૧૩)
- ૧૯૫૦ – અરવિંદ ઘોષ, ભારતીય દાર્શનિક અને ક્રાંતિકારી (જ. ૧૮૭૨)
- ૧૯૫૧ – અવનિન્દ્રનાથ ટાગોર, ભારતીય ચિત્રકાર, લેખક અને શિક્ષણવિદ્ (જ. ૧૮૭૧)
- ૧૯૫૯ – દુલિપસિંહજી, ભારતીય ક્રિકેટ ખેલાડી (જ. ૧૯૦૫)
- ૧૯૬૧ – ગુરબચ્ચન સિંહ સલારીઆ, ભારતીય ભૂમિસેનાના પરમવીર ચક્ર વિજેતા અધિકારી (જ. ૧૯૩૫)
- ૧૯૬૩ – હુસેન શહીદ સુહરાવર્દી, ભારતીય-પાકિસ્તાની વકીલ અને રાજકારણી, પાકિસ્તાનના ૫મા વડા પ્રધાન (જ. ૧૮૯૨)
- ૨૦૧૩ – નેલ્સન મંડેલા, દક્ષિણ આફ્રિકાના ક્રાંતિકારી નેતા અને રાષ્ટ્રપ્રમુખ (જ. ૧૯૧૮)
- ૨૦૧૬ – જયલલિતા, ભારતીય રાજકારણી, તમિલનાડુના મુખ્યમંત્રી (જ. ૧૯૪૮)
તહેવારો અને ઉજવણીઓ ફેરફાર કરો
બાહ્ય કડીઓ ફેરફાર કરો
- બી.બી.સી.(BBC): આજનો દિવસ સંગ્રહિત ૨૦૦૬-૧૨-૦૯ ના રોજ વેબેક મશિન
વિકિમીડિયા કૉમન્સ પર December 5 વિષયક વધુ દ્રશ્ય-શ્રાવ્ય માધ્યમો (Media) ઉપલબ્ધ છે.
🔥 Top keywords: ગુજરાતી ભાષામુખપૃષ્ઠમિઆ ખલીફારાશીકુબેરવિશેષ:શોધભારતનું બંધારણગુજરાતી અંકગુજરાતગુજરાતના જિલ્લાઓઅમદાવાદગુજરાતીલોક સભાગુજરાત વિધાનસભાભારતીય ચૂંટણી પંચઝવેરચંદ મેઘાણીદિવ્ય ભાસ્કરનરેન્દ્ર મોદીભારતના વડાપ્રધાનગુજરાતના લોકસભા મતવિસ્તારોવલ્લભાચાર્યભારતજામ સાહેબભારતનાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોઓખાહરણમહાત્મા ગાંધીભારતનો ઇતિહાસસમાનાર્થી શબ્દોમહાભારતશ્રીમદ્ ભગવદ્ ગીતાશિવબનાસકાંઠા લોક સભા મતવિસ્તારરામાયણકૃષ્ણક્રિકેટગુજરાતના મુખ્યમંત્રીઓભારતીય સંસદમહિનોગુજરાતી સાહિત્યકારોની યાદી