ગલ્ફ વોર

Clockwise from top: USAF aircraft flying over burning Kuwaiti oil wells; British troops in Operation Granby; Camera view from a Lockheed AC-130; Highway of death; M728 Combat Engineer Vehicle
તિથિAugust 2, 1990 – February 28, 1991 (Operation Desert Storm officially ended 30 November 1995)[૧]
સ્થાનIraq, Kuwait, Saudi Arabia
પરિણામCoalition victory
  • Imposition of sanctions against Iraq
  • Removal of Iraqi invasion force from Kuwait
  • Heavy Iraqi casualties and destruction of Iraqi and Kuwaiti infrastructure
યોદ્ધા
Coalition forces

 Kuwait
 United States
 Saudi Arabia
 United Kingdom
 Egypt
 United Arab Emirates
 France
 Syria
 Morocco
 Qatar
 Oman
 Pakistan
 Canada
 Argentina
 Spain
 Italy
and others

ઈરાક Iraq
સેનાનાયક
કુવૈત Jaber Al-Ahmad Al-Jaber Al-Sabah
યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા George H.W. Bush
યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા Norman Schwarzkopf
યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા Colin Powell
યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા Calvin Waller
સાઉદી અરેબિયા King Fahd
સાઉદી અરેબિયા Prince Abdullah
સાઉદી અરેબિયા Prince Sultan
સાઉદી અરેબિયા Turki Al-Faisal
સાઉદી અરેબિયા Saleh Al-Muhaya
સાઉદી અરેબિયા Khalid bin Sultan[૨][૩]
યુનાઇટેડ કિંગડમ John Major
યુનાઇટેડ કિંગડમ Patrick Hine
યુનાઇટેડ કિંગડમ Andrew Wilson
યુનાઇટેડ કિંગડમ Peter de la Billière
યુનાઇટેડ કિંગડમ John Chapple
ફ્રાન્સ Michel Roquejoffre
ઇજિપ્ત Mohamed Hussein Tantawi
સિરિયા Mustafa Tlass
કતાર (અરબસ્તાન) Hamad bin Khalifa Al Thani
પાકિસ્તાન Mirza Aslam Beg
ઈરાક Saddam Hussein

ઈરાક Ali Hassan al-Majid
ઈરાક Salah Aboud Mahmoud

શક્તિ/ક્ષમતા
959,600[૪]
1,820 Fighter aircraft and attack aircraft (1,376 American, 175 Saudi, 69 British, 42 French, 24 Canadian, 8 Italian)
3,318 tanks (mainly M1 Abrams(U.S.), Challenger 1(UK), M60(U.S.))
8 aircraft carriers
2 battleships
20 cruisers
20 destroyers
5 submarines[૫]
545,000 (100,000 in Kuwait)+
649 fighters
4,500 tanks (Chinese Type-59s, Type-69s, & self produced T-55 T-62, about 200 Soviet Union T-72M's Asad Babil)[૫]
મૃત્યુ અને હાની
240-392 killed[૬]
776 wounded[૭]
(Coalition)
1,200 killed
(Kuwait)
1,490-1,592 killed total
20,000-35,000 casualties[૭]
Kuwaiti civilian deaths:
Over 1,000 Kuwaiti civilians estimated killed during the Iraqi occupation in addition to 300,000 made refugees.[૮]

Iraqi civilian deaths:
About 3,664 Iraqi civilians killed.[૯]

Other civilian deaths:
2 Israeli civilians killed, 230 injured[૧૦]
1 Saudi civilian killed, 65 injured[૧૧]

ઢાંચો:Campaignbox Persian Gulf Wars

ઢાંચો:Campaignbox Gulf War

સામાન્ય રીતે પર્સિયન ગલ્ફ વોર (ઓગસ્ટ 2, 1990 - ફેબ્રુઆરી 28, 1991)ને સાદી ભાષામાં ગલ્ફ વોર તરીકે ઓળખાય છે, જે યુ.એન. (U.N.) અધિકૃત ચોત્રીસ દેશોની સંયુક્ત સેના દ્વારા ઈરાક વિરુદ્ધ ચલાવવામાં આવ્યું હતું, યુનાઇટેડ સ્ટેટ્સ અને યુનાઇટેડ કિંગ્ડમ દ્વારા તેનું નેતૃત્વ કરવામાં આવ્યું.

આ યુદ્ધને (ઈરાકના ભૂતપૂર્વ પ્રમુખ સદ્દામ હુસૈન દ્વારા) ધ મધર ઓફ ઓલ બેટલ્સ [૧૨] તરીકે પણ ઓળખવામાં આવે છે અને સામાન્ય રીતે ઓપરેશન ડિઝર્ટ સ્ટ્રોમ તરીકે જાણીતું છે, જે તેની જવાબી સૈન્ય કાર્યવાહી માટેનું નામ છે.[૧૩] અથવા તેને પ્રથમ ગલ્ફ વોર અને ઇરાક યુદ્ધ તરીકે પણ ઓળખવામાં આવે છે.[૧૪][૧૫][૧૬]

2, ઓગસ્ટ 1990ના રોજ ઈરાકી સેના દ્વારા કુવૈત પર આક્રમણ કરવામાં આવ્યું હતું, જેની વિશ્વભરમાં નિંદા કરવામાં આવી. અને તાત્કાલિક યુએન (UN) સુરક્ષા પરિષદના સભ્ય દેશો દ્વારા ઈરાક પર આર્થિક પ્રતિબંધો પણ લાદવામાં આવ્યા.

યુ.એસ. (U.S.) પ્રમુખ જ્યોર્જ એચ. ડબલ્યુ બુશે સાઉદી અરબમાં અંદાજે 6 મહિના સુધી અમેરિકી સેના તૈનાત કરી અને અન્ય દેશોને તેમની સેના તેનાત કરવા વિનંતી કરી હતી. દુનિયાના લશ્કરી દેશો ગલ્ફ વોર માટેની સંયુક્ત સેનામાં જોડાયા. આ સંગઠનનની લશ્કરી સેનામાં યુનાઇટેડ સ્ટેટ્સના સૈનિકો બહુમતિ ધરાવતા હતા, સાથે સાઉદી અરેબિયા, યુનાઇટેડ કિંગ્ડમ અને ઈજિપ્તના સૈનિકો પણ તેમાં સામેલ હતા. આ માટે થયેલા યુએસ (US)$60 બિલિયનના ખર્ચમાંથી અંદાજે યુએસ (US)$40 બિલિયનનો ખર્ચ સાઉદી અરેબિયા દ્વારા ભરપાઈ કરવામાં આવ્યો.[૧૭]

કુવૈતમાંથી ઇરાકી સેનાને હાંકી કાઢવા માટે પ્રથમ સંઘર્ષ 16 જાન્યુઆરી, 1991ના રોજ હવાઈ તોપમારા સાથે શરૂ થયો. આ સાથે 23 ફેબ્રુઆરીએ જમીની હુમલો કરવામાં આવ્યો. સંયુક્ત સેના માટે આ નિર્ણાયક જીત હતી કે જેણે કુવૈતને ઈરાકના કબ્જામાંથી મુક્ત કર્યું અને ઈરાકી સીમામાં આગળ વધવામાં મદદ કરી. સંયુક્ત સેનાએ અતિક્રમણનો અંત આણ્યો અને 1૦૦ કલાકનો યુદ્ધ વિરામ જાહેર કર્યો, ત્યારબાદ જમીની હુમલો શરૂ કરવામાં આવ્યો.


હવાઈ અને જમીની હુમલાને કારણે ઈરાક, કુવૈત અને સાઉદી અરેબિયાના સરહદીય વિસ્તારો બંધકની સ્થિતિમાં આવી ગયા હતા. જોકે સાઉદી અરેબિયામાં ઈરાકે સંયુક્ત સેના સામે મિસાઈલ દ્વારા વળતો હુમલો કર્યો.

મૂળ ફેરફાર કરો

શીત યુદ્ધના દરેક તબક્કે ઈરાક સોવિયત સંઘનું મિત્ર રાષ્ટ્ર રહ્યું હતું તેમજ યુનાઇટેડ સ્ટેટ્સ અને તેની વચ્ચેના સંઘર્ષ પાછળ એક ઇતિહાસ હતો. યુ.એસ. ઈઝરાયેલ-પેલેસ્ટાઇન રાજકારણ મુદ્દે ઈરાનની સ્થિતિ અંગે ચિંતીત હતું અને ઇઝરાયેલ તેમજ ઈજિપ્ત વચ્ચે શાંતિનું વાતાવરણ સર્જાય તે તેને કદાપી પસંદ ન નહોતું.

યુનાઇટેડ સ્ટેટ્સને ઈરાક દ્વારા વિવિધ અરબ અને પેલેસ્ટાઇનના આતંકવાદી જૂથોને પ્રોત્સાહન આપવા સામે નારાજગી હતી, આવા જૂથોમાં અબુ નિદાલ કે જે વિકસશીલ યુ.એસ. (U.S.)માં પોતાની તાકાત વધારી રહ્યા હતા અને તે 29 ડિસેમ્બર, 1979ના રોજ આંતરરાષ્ટ્રીય આંતકવાદના પ્રોત્સાહકોની યાદીમાં સામેલ હતા. ઈરાનના અતિક્રમણ બાદ યુ.એસ. (U.S.)એ ઔપચારિક રીતે પોતાનું તટસ્થ વલણ રાખ્યું, જે ઈરાક-ઈરાન યુદ્ધમાં પરિણમ્યું. આમ છતાં તેણે છૂપી રીતે ઈરાકને સાથ આપ્યો. તેમ છતા માર્ચ 1982માં ઈરાને ઓપરેશન અનડિનાઇબલ વિક્ટરી નામે સફળ વળતો હુમલોકર્યો. અને આ સાથે યુનાઇટેડ સ્ટેટ્સએ ઈરાન દ્વારા તાબે થવાના દબાણમાંથી બચાવ કરવા ઈરાકને પોતાનું સમર્થન વધાર્યું.

એક સંધિમાં યુ.એસ. (U.S.)એ ઈરાક સાથે સંપૂર્ણ કુટનૈતિક સંબંધો જાહેર કર્યા, આ સાથે જ યુ.એસ. (U.S.)માં આતંકવાદ પ્રણેતા દેશોની યાદીમાંથી ઈરાકનું નામ દૂર કરવામાં આવ્યું. કહેવામાં આવે છે કે અમેરિકાની શાસનપદ્ધતિમાં આ સુધારાવાદી વલણ અમેરિકાના ભૂતપૂર્વ સંરક્ષણ સચિવ નોએલ કોચના કારણે હતું જેમણે પાછળથી એવું નિવેદન કર્યું હતું કે, “આતંકવાદી પ્રવૃતિઓમાં (ઈરાકીઓના) સામેલ હોવા અંગે કોઈને પણ શંકા નથી.” સાચું કારણ એ હતું કે ઈરાન સામેના યુદ્ધમાં સફળ થવા માટે જ તેમને મદદ કરવામાં આવી હતી.[૧૮]

યુદ્ધમાં ઈરાકને નવી સફળતા મળતાની સાથે ઈરાનના લોકોએ જુલાઈમાં શાંતિ માટેની એક રજૂઆતને ફગાવી દીઘી હતી.. આ તરફ 1982માં ઈરાકમાં હથિયારોના વેપાર એ નોંધપાત્ર સપાટીએ હતો. અવરોધો છતાં અમેરિકા-ઈરાકના સંબંઘો પ્રમાણમાં સારા ચાલી રહ્યા હતા. અબુ નિદાલે બગદાદમાં ઔપચારિક સમર્થન સાથે પોતાની પ્રવૃતિઓ ચાલુ રાખી હતી. 1983માં જ્યારે અમેરિકાની વિનંતીથી ઈરાકના પ્રમુખ સદ્દામ હુસૈને આ જૂથને સિરીયા હાંકી કાઢ્યું, ત્યારે રીએગન વહીવટીતંત્રએ સબંધો સારા થાય તે માટે દૂત તરીકે ડોનાલ્ડ રુમ્સફેલ્ડને પ્રમુખ સદ્દામ હુસૈનને મળવા મોકલ્યા હતા.

કુવૈત સાથે ઘર્ષણ ફેરફાર કરો

1988માં ઈરાન દ્વારા યુદ્ધ વિરામ સંધિ કરવામાં આવી., જોકે અત્યાર સુધી ઈરાક દેખીતી રીતે દેવાળીયું થઈ ચૂક્યુ હતું. તેનું મોટાભાગનું દેવું સાઉદી અરેબિયા અને કુવૈત પર હતું. ઈરાકે બંને દેશોને આ દેવું ભૂલી જવા દબાણ કર્યું, જોકે બંને દેશોએ તે નકારી દીધું. ઈરાકે કુવૈત પર પોતાના ઓપેક (OPEC) હિસ્સો વટાવી જવોનો આરોપ પણ મૂક્યો. અને તેલની કિમંતમાં ઘટાડોને દોરી ગયું. આ પછી પણ ઈરાકના અર્થતંત્રને મોટો ફટકો પડ્યો.

તેલની કિંમતોમાં થયેલા ઘટાડાએ ઈરાકના અર્થતંત્રમાં ઉત્પાત સર્જી દીધો. ઈરાકની સરકારે આ પરિસ્થિતિને આર્થિક યુદ્ધ તરીકે દર્શાવી, આ માટે ઈરાકના સરહદીય વિસ્તાર રુમાલિયા તેલ ક્ષેત્રમાં કુવૈતના ગેરકાયદેસરના ખોદકામને જવાબદાર ઠેરવવામાં આવ્યું.[૧૯]

કુવૈતનો નકશો

ઈરાક-કુવૈત વિવાદમાં કુવૈત ઈરાકનો હિસ્સો હોવાનો ઈરાકનો દાવો પણ સામેલ હતો. 1932માં યુનાઇટેડ કિંગડમથી સ્વતંત્રતા મેળવ્યા બાદ તુરત જ ઈરાકી સરકારે જાહેર કર્યું કે કુવૈત એ વાસ્તવિક રીતે તો ઈરાકનો જ એક ભાગ હતો. તે સદીઓથી, પ્રથમ વિશ્વ યુદ્ધ બાદ બ્રિટિશ હકુમત દ્વારા કુવૈતની રચના ન થઈ ત્યાં સુધી, ઈરાકનો જ એક હિસ્સો હતો અને આથી કહેવાયું કે કુવૈત એ બ્રિટિશ સામ્રાજ્યવાદની શોધ હતી.[૨૦] ઈરાકે દાવો કર્યો કે કુવૈત ઓત્તોમાન સલ્તનતના બસરાનો પ્રદેશ હતો. તેના પર અલ-સબાહ રાજવંશ પરિવારનું સાશન હતું. બ્રિટન વિદેશ વિભાગ પ્રત્યેની પોતાની જવાબદારી દર્શાવવા તેમણે 1899માં રક્ષિત રાજ્ય સંધિ કરી હતી. બ્રિટને બે દેશો વચ્ચે એક સરહદ ખેંચી આપી અને ઈરાદાપૂર્વક ઈરાકના ખાડી પ્રદેશમાં વધી રહેલા વિસ્તારને અટકાવવાનો પ્રયાસ કર્યો, જેથી કરીને ભવિષ્યમાં ઈરાકની સરકાર પર્સિયન ખાડી વિસ્તારમાં બ્રિટનના પ્રભુત્વ પર કોઈ અસર સર્જી શકે તેવી પરિસ્થિતિમાં ન રહે. ઈરાકે આ સરહદ સ્વીકારવાનો ઈનકાર કરી દીધો અને 1963 સુધી કુવૈત સરકારને માન્યતા ન આપી.[૨૧]

જુલાઇની શરૂઆતમાં ઈરાકે કુવૈતના વ્યવહાર અંગે ફરિયાદ કરી, જેવી કે તે તેમના પ્રમાણને માન્ય નથી રાખતું અને ખુલ્લી રીતે લશ્કરી પગલા લેવાની ધમકીઓ આપે છે. 23મી તારીખે સીઆઈએ (CIA)એ નોંધ્યું કે ઈરાકે 30,000 જવાનો ઈરાક-કુવૈત સરહદ તરફ ખસેડ્યા હતા અને પર્સિયન ખાડીમાં તૈનાત યુ.એસ. નૌકાસેના દળને અલર્ટ રહેવાનું જણાવવામાં આવ્યું. 25મીના રોજ સદ્દામ હુસૈને અમેરિકન દૂત એપ્રિલ ગ્લાસ્પેઇ સાથે બગદાદમાં મુલાકાત કરી હતી. તે મુલાકાત સંદર્ભેની ઈરાકી નકલ પ્રમાણે ગ્લાસ્પેઇએ ઈરાકી પ્રતિનિધિ મંડળને કહ્યું કે “અરબ-અરબ વિવાદ વિશે અમારો કોઈ અભિપ્રાય નથી.” 31મી ના રોજ, ઈરાક અને કુવૈત વચ્ચેની વાર્તા હિસાંત્મક રીતે ભાંગી પડી હતી.[૨૨]

કુવૈતનું અતિક્રમણ ફેરફાર કરો

કુવૈત સેનાની મુખ્ય લડાઈ ટેંકો એમ-84(M-84).
કુવૈત હવાઈ સેનાના એ-4કેયુ(A-4KU) સ્કાયહાવક્સ

2 ઓગસ્ટ 1990ના રોજ ઈરાકે કુવૈતની રાજધાની ગણાતા કુવૈત શહેર પર બોમ્બમારા દ્વારા આક્રમણની શરૂઆત કરી. ઈરાકી સાબેર ઉત્સવને કારણે કુવૈતે પોતાનું લશ્કર અલર્ટ પર રાખ્યું ન હતું અને તેઓ ઊંઘતા ઝડપાયા. ઈરાકી જવાનો પહેલા ધીરે ધીરે કુવૈતની સરહદમાં દાખલ થયા અને મોટા જૂથોમાં એકત્ર થયા, જેમણે મધ્યરાત્રી દરમિયાન હુમલોઓ કરવાનું શરૂ કર્યું. ઈરાકી હુમલાના બે મોટા પાસાં હતા, જેમાં પ્રથમ હુમલામાં લશ્કર દક્ષિણમાં સીધે સીધુ કુવૈત શહેર તરફ ગયુ અને મુખ્ય હાઈવે બંધ કર્યો, અને અન્ય મદદરૂપ હુમલો પશ્ચિમ કુવૈતના વિસ્તારો પર કરવામાં આવ્યો, પરંતુ બાદમાં સેના પરત ફરી પૂર્વ સુધી પહોંચી, અને રાજધાની શહેરને દેશના દક્ષિણ વિસ્તારથી છૂટું પાડી દીધું. કુવૈતના સેના પ્રમુખ સાથે 35મી બખ્તર બ્રિગેડને ઈરાકી હુમલા વિરુદ્ધ તૈનાત કરવામાં આવી અને તેઓ પશ્ચિમ કુવૈત શહેરના અલ ઝારા (જુઓ ધ બેટલ ઓફ બ્રિજીસ) નજીક મજબૂત બચાવ કરવામાં સક્ષમ રહ્યા.[૨૩] કુવૈત હવાઈસેનાના વિમાનોએ ઉતાવળે જઈ લશ્કર પર હુમલો કર્યો, પરંતુ ત્યાં સુધીમાં કુવૈત શહેરનો અંદાજે 20 ટકા જેટલો ભાગ પચાવી લેવાયો હતો. ઈરાકી હેલિકોપ્ટર સાથેના હવાઈ સંઘર્ષમાં હવાઈસેનાએ કુવૈત આખા પર લડાઈ કરી, જેને પરિણામે ઈરાકી સેનાના મહત્વના ભાગને મોટાપાયે નુકસાન પહોચ્યું હતું. આ તરફ ઈરાકની જમીનની સેના વિરુદ્ધની લડાઈ વિશેની ખૂબ થોડી વાતો જ વહેતી થઈ હતી.[૨૪] કુવૈત પરનો સૌથી મોટો ફટકો કમાન્ડો દ્વારા કરવામાં આવેલો હુમલો હતો જે દરમિયાન તેમણે હેલિકોપ્ટર અને બોટ વાટે શહેર પર હુમલો કર્યો, જ્યારે અન્ય ટુકડીઓએ હવાઇ અડ્ડાઓ અને બે એરબેસ પર કબ્જો જમાવ્યો હતો. ઈરાકના જવાનોએ દસમન પેલેસ, અમિર કુવૈતના શાહી વસવાટ, જાબેર અલ-અહેમદ અલ-સબાહ પર આકસ્મિક હુમલો કર્યો, જેનો અમિરી સુરક્ષા જવાનો દ્વારા એમ84 (M84) ટેન્ક દ્વારા બચાવ કરવામાં આવ્યો હતો.

આ પ્રક્રિયામાં ઈરાકીઓએ કુવૈતના અમિરના સૌથી મોટા ભાઈ શેખ ફહાદ અલ-અહેમદ અલ-જાબેર અલ-સબાહને મોતને ઘાટ ઉતાર્યા હતા. બે દિવસની ઈરાદાપૂર્વકની લડાઈ બાદ મોટા ભાગની કુવૈતી સેના કા તો ઈરાકી રિપબ્લીકન ગાર્ડ દ્વારા હાંકી કાઢવામાં આવી હતી અથવા તો તેઓ પડોશના સાઉદી અરેબિયામાં નાસી ચૂક્યા હતા. ત્યારબાદ અમિર અને મહત્વના મંત્રીઓ બહાર નીકળવામાં સમર્થ રહ્યા અને સાઉદી અરેબિયામાં આશરો લેવા દક્ષિણ નજીકના હાઈવે પર આગળ આવ્યા. ઈરાકની જમીની સેનાએ કુવૈત શહેર પર પોતાનું નિયંત્રણ મેળવ્યું, ત્યારબાદ દક્ષિણ તરફ આગળ વધી સાઉદી અરેબિયાના સરહદીય વિસ્તારો નજીક ફરી ગોઠવાઈ ગઈ. ઈરાકની આ નિર્ણાયક જીત બાદ સદ્દામ હુસૈન તેમના પિતરાઈ અલી હાસન અલ-માજિદ(કેમિકલ અલી)ને કુવૈતના રાજ્યપાલ તરીકે નિમ્યા.[૨૫]

ચિત્ર:Stuartlockwood.jpg
સદ્દામ હુસૈન દ્વારા કેટલાય પશ્ચિમિ લોકોની અટકાયત કરવામાં આવી, સાથે આ વિડિયો ફૂટેજ પ્રાદેશિક ટેલિવિઝન પર દર્શાવવામાં આવ્યા.

23 ઓગસ્ટ 1990ના રોજ પ્રમુખ સદ્દામ હુસૈન પશ્ચિમિ બંધકો સાથે રજ્ય ટેલિવિઝન પર નજરે પડ્યા જેમાં તેમણે તેમને વિઝા આપવાનો ઈનકાર કરી દીધો હતો. આ વીડીયોમાં તેઓ એક નાના બ્રિટિશ બાળક સ્ટુઅર્ટને પાછળથી થબડાવી રહ્યા હતા. ત્યારબાદ સદ્દામે તેમના દુભાષિયા સુદોઉન અલ-ઝબાયદીને પૂછ્યું કે સ્ટુઅર્ટને તેનું દૂધ મળ્યુ છે કે નહીં. સદ્દામ કહેતા ગયા કે "અમને આશા છે કે મહેમાન તરીકેની તમારી હાજરી લાંબા સમય માટે નહીં હોય. અહીં તેમજ અન્ય સ્થળોએ તમારી હાજરીનો મતલબ છે યુદ્ધની સજામાંથી તમારો બચાવ થયો છે."[૨૬]

આક્રમણ પહેલાની રાજકીય મુત્સદ્દી ફેરફાર કરો

સંયુક્ત રાષ્ટ્ર (UN)નો પ્રસ્તાવ ફેરફાર કરો

આક્રમણના ગણતરીના કલાકોમાં કુવૈત અને અમેરિકાના પ્રતિનિધિ મંડળ દ્વારા સંયુક્ત રાષ્ટ્રોની સુરક્ષા પરિષદની બેઠક બોલાવાની માંગ થઈ. પરિષદ દ્વારા ઠરાવ ક્રમાંક 660 પસાર કરવામાં આવ્યો. ઠરાવમાં ઈરાકના આક્રમણને વખોડવામાં આવ્યું અને ઈરાકના સૈન્યને હટાવવાની માગ થઈ. 3 ઓગસ્ટના આરબ રાષ્ટ્રસમૂહ દ્વારા ઠરાવ પસાર કરવામાં આવ્યો. જેમાં એવું આહ્વાન કરવામાં આવ્યુ હતું કે, આરબ રાષ્ટ્રસમૂહના માધ્યમથી સંઘર્ષનો ઉકેલ કરવો. વધુમાં બહારની (રાષ્ટ્રો દ્વારા) દરમિયાનગીરી સામે પણ ચેતવણી આપવામાં આવી હતી.. 6 ઓગસ્ટે સંયુક્ત રાષ્ટ્રનો ઠરાવ ક્રમાંક 661 અંતર્ગત ઈરાક પર આર્થિક પ્રતિબંધો લાદવામાં આવ્યા.

ટૂંક સમયમાં, સંયુક્ત રાષ્ટ્રોની સુરક્ષા પરિષદ દ્વારા ઠરાવ ક્રમાંક 665 પસાર થયો, જેમાં ઈરાક ઉપર આર્થિક નિયંત્રણો લાદવા માટે દરિયાઈ નાકાબંધીને મંજૂરી આપવામાં આવી. ઠરાવમાં એવું નોંધવામાં આવ્યું હતું કે, ઠરાવ ક્રમાંક 661ના ચુસ્ત પાલન કરવા માટે, "જરૂર પ્રમાણે ચોક્કસ સંજોગોમાં સપ્રમાણમાં પગલાં ઉઠાવવાં...જહાજો તથા તેના નિર્ધારિત મુકામ અંગે ચકાસણી કરવા માટે આવતાં-જતાં દરિયાઈ વ્યવહારને અટકાવવો."[૨૭]

સેના પરત ખેંચવાના ઈરાકના પ્રસ્તાવ ફેરફાર કરો

પ્રમુખ બુશે 1990માં થેંક્સાગિવીંડ ડે પર સાઉદી અરેબિયામાં અમેરિકન સૈનિકોની મુલાકાત લીધી.

12 ઓગસ્ટ, 1990 ના દિવસે સદ્દામ હુસૈનએ સમાધાન માટે પ્રસ્તાવ રજૂ કર્યો. જેમાં ગેરકાયદેસર રીતે અધિગૃહિત કરવામાં આવેલી આરબ ભૂમિ અને કુવૈતમાંથી ઈરાકી સેનાને ખસેડવાને સાંકળવાનો પ્રસ્તાવ હતો.[૨૮] સિરિયા લેબનોનમાથી હટી જાય તથા વર્ષ 1967માં ઈઝરાયેલ દ્વારા મેળવવામાં આવેલી જમીનનો સમાવેશ થતો હતો.[૨૯]23 ઓગસ્ટ 1990 ના દિવસે અમેરિકા (U.S.) ના ઉચ્ચ અધિકારીઓએ ઈરાકનો વધુ એક પ્રસ્તાવ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર બ્રેન્ટ સ્ક્વોરોફ્ટને સુપ્રત કર્યો હતો. જેની પુષ્ટિ તેને પહોંચાડનારા જાસૂસ દ્વારા કરવામા આવી હતી.29 ઓગસ્ટ, 1990ના દિવસે કૂન્ત રૉયસના લેખ દ્વારા પ્રસ્તાવ જનતા સમક્ષ આવ્યો હતો. જેને ન્યૂયોર્કના પરાવિસ્તારના અખબાર ન્યૂઝડે દ્વરા પ્રકાશિત કરવામાં આવ્યો હતો.[૩૦] આ પ્રક્રિયામાં સામેલ સૂત્રો અને દસ્તાવેજો પ્રમાણે, ઈરાકે કુવૈતમાંથી ખસી જવાની અને વિદેશીઓને છોડવાના બદલામાં પ્રતિબંધોને ઉઠાવી લેવાની, પર્સિયન ખાડીમાં પ્રવેશવાની ખાતરી અને રૂમાયલ્લાહ તેલભંડાર પર પૂર્ણ નિયંત્રણની માગ કરી હતી. રૂમાયલ્લાહ તેલભંડાર, "જે ઈરાકથી થોડો કુવૈતની સીમામાં આવેલો હતો." (રૉયસ), આ તેલભંડાર વિવાદાસ્પદ સરહદથી લગભગ બે માઈલ આગળ હતો.[૩૧]

રૉયસ્ દ્વારા ટાંકવામાં આવેલા પ્રસ્તાવની અન્ય શરતો પ્રમાણે, ઈરાક અને યુ.એસ. (U.S.) એક તેલ કરાર પર વાટાઘાટો કરે, " જે બંને દેશોને સમાધાનકારક રાષ્ટ્રીય સુરક્ષા હિતોને અનુરૂપ," "અખાત વિસ્તારની સ્થિરતા માટે સંયુક્ત રીતે કામ કરવું," અને "ઈરાકની આર્થિક તથા નાણાંકીય સમસ્યાઓને દૂર કરવા માટે" સંયુક્ત રૂપરેખા ઘડવી.[૩૨] પ્રસ્તાવમાં યુ.એસ. (U.S.) એ સાઉદી અરેબિયામાંથી ખસી જવું, કે અન્ય પૂર્વશરતોનો કોઈ ઉલ્લેખ ન હતો. બુશના વહિવટીતંત્રમાં મધ્યપૂર્વીય બાબતોના નિષ્ણાત અધિકારીએ આ પ્રસ્તાવને "ગંભીર" અને "વાટાઘાટ માટે યોગ્ય" ઠેરવ્યો હતો.[૩૩] (જુઓ નોંધ ક્રમાંક 88) સંગ્રહિત ૨૦૧૧-૦૧-૦૧ ના રોજ વેબેક મશિન[૩૪][૩૫][૩૬]

વર્ષ 1990ના ડિસેમ્બર માસના અંત ભાગમા, ઈરાક દ્વારા વધુ એક પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો, જેની જાહેરાત અમેરિકા (U.S.) ના અધિકારીઓ દ્વારા 2 જાન્યુઆરી, 1991ના દિવસે કરવામાં આવી હતી. પ્રસ્તાવ મુજબ "અમેરિકા દ્વારા ખાતરી આપવામાં આવે કે કુવૈતમાંથી સેના હટાવી લીધા બાદ ઈરાક ઉપર હુમલો કરવામાં નહીં આવે, પેલેસ્ટાઈનની સમસ્યા પર કરાર કરવામાં આવે અને આ વિસ્તારમાં સામૂહિક વિનાશના હથિયારો પર પ્રતિબંધ મૂકવામાં આવે."[૩૭] અધિકારીઓએ આ પ્રસ્તાવને "રસપ્રદ," ઠેરવ્યો કારણકે તેમાં સીમાને લગતા મુદ્દા પડતા મૂકવામાં આવ્યા હતા અને "વાટાઘાટો દ્વારા સમાધાન લાવવામાં ઈરાકના સંકેત" સમાન હતું.[૩૮] અમેરિકાના વહિવટી તંત્રના મધ્યપૂર્વીય બાબતોના નિષ્ણાતએ આ પ્રસ્તાવને "વાટાઘાટો પૂર્વેની ગંભીર સ્થિતિ" તરીકે વર્ણવ્યો હતો.[૩૯]

જોકે, 3જી જાન્યુઆરી, 1991 ના, ધ ન્યૂયોર્ક ટાઇમ્સમાં પ્રકાશિત અહેવાલ પ્રમાણે, પી.એલ.ઓ. (P.L.O.)ના નેતા યાસર અરાફાતે સદ્દામ હુસૈન સાથે મસલતો કર્યા બાદ એવા અણસાર આપ્યા હતા કે, બંને માંથી કોઈએ "એવો આગ્રહ નથી કર્યો કે, કુવૈતમાંથી ઈરાકની સેના હટે, તે પહેલાં પેલેસ્ટાઈનની સમસ્યાનો ઉકેલ લાવવામાં આવે." અરાફાતના કહેવા પ્રમાણે, "12 ઓગસ્ટના, હુસૈનના નિવેદનમાં, ઈરાકની સેનાને પાછી ખેંચવા માટે ગાઝા પટ્ટી અને પશ્ચિમી તટમાંથી ઈઝરાયેલના ખસી જવાની વાટાઘાટ માટેની અગાઉની શરત ત્યજી દેવામાં આવી છે". આ માટે જરૂરી છે કે, "સુરક્ષા પરિષદના પાંચ કાયમી સભ્યો દ્વારા મજબૂત કડીની ખાતરી આપવામાં આવે. તેઓ ખાડીની સમસ્યાને ઉકેલશે, મધ્ય પૂર્વમાં અને ખાસ કરીને પેલેસ્ટાઈનની સમસ્યા".[૪૦]


ન્યૂયોર્ક ટાઈમ્સના થૉમસ ફ્રિડમેનના મતે, "વાટાઘાટો માટેનો માર્ગ ખોલવા માટેના ઈરાકના પ્રસ્તાવને તત્કાલ નકારવાની પ્રક્રિયા "ધીમે-ધીમે" થઈ કારણ કે, ઈરાક દ્વારા (કુવૈતમાંથી) સેના હટાવવા માટેની શરતોની વાટાઘાટોમાં સામેલ થવું જોઈએ કે નહીં તે અંગે અમેરિકા દુવિધામાં હતું. કારણ કે, તણાવને દૂર કરવા માટે તથા કુવૈતમાંથી સેના પાછી ખેંચી લેવાના બદલામાં, ઈરાકના રાષ્ટ્રપતિ સદ્દામ હુસૈનને થોડો લાભ આપવાથી અમેરિકાના આરબ સહયોગી રાષ્ટ્રો સંભવતઃ દબાણ અનુભવે.કુવૈતમાંથી અતિક્રમણ પાછું ખેંચવામાં આવ્યું અને સંઘર્ષનો તણાવ ઓછો થયો.[૪૧]

યુએન (UN) મુત્સદ્દીગીરી ફેરફાર કરો

તા. 14 જાન્યુઆરી, 1991 ના ફ્રાન્સ દ્વારા પ્રસ્તાવ મૂકવામાં આવ્યો કે, સંયુક્ત રાષ્ટ્રો (U.N) ની સુરક્ષા પરિષદ કુવૈતમાંથી "ઝડપી અને જંગી ધોરણે સેના હટાવવાના" પક્ષમાં છે. ઈરાકના નિવેદનના અનુસંધાને જણાવવામાં આવ્યું હતું કે, સુરક્ષા પરિષદના સભ્યો દ્વારા આરબ જગતમાં પ્રવર્તમાન અન્ય સમસ્યાઓના સમાધાન માટે પરિષદના સભ્યો દ્વારા "સક્રિય પ્રદાન" આપવામાં આવશે, ખાસ કરીને આરબ-ઈઝરાયેલ સંઘર્ષ અને ખાસ કરીને પેલેસ્ટાઈનની સમસ્યાના ઉકેલ માટે યોગ્ય સમયે આંતરરાષ્ટ્રીય પરિસંવાદ યોજવામાં આવશે, જેથી "જગતના આ વિસ્તારની સુરક્ષા, સ્થિરતા અને વિકાસની" ખાતરી થઈ શકે. ફ્રાન્સના આ પ્રસ્તાવનું બેલ્જીયમ (જે એ સમયે સુરક્ષા પરિષદનું અસ્થાયી સભ્ય હતું.) અને જર્મની, સ્પેન, ઈટાલી, અલ્જેરિયા, મોરક્કો, ટ્યુનેશિયા તથા અન્ય બિન-જોડાણવાદી દેશો દ્વારા સમર્થન કરવામાં આવ્યું હતું યુ.એસ. (U.S.) અને બ્રિટન દ્વારા (આ સાથે સોવિયેત સંઘ દ્વારા, અપ્રસ્તુત રીતે) તેને નકારવામાં આવ્યો. સંયુક્ત રાષ્ટ્ર (U.N.) ખાતે અમેરિકાના પ્રતિનિધિ થૉમસ પિકરિંગએ એવું કહ્યું હતું કે, ફ્રાન્સનો પ્રસ્તાવ અસ્વિકાર્ય હતો. કારણકે, તેઈરાકના આક્રમણના અનુસંધાને સંયુક્ત રાષ્ટ્રો (U.N.) નીસુરક્ષા પરિષદ દ્વારા કરવામાં આવેલા ઠરાવોની સિમાને પાર કરતો હતો.[૪૨][૪૩][૪૪]

ઓપરેશન ડિઝર્ટ શીલ્ડ ફેરફાર કરો

ઓપરેશન ડિઝર્ટ શીલ્ડ દરમિયાન એફ-15ઈનો (F-15E)ઉપયોગ થયો હતો.

સાઉદી અરેબિયા માટે ઈરાક મોટા ખતરા સમાન હતું, જે પશ્ચિમી દેશોની મુખ્ય ચિંતામાંની એક હતી. કુવૈત પર વિજયના પગલે, ઈરાકી સેના સહેલાઈથી સાઉદી અરેબિયાના તેલભંડારો પર હુમલો કરી શકે તેમ હતી. કુવૈત અને ઈરાકના તેલભંડારો ઉપરાંત સાઉદી અરેબિયાના તેલભંડારો પર કાબૂ થઈ જાય તો હુસૈનના હાથમાં વિશ્વના મોટાભાગના તેલભંડારનો કાબુ આવી જાય. સાઉદી અરેબિયા માટે ઈરાકને અનેક તકરારો હતી. ઈરાન સાથેના યુદ્ધ સમયે સાઉદી અરેબિયાએ ઈરાકને 26 અબજ ડૉલર આપ્યાં હતા. સાઉદી દ્વારા ઈરાકને ટેકો આપવામાં આવ્યો હતો, કારણકે, સાઉદીને ભીતિ હતી કે, તેનો લઘુમતિ શિયા સમુદાય, શિયા ઈરાનની ઈસ્લામિક ક્રાંતિની અસર હેઠળ આવી શકે છે. (સાઉદીના મોટાભાગના તેલભંડારો શિયા સમુદાયની બહુમતિવાળા વિસ્તારોમાં આવેલા છે.) યુદ્ધ પછી, સદ્દામને લાગ્યું હતું કે, તેણે લોન ચૂક્તે કરવાની જરૂર નથી, કારણ કે, ઈરાનને અટકાવીને તેણે સાઉદીની મદદ કરી હતી.

કુવૈત પરના આક્રમણ પછી, હુસૈને સાઉદી હકૂમત પર શાબ્દિક પ્રહારો શરૂ કરી દીધા હતા. એવી દલીલ કરી હતી કે, અમેરિકા (U.S.)નું સમર્થન પ્રાપ્ત સાઉદી રાષ્ટ્ર, મક્કા અને મદિના જેવા પવિત્ર શહેરોનું નિરર્થક અને ગેરકાયદેસરનું માલિક બની ગયું છે. સદ્દામની ભાષામાં, તાજેતરમાં અફઘાનિસ્તાનમાં લડનારા ઈસ્લામી જૂથો અને ઈરાનની છાંટ હતી. જે લાંબા સમયથી સાઉદી પર શાબ્દિક પ્રહારો કરતું હતું.[૪૫]

કાર્ટર સિદ્ધાંત પર આધારિત નીતિ પર કામ કરતા, અને સાઉદી અરેબિયા ઉપર ઈરાકી સેના આક્રમણ કરી શકે છે, તેવી ભીતિથી, અમેરિકાના (U.S.) રાષ્ટ્રપતિ જ્યોર્જ.એચ. ડબલ્યુ બુશે તાત્કાલિક જાહેરાત કરી હતી કે, અમેરિકા (U.S.) ઈરાક દ્વારા સાઉદી અરેબિયા પર આક્રમણ કરવામાં ન આવે તે હેતુથી "પૂર્ણપણે સંરક્ષાત્મક" અભિયાન હાથ ધરશે. જેને ઓપરેશન ડિઝર્ટ શીલ્ડ એવું ગુપ્ત નામ આપવામાં આવ્યું હતું. તા. 7 ઓગસ્ટ 1990ના ઓપરેશન ડિઝર્ટ શીલ્ડ શરૂ થયું. યુ.એસ. (U.S.) દ્વારા સાઉદી અરેબિયા ખાતે સેના મોકલવામાં આવી. આ પહેલા સાઉદી અરેબિયાના રાજા ફહાદએ પણ યુ.એસ. (U.S.)ની લશ્કરી સહાયની માગ કરી હતી.[૪૬] તા. 8 ઓગસ્ટના દિવસે, "પૂર્ણપણે સંરક્ષણાત્મક" સિદ્ધાંતનો તાત્કાલિક ત્યાગ કરવામાં આવ્યો, ઈરાકે કુવૈતને ઈરાકના 19મા પ્રાંત તરીકે ઘોષિત કર્યો અને સદ્દામ હુસૈને તેના પિત્રાઈ અલી હસન અલગ-મજીતને ત્યાંનો લશ્કરી-શાસક જાહેર કર્યો.[૪૭]

અમેરિકાના નૌકાદળ દ્વારા બે નૌકાકાફલા, વિમાનવાહક જહાજો યુએસએસ(USS) ડ્વાઇટ ડી. આઇઝેનહોવર , યુએસએસ ઈન્ડિપેન્ડન્સ અને તેમની રક્ષા માટે અન્ય જહાજોને, આ વિસ્તાર તરફ રવાના કરવામાં આવ્યા. તેઓ 8 ઓગસ્ટ સુધીમાં તૈયાર થઈ ગયા હતા. વર્જિનિયાના લેંગ્લી વાયુદળ મથક પરથી, યુ.એસ. (U.S.)ના વાયુદળની પહેલી લડાઈ પાંખના 48, એફ-15(F-15)વિમાનો, સાઉદી અરેબિયા ખાતે ઉતર્યા. આ વિમાનોએ તાત્કાલિક અસરથી સાઉદી-કુવૈત-ઈરાકના સરહદી વિસ્તારો પર સતત હવાઈ નિરીક્ષણ શરૂ કરી દીધું. જેથી આ વિસ્તારમાં ઈરાકના લશ્કરની આગેકૂચને અટકાવી શકાય. યુ.એસ. (U.S) દ્વારા યુએસએસ (USS) મિઝોરી અને યુએસએસ (USS) વિસ્કોનસર જેવા યુદ્ધ જહાજોને પણ આ વિસ્તારમાં મોકલવામાં આવ્યા. આ રીતે લશ્કરની સંખ્યા વધતી ગઈ, જે એક સમયે 5,43,000 સૈનિકો સુધી પહોંચી ગઈ. જે વર્ષ 2003માં ઈરાક પર કરવામાં આવેલા આક્રમણ કરતાં બમણી સંખ્યા હતી. મોટાભાગનો સામાન હવાઈ માર્ગે અથવા તો ઝડપી જહાજો દ્વારા આ વિસ્તારમાં લાવવામાં આવ્યો હતો.

જોડાણની રચના ફેરફાર કરો

સદ્દામ હુસૈનના ઇરાક દ્વારા કુવૈત પર આક્રમણના સંદર્ભમાં એક શ્રેણીના સંયુક્ત રાષ્ટ્રો (UN)ના સુરક્ષા પરિષદના ઠરાવો અને આરબ રાષ્ટ્રસમૂહના સંખ્યાબંધ ઠરાવો પસાર કરવામાં આવ્યા હતા. 29 નવેમ્બર 1990ના દિવસે પસાર કરવામાં આવેલો ઠરાવ ક્રમાંક 678 મહત્વપૂર્ણ હતો. જેમાં તા. 15 જાન્યુઆરી 1991 સુધીમાં ઈરાકને સેના હટાવી લેવાની મહેતલ આપવામાં આવી હતી. જો ઈરાક દ્વારા તેનું પાલન કરવામાં ન આવે તો , "ઠરાવ ક્રમાંક 660ના પાલન માટે જરૂરી તમામ વિકલ્પો" અપનાવવાની સત્તા આપવામાં આવી હતી. જેમાં સૈન્ય વિકલ્પનો પણ સમાવેશ થાય છે.[૪૮]

એચ. નોર્મન સ્કેવાર્ઝકોપ્ફ, જુનિયર અને પ્રમુખ જ્યોર્જ એચ. ડબલ્યુ બુશે 1990માં થેંક્સગિવીંગ ડે પર અમેરિકન(U.S.) સૈનિકોની મુલાકાત લીધી.

અમેરિકાએ, ઈરકાના હુમલાનો વિરોધ કરવા માટે સંયુક્ત સેના દળોને એકઠાં કર્યા. જેમાં 34 રાષ્ટ્રના સૈન્યનો સમાવેશ થતો હતો: આર્જેન્ટિના, ઓસ્ટ્રેલિયા, બેહરિન, બાંગ્લાદેશ, બેલ્જિયમ,કેનેડા, ડેનમાર્ક, ઈજિપ્ત, ફ્રાન્સ, ગ્રીસ, ઈટાલી, કુવૈત, મોરક્કો, નેધરલેન્ડ, ન્યૂઝીલેન્ડ, નાઈજર, નોર્વે, ઓમાન, પાકિસ્તાન, પોર્ટુગલ, કતાર, દક્ષિણ કોરિયા, સાઉદી અરેબિયા, સેનેગલ, સિએરા લિઓન, સિંગાપુર, સ્પેન, સિરિયા, યુનાઈટેડ આરબ અમિરાત, યુનાઇટેડ કિંગ્ડમ અને ખુદ યુનાઇટેડ સ્ટેટ્સ.[૪૯]

જાપાન અને જર્મનીએ સૈન્ય મોકલ્યું ન હતું,આમ છતાં, જાપાન એ કુલ $10 બિલિયનની અને જર્મનીએ કુલ $6.6 બિલિયનની સહાયતા કરી હતી. ઈરાકમાં રહેલા 9,56,600 સંયુક્ત સેનાના જવાનોમાંથી 73% સૈનિકો યુ.એસ.(U.S.)ના હતા.

સંયુક્ત સેનામાં જોડાવા માટે અનેક રાષ્ટ્રો રાજી ન હતા. કેટલાંક [રાષ્ટ્રો] માનતા હતા કે, આ યુદ્ધ આરબ લોકોની આંતરિક બાબત છે અથવા તો તેનાથી મધ્ય-પૂર્વમાં યુ.એસ. (U.S.)ની દખલ વધશે. જોકે, અંતે, ઈરાકની અન્ય રાષ્ટ્રો તરફની યુદ્ધરૂઢતા, આર્થિક સહાય કે દેવા માફી જેવા પ્રસ્તાવો, અને સહાય રોકવાની ચિમકી દ્વારા અનેક રાષ્ટ્રોને મનાવી લેવામાં આવ્યા હતા.[૫૦]

દરમિયાનગીરી માટે અભિયાન અને કારણો ફેરફાર કરો

કુવૈતના અતિક્રમણને કેવી રીતે ઉકેલવું એ સંદર્ભે ચર્ચા કરવા ચેનેય સાઉદી અરેબિયાના સંરક્ષણ અને ઉડ્ડયન પ્રધાન પ્રિન્સ સુલ્તાનને મળ્યા.

આ સંઘર્ષમાં સામેલ થવા માટે યુનાઇટેડ સ્ટેટ્સ અને સંયુક્ત રાષ્ટ્રો દ્વારા સાર્વજનિકપણે અનેક કારણો આપવામાં આવ્યા હતા, જેમાં સૌથી મોટું કારણ ઈરાક દ્વારા કુવૈતની અખંડિતાનો ભંગ મુખ્ય હતું. વધુમાં, અમેરિકા મિત્ર રાષ્ટ્ર સાઉદી અરેબિયા માટે સક્રિય બન્યું, આ વિસ્તારમાં તેના પ્રભુત્વ અને તેલ પૂરું પાડતું મહત્વનું રાષ્ટ્ર હતું, જેથી તેનું ભૌગોલિક રાજનૈતિક મહત્વ વધી ગયું હતું. ઈરાકના આક્રમણના ટૂંક સમયમાં, રક્ષા સચિવ ડિક ચેન્નીએ સાઉદી અરેબિયાની પ્રથમ મુલાકાત લીધી હતી. આગળ જતા તેમણે સાઉદી અરેબિયાની અનેક મુલાકાતો લીધી. આ મુલાકાત દરમિયાન સાઉદી અરેબિયાના રાજા ફહાદે યુએસ (US)ની લશ્કરી સહાયની માગ કરી. તા. 11 સપ્ટેમ્બર 1990ના યુ.એસ. (U.S.) ની કોંગ્રેસના વિશેષ સંયુક્ત સત્રમાં યુ.એસ. (U.S.)ના રાષ્ટ્રપતિ જ્યોર્જ એચ.ડબલ્યુ. બુશે આ ટિપ્પણી સાથે કારણોની ચર્ચા પૂરી કરી હતી: "ત્રણ દિવસમાં, 1,20,000 ઈરાકી સૈનિકો 850 ટેન્કો સાથે કુવૈત પર ધસી ગયા અને સાઉદી અરેબિયાને ડરાવવાના હેતુસર દક્ષિણમાં ધસી ગયા .ત્યારે મેં આ આક્રમણને અટકાવવાનો નિર્ણય લીધો ."[૫૧]

1991ના ગલ્ફ વોર વિશે સચિવ ડિક ચેનેયએ સંવાદદાતાઓને સંબોધન કર્યું, જે જનરલ. સ્કેવાર્ઝકોપ્ફ, જનરલ. કોલિન પોલેલ(લેફ્ટ), અને પોલ વોલ્ફોવિટ્ઝ(રાઇટ) એ સાંભળ્યું.

આ માહિતીની સત્યતા માટે, પેન્ટાગોન દ્વારા એવો દાવો કરવામાં આવ્યો હતો કે, ઈરાકના દળો સરહદ પર એકઠાં થઈ રહ્યાં હોવાની સેટેલાઈટ તસવીરો છે, જોકે, પાછળથી તે નક્લી હોવાનું બહાર આવ્યું હતું એ સમયે વ્યવસાયિક ઉપગ્રહ દ્વારા લેવામાં આવેલી કેટલીક તસવીરો સેન્ટ પિટ્સબર્ગ ટાઈમ્સ ના પત્રકારે હાંસલ કરી હતી. જેમાં માત્ર રણ સિવાય કશું દેખાતું ન હતું.[૫૨]

અન્ય કેટલાક તર્કો દ્વારા વિદેશીઓની દખલને વ્યાજબી ઠેરવવાનો પ્રયાસ કરવામાં આવ્યો. જેમાં રાષ્ટ્રપતિ સદ્દામ હુસૈનના શાસનવાળા ઈરાકમાં માનવાધિકારના ભંગનો પણ સમાવેશ થાય છે. ઈરાક પાસે જૈવિક અને રાસાયણિક હથિયાર હોવાનુ જગજાહેર હતું. જેનો ઉપયોગ સદ્દામે ઈરાક-ઈરાન યુદ્ધ સમયે ઇરાનની સેનાની વિરૂદ્ધ અને અલ-અન્ફાલ સંઘર્ષ દરમિયાન ખુદ પોતાના દેશની કૂર્દ વસતી વિરૂદ્ધ તેનો ઉપયોગ કર્યો હતો. એવું પણ માનવામાં આવતું હતુંકે, ઈરાક અણુશસ્ત્રો વિકસાવવાનો કાર્યક્રમ ધરાવે છે.

કુવૈત પરી ચડાઈ દરમિયાન ઈરાકી સેના દ્વારા માનવાધિકાર ભંગના અનેક કિસ્સા નોંધાયેલા છે. આમ છતાં, અમેરિકામાં જાણીતા બનેલા કેટલાક કિસ્સાઓ એક જનસંપર્ક સંસ્થા દ્વારા પ્રકાશમાં લાવવામાં આવ્યા હતા. જેને કુવૈતની સરકાર દ્વારા રોકવામાં આવી હતી. જેથી કરીને, લશ્કરી સહાય માટે યુ.એસ. (U.S.)માં લોકમત ઊભો કરી શકાય. કુવૈત પર ઈરાકના આક્રમણના ટૂંક સમયમાં, યુ.એસ. (U.S.)માં સિટિઝન્સ ફોર અ ફ્રી કુવૈત નામના સંગઠનની રચના કરવામાં આવી હતી. આ સંસ્થાએ $11 મિલિયનના ખર્ચે જનસંપર્ક કરતી પેઢી હિલ એન્ડ ક્નોલ્ટનને રોકી હતી. જેનું ચૂકવણું કુવૈતની સરકાર દ્વારા કરવામાં આવ્યું હતું.[૫૩]

યુ.એસ. (U.S.)ના અભિપ્રાય ઉપર અસર ઊભી કરવા માટે અપનાવવામાં આવેલા અન્ય કેટલાક રસ્તાઓમાં(આ વિસ્તારમાં તૈનાત યુ.એસ. (U.S.)ના સૈનિકોમાં ઈરાકના અત્યાચારની પુસ્તિકાઓનું વિતરણ, 'ફ્રી કુવૈત' ટીશર્ટ, કોલેજોમાં વ્યાખ્યાન, અને ટેલિવિઝન કેન્દ્રોને ડઝનબંધ વીડિયો ન્યૂઝ પૂરા પાડવા), જનસંપર્ક સંસ્થા દ્વારા યુ.એસ. (U.S.)ની મહાસભાના કેટલાક સભ્યો સમક્ષ એક મહિલાને રજૂ કરવામાં આવી. મહિલાના કહેવા પ્રમાણે, તે કુવૈત સિટી હોસ્ટિપલમાં નર્સ તરીકે ફરજ બજાવતી હતી. તેણે ઈરાકના સૈનિકો દ્વારા કેવી રીતે શિશુઓને ઈન્ક્યુબેટર્સમાંથી બહાર કાઢીને મરવા માટે જમીન પર છોડી દેવામાં આવ્યા હતા તેનો ચિતાર આપ્યો.

આ કથાએ, ઈરાક સાથે યુદ્ધ માટે કોંગ્રેસ અને જનતાનો મત ઊભો કર્યો. છ સાંસદોએ એવો મત વ્યક્ત કર્યો હતો કે ઈરાક સામેની લશ્કરી કાર્યવાહીને સમર્થન આપવા માટે જુબાની પુરતી છે. ચર્ચા દરમિયાન સાત સાંસદોએ આ જુબાનીને ટાંકી હતી. 52 વિ. 47 મતથી સેનેટ દ્વારા લશ્કરી કાર્યવાહીને સમર્થન આપવામાં આવ્યું. જોકે, યુદ્ધના એક વર્ષ પછી, આ જુબાની ઉપજાવી કાઢવામાં આવી હોવાનું બહાર આવ્યું હતું. જુબાની આપનારી મહિલા કુવૈતના રાજ પરિવારની સભ્ય હોવાનું બહાર આવ્યું હતું. વાસ્તવમાં તે, યુ.એસ. (U.S.) ખાતે કુવૈતના રાજદૂતની પુત્રી હતી.[૫૪] કુવૈત પર ઈરાકના હુમલા દરમિયાન તે કુવૈતમાં રહેતી પણ ન હતી

ઈન્ક્યુબેટર જુબાની સહિતની હિલ એન્ડ ક્નોલ્ટન જનસંપર્ક અભિયાનની વિગતો, જ્હોન આર. મેકાર્થરની સેકન્ડ ફ્રન્ટ: સેન્સરશિપ એન્ડ પ્રૉપગેન્ડા ઈન ધ ગલ્ફ વોર (બર્કલી, સીએ: યુનિવર્સિટી ઑફ સીએ પ્રેસ, 1992)માં પ્રકાશિત કરવામાં આવી હતી. મેકાર્થર દ્વારા ન્યૂયોર્ક ટાઈમ્સ ના સંપાદકીય લેખની સામેની બાજુએ લખવામાં આવેલા લેખ દ્વારા લોકોનું ધ્યાન આ તરફ ખેંચાયું હતું. એમનેસ્ટી ઈન્ટરનેશનલ દ્વારા, મૂળતઃ ખોટી જુબાની પછી ઈન્ક્યુબેટર્સમાંથી બહાર કાઢીને મોતને ઘાટ ઉતારાયેલા બાળકો અંગે અહેવાલ પ્રકાશિત કરવામાં આવ્યો. એમનેસ્ટી ઇન્ટરનેશનલ દ્વારા આપવામાં આવેલા આંકડા મૂળતઃ ખોટી જુબાની કરતાં અનેક ગણાં વધારે હતા. જોકે, તેના સમર્થમાં કોઈ પૂરાવા ન મળતાં, સંસ્થા દ્વારા તેને પાછો ખેંચી લેવામાં આવ્યો હતો. ત્યારબાદ, રાષ્ટ્રપતિ જ્યોર્જ એચ. ડબલ્યુ બુશએ પણ ટેલિવિઝન પર ઈન્ક્યુબેટરના આક્ષેપોનો પુનઃચ્ચાર કર્યો હતો

બીજી તરફ, કુવૈત પરના કબ્જા દરમિયાન ઈરાકી સેના દ્વારા અનેક ગુના આચરવામાં આવ્યા હતા. જે વ્યવસ્થિત રીતે નોંધાયેલા છે. જેમા કોઈપણ ખટલાં વગર ત્રણ ભાઈઓની હત્યાનો પણ સમાવેશ થાય છે. જાહેર રસ્તા પર તેમની લાશોનો ઢગલો કરીને તેને સડવા માટે છોડી દેવામાં આવી હતી. [૫૫] ઈરાકી સેના દ્વારા કુવૈતવાસીઓના ખાનગી ઘરોમાં લૂંટ ચલાવવામાં આવી હતી અને તોડફોડ કરવામાં આવી હતી. જેમાં એક ઘરને વારંવાર ક્ષતિ પહોંચી હતી.[૫૬] આ ઘરના રહેવાસીએ પાછળથી ટિપ્પણી કરી હતી કે, "આ સમગ્ર પ્રકરણ હિંસા માટે હિંસા, વિનાશ માટે વિનાશ છે. જાણે, અતિવાસ્તવવાદી ચિત્રકાર સાલ્વાદોર ડાલીનું ચિત્ર ન હોય." [૫૭]


શરૂઆતી યુદ્ધો ફેરફાર કરો

હવાઈ આક્રમણ ફેરફાર કરો

ચિત્ર:Gypsy escortDN-ST-91-05966.jpg
ઓપરેશન ડિઝર્ટ શીલ્ડ દરમિયાન એફ-14એ(F-14A) ટોમકેટમાંથી વીએફ-32 (VF-32) અને બે ઈએ-6બી(EA-૬) પ્રોવલેર્સ વિમાનોનો ઉપોયગ.
ડિઝર્ટ સ્ટ્રોમ દરમિયાન યુએફએએફ એ-10એ (USAF A-10A ) થન્ડરબોલ્ટ-II જમીની હુમલો કરતા વિમાનોએ સિંચાઈયુક્ત પાકો પર ફરી વળ્યા.

17 જાન્યુઆરી 1991ના સઘન હવાઈ આક્રમણ દ્વારા પર્સિયન ગલ્ફ વૉરનો આરંભ થયો. સંયુક્ત સેનાએ 100,000 કરતા વધારે હુમલા કર્યા અને 88,500 ટન બોમ્બ ફેંક્યા,[૫૮] જેના કારણે મોટાપાયા પર નાગરિક અને લશ્કરી માળખાનો નાશ થયો હતો.[૫૯] અમેરિકાના વાયુદળના યુએસએએફ (USAF) લેફ્ટનન્ટ જનરલ ચક હૉર્નરએ હવાઈ આક્રમણનું નેતૃત્વ કર્યું હતું. યુનાઇટેડ સ્ટેટ્ની યુ.એસ. (U.S.) સંયુક્ત કમાનના જનરલ સ્ક્વાર્ઝકોફ અમેરિકામાં હતા, એ અરસામાં તેઓ થોડા સમય માટે અમેરિકા (U.S.)ની સંયુક્ત કમાનના કમાન્ડર-ઈન-ચીફ-ફોરવર્ડ તરીકે કામગીરી બજાવી હતી.


ઓપરેશન ડિઝર્ટ સ્ટ્રોમ ના ગુપ્ત નામ હેઠળ સૈન્ય અભિયાન હાથ ધરવામાં આવ્યું, ઠરાવ ક્રમાંક 678માં નિર્ધારિત કરવામાં આવેલી મહેતલના એક દિવસ પછી, સંગઠીત રાષ્ટ્રોની સેનાએ સઘન હવાઈ આક્રમણ હાથ ધર્યું. ઈરાકના વાયુદળ અને વિમાન-વિરોધી હથિયારોને તોડી પાડવાની સંયુક્ત સેનાની પ્રાથમિકતા હતી. મોટાભાગના હવાઈ આક્રમણો સાઉદી અરેબિયા અને પર્સિયન ખાડી તથા રાતા સમુદ્રમાં તૈનાત સંયુક્ત સેનાના છ વિમાનવાહક જહાજ સમૂહો સીવીબીજી (CVBG))માંથી કરવામાં આવ્યા હતા.

સંયુક્ત સેનાનું બીજું નિશાન નિયંત્રણ મથકો અને સંદેશાવ્યવહારની સવલતો હતી. ઈરાન-ઈરાક યુદ્ધ દરમિયાન સદ્દામ હુસૈને ખૂબજ બારિકાઈથી ઈરાકની સૈનાને ગોઠવી હતી, અને નીચેના તબક્કામાં પહેલને પરાવૃત્ત કરી દીધી હતી. સંયુક્ત સેનાની વ્યૂહરચના ઘડનારાઓને આશા હતી કે, આદેશ અને નિયંત્રણના અભાવે ઈરાકી સેના પ્રતિકાર નહીં કરી શકે.

હવાઈ આક્રમણના ત્રીજા અને સૌથી મોટા તબક્કામાં ઈરાક અને કુવૈતમાં સૈન્યને નિશાન બનાવવામાં આવ્યું હતું: જેમાં, સ્કડ મિસાઈલ લોન્ચર, શસ્ત્ર સંશોધન મથકો અને નૌકાદળ પ્રમુખ હતા. સંયુક્ત સેનાની એક તૃત્તિયાંશ તાકતને સ્કડ ઉપર હુમલો કરવા માટે લગાડવામાં આવી હતી. કેટલીક સ્કડ મિસાઈલો ટ્રક પર લાદવામાં આવેલી હતી, આથી તેને શોધવી મુશ્કેલ હતી. યુ.એસ. (U.S.) અને બ્રિટનની કેટલીક વિશેષ ટૂક્ડીઓને ગુપ્ત રીતે પશ્ચિમ ઈરાકમાં દાખલ કરવામાં આવી હતી. જેથી તેઓ સ્કડ મિસાઈલની શોધમાં અને તેનો નાશ કરવામાં મદદ કરી શકે.

જોકે, આશ્ચર્યજનક રીતે, મેનપેડ(MANPAD)સહિતની ઈરાકની વિમાનવિરોધી રક્ષાપ્રણાલી સંયુક્ત સેનાના વિમાનો વિરૂદ્ધ બિનઅસરકારક રહી હતી. 100,000 કરતા વધુ હવાઈ હુમલાઓમાં માત્ર 75 વિમાનો જ જમીનદોસ્ત થયા હતા, જેમાંથી માત્ર 44 જ ઈરાક દ્વારા તોડી પાડવામાં આવ્યા હતા. ઈરાક દ્વારા જમીન પરથી કરવામાં આવેલા ગોળીબારથી બચવા જતાં બે વિમાનો એકબીજા સાથે ટકરાઈ ગયા હતા.[૬૦][૬૧] આવા એક નુકસાનની પુષ્ટિ એર-એર વિક્ટરીમાં કરવામાં આવી છે.[૬૨]

ઈરાક દ્વારા મિસાઇલ હુમલા ફેરફાર કરો

ચિત્ર:Scud TEL launch.jpg
સ્કડ ટ્રાન્સપોર્ટર ઈરેક્ટર લોન્ચર(TEL) મિસાઇલ સાથે ઉડ્ડયનની સ્થિતિમાં ઉભું રહ્યું.
1991માં ડિઝર્ટ સ્ટ્રોમ દરમિયાન લશ્કરી અધિકારીઓએ નોંધ્યું કે તેમની એક સ્કડ મિસાઇલના એક ભાગને પેટ્રિઅટ મિસાઇલ દ્રવારા ઠાર મારવામાં આવી.

ઈરાકની સરકારે ઘોષણા કરી હતી કે, જો તેમની ઉપર હુમલો કરવામાં આવશે તો તેઓ ઈઝરાયેલ ઉપર આક્રમણ કરશે. યુદ્ધની શરૂઆત પહેલા, ઈરાકના અંગ્રેજી-બોલતા વિદેશપ્રધાન અને નાયબ વડાપ્રધાન એવાં, તારિક અઝિઝને, જીનિવા ખાતેની યુ.એસ.(U.S)-ઈરાક શાંતિવાર્તા નિષ્ફળ રહેતાં, સ્વિત્ઝરલેન્ડના એક પત્રકાર દ્વારા પુછવામાં આવ્યું હતું કે, "વિદેશપ્રધાન સાહેબ, જો યુદ્ધ શરૂ થાય....તો તમે ઈઝરાયેલ પર હુમલો કરશો?" તેમનો (તારિક અઝિઝનો) જવાબ હતો, "હા,ચોક્કસ, હા ".[૬૩][૬૪]

શરૂઆતી આક્રમણો પછી, ઈરાકના સરકારી રેડિયો દ્વારા એક સંદેશ પ્રસારિત કરવામાં આવ્યો. જેનો અવાજ સદ્દામ હુસૈનનો હોવાનું જણાવવામાં આવ્યું હતું. જેમાં સદ્દામ હુસૈને ઘોષણા કરી હતીકે, "તમામ યુદ્ધોની માતા એવા મહાન યુદ્ધની શરૂઆત થઈ ગઈ છે. મહાન યુદ્ધના અંતિમ તબક્કાની શરૂઆત થઈ ગઈ છે. વિજયની કિરણો નજીક આવી રહી છે. બીજા દિવસે, ઈરાક દ્વારા ફેરફાર કરાયેલી આઠ સ્કડ મિસાઈલ્સ ઈઝરાયેલ પર છોડવામાં આવી. યુદ્ધના છ અઠવાડિયા દરમિયાન મિસાઈલ હુમલાઓનો સીલસીલો યથાવત રહ્યો.

ઈરાકને આશા હતી કે, હુમલાના પગલે ઈઝરાયેલ પણ આ યુદ્ધમાં સામેલ થશે. એવું માનવામાં આવી રહ્યું હતું કે, જો આમ થશે તો અનેક આરબ રાષ્ટ્રો સંગઠનમાંથી ખસી જશે, કારણ કે, તેઓ ઈઝરાયેલની પડખે રહીને યુદ્ધ લડવા માટે તૈયાર નહીં થાય.[સંદર્ભ આપો]યુનાઇટેડ સ્ટેટ્સની વિનંતીના પગલે, ઈઝરાયેલ આ યુદ્ધમાં જોડાયું નહીં.. આથી, તમામ આરબ રાષ્ટ્રો સંગઠનમાં જોડાઈ રહ્યાં. દાહરાન મિસાઈલ હુમલા દરમિયાન સ્કડ મિસાઈલની તાકતનો પરચો મળ્યો હતો, જેમાં યુ.એસ. (U.S)ના 28 સૈનિકોના મોત થયા હતા.

જોકે, ઈઝરાયેલને નિશાન બનાવીને છોડવામાં આવેલી સ્કડ મિસાઈલો પ્રમાણમાં બિન-અસરકારક રહી હતી. ખૂબ જ દૂરથી મિસાઈલ્સ છોડવાના કારણે, તેની ચોક્કસતા અને વહનક્ષમતામાં નાટ્યાત્મક રીતે ઘટાડો આવ્યો હતો. તેમ છતાં, ઈઝરાયેલ પર ત્રાટકેલી 39 મિસાઈલ્સના કારણે મોટાપાયા પર સંપત્તિનું નુકસાન થયું અને બે લોકોના મોત થયા. રસાયણિક તત્વો ધરાવતી મિસાઈલ માનવવસ્તી પર પડે તેવા સંજોગો માટે ઈઝરાયેલની સરકાર દ્વારા નાગરિકોને ગેસ માસ્ક આપવામાં આવ્યા હતા. સ્કડ મિસાઈલ ત્રાટકી રહી છે, તેવી ભયસૂચક ચેતવણી મળતા, ઈઝરાયેલના નાગરિકો ગેસ માસ્ક પહેરીને પોતાનો બચાવ કરતાં હતા.

મિસાઈલ હુમલાને હવામાં જ તોડી પાડવા માટે અમેરિકા દ્વારા ઈઝરાયેલમાં બે પેટ્રિઅટ મિસાઈલ બટાલિયન તૈનાત કરવામાં આવી, અને નેધરલેન્ડએ એક પેટ્રિએટ સ્ક્વૉર્ડન મોકલવામાં આવી હતી. ઈરાકના રણપ્રદેશમાં "સ્કડની શોધખોળ-શિકાર" માટે મિત્ર રાષ્ટ્રોની વાયુસેના દ્વારા સઘન કવાયત હાથ ધરવામાં આવી હતી. રણપ્રદેશમાં છૂપાયેલા ટ્રક સાઉદી અરેબિયા કે ઈઝરાયેલ પર મિસાઈલ હુમલો કરે તે પહેલા તેને શોધી કાઢવાનો પ્રયાસ થઈ રહ્યો હતો.

તા. 22 જાન્યુઆરી 1991 ના દિવસે ત્રણ સ્કડ મિસાઈલ અને પેટ્રિએટ મિસાઈલ વચ્ચે બરાબર ટક્કર ન થતાં, તે ઈઝરાયેલના રામત ગન વિસ્તારમાં ખાબકી હતી. જેના કારણે, 96 લોકોને ઈજા પહોંચી હતી અને કદાચ ત્રણ વૃદ્ધોના મોતનું કારણ બની હતી, જેમના મોત હૃદયરોગના હુમલાથી થયા હતા.

અગાઉના 40 વર્ષથી ઈઝરાયેલની નીતિ પ્રતિકારની જ રહી હતી. પરંતુ સ્કડ મિસાઈલ્સના આક્રમણ પછી, ઈઝરાયેલના વડાપ્રધાન યેત્ઝાક શામિરેએ આત્મસંયમ રાખ્યો. સંઘર્ષમાંથી બહાર રહેવાની અમેરિકાની વિનંતીના પગલે તેઓ (શામિર) વળતો હુમલો ન કરવા માટે સહમત થયાં.[૬૫] યુ.એસ. (U.S.)ની સરકારને ચિંતા હતી કે, ઈઝરાયેલના કોઈપણ પગલાંના કારણે તેને મિત્રરાષ્ટ્રો ગુમાવવા પડશે અને તેનાથી સંઘર્ષમાં વધારો થશે. ઈઝરાયેલના વાયુદળ (IAF) એ હવાઈ હુમલા માટે જોર્ડન અને સિરિયા જેવા દુશ્મન રાષ્ટ્રોની હવાઈ સિમા પરથી પસાર થવું પડે. જેના કારણે, તેઓ ઈરાકની તરફેણમાં યુદ્ધમાં ઉતરે અથવા તો ઈઝરાયેલ પર હુમલો કરવા માટે ઉશ્કેરાઈ શકે તેવી વકી હતી.

ખાફ્જી યુદ્ધ ફેરફાર કરો

ખાફ્જી મુક્તિ દરમિયાન સૈન્ય કાર્યવાહી

તા. 29 જાન્યુઆરીના રોજ ઈરાકની ટેન્કો અને તોપોએ પ્રમાણમાં ઓછાં સરંક્ષિત એવા સાઉદી અરેબિયાના ખાફ્જી ઉપર હુમલો કર્યો અને તેને કબ્જે કરી લીધું. બે દિવસ પછી, સાઉદી અરેબિયાના નેશનલ ગાર્ડ અને અમેરિકાની નૌકાસેનાના જવાનો એ કતારના દળોની મદદથી ઈરાકી સેનાને હાંકી કાઢી અને આમ આ યુદ્ધનો અંત આવ્યો. મિત્ર રાષ્ટ્રોની સેનાએ મોટાપાયા પર હવાઈ સમર્થન આપ્યું અને ભારે પ્રમાણમાં તોપગોળા છોડવામાં આવ્યા.

બંને તરફ ભારે ખુંવારી થઈ હતી, આમ છતાં, મિત્ર રાષ્ટ્રોની સેનાની સરખામણીમાં ઈરાકના દળો વધુ પ્રમાણમાં માર્યા ગયા હતા અથવા તો જીવતા ઝડપાઈ ગયા હતા. મિત્ર રાષ્ટ્રોના ભૂલભરેલા ગોળીબારના બે બનાવોમાં અગ્યાર અમેરિકન સૈનિકોના મોત થયા હતા. આ યુદ્ધ દરમિયાન ઈરાકની એસએએમ(SAM) મિસાઈલએ અમેરિકાનું એસી-130 (AC-130 ) પ્રકારનું વિમાન તોડી પાડ્યું હતું. જેના કારણે અમેરિક (U.S.)ના વાયુદળના 14 જવાનોના મોત થયા હતા. જ્યારે આ યુદ્ધ દરમિયાન અમેરિકાના બે સૈનિકોને જીવતા પકડી પાડવામાં આવ્યા હતા. સાઉદી અરેબિયા અને કતારના દળોના કુલ 18 જવાનોના મોત થયા હતા. ખાફ્જી યુદ્ધ દરમિયાન ઈરાકી સેનાના 60-300 જવાનોના મોત થયા હતા અને 400 સૈનિકોને યુદ્ધકેદી બનાવવામાં આવ્યા હતા.

કુવૈત પર ઈરાકના આક્રમણ પછી, વ્યૂહાત્મક રીતે ખાફ્જી અગત્યનું શહેર બની ગયું હતું. ઈરાક દ્વારા ખાફ્જીને કબ્જે કરવા માટે મોટાપાયા પર બખ્તર ટૂકડીનો ઉપયોગ કરવામાં આવ્યો ન હતો. શરૂઆતમાં ઓછાં સંરક્ષિત એવા ખાફ્જીને કબ્જે કરીને, ખાફ્જીના માર્ગે પ્રમાણમાં ઓછાં સંરક્ષિત એવા પૂર્વીય સાઉદી અરેબિયામાં આગળ ન વધવાને કેટલાક વિદ્વાનો રણનીતિની દ્રષ્ટિએ ભયંકર ભૂલ માને છે. આ રીતે, મધ્યપૂર્વના મોટાં તેલ ભંડાર પર ઈરાકનો કબ્જો સ્થપાઈ જાત, ઉપરાંત યુ.એસ. (U.S.)ની અગ્રીમ રક્ષા પંક્તિને ઈરાક વધુ સારી રીતે પડકારી શક્યું હોત.

જમીન અભિયાન ફેરફાર કરો

1991, 24 -28 ફેબ્રુઆરીના ઓપરેશન ડિઝર્ટ સ્ટ્રોમ દરમિયાન પાયદળના સૈનિકોની કેટલીક ક્ષણો.

પ્રૌદ્યોગિકીના કારણે, હવાઈ મોરચા પર સંયુક્ત સેનાનો હાથ ઊંચો રહ્યો હતો. પરંતુ બંને સેનાઓ વચ્ચે જમીન-આસમાનનું અંતર હતું. મુખ્ય જમીની આક્રમણ હાથ ધરવામાં આવ્યું તે પહેલાં, સંયુક્ત સેનાની હવાઈ સેનાએ આકાશ પર પ્રભુત્વ હાંસલ કરી લીધું હતું. આથી, હવાઈ સંરક્ષણ હેઠળ કાર્યવાહી કરવાનો સંયુક્ત સેનાને બહોળો લાભ થયો હતો.

  1. ઈરાક દ્વારા ઉપયોગમાં લેવાયેલી ચાઈનીઝ ટાઈપ 69 અને દેશમાં નિર્મિત ટી-72(T-72) પ્રકારની ટેન્કો કરતાં, યુ.એસ. (U.S.)ની એમ1 અબ્રામ્સ, બ્રિટનની ચેલેન્જર 1, કુવૈતની એમ-84એબી (M-84AB) પ્રકારની સંગઠીતરાષ્ટ્રોની ટેન્કો અનેકગણી ચડિયાતી હતી. વધુમાં ટેન્કોના ખલાસીઓ (સિપાહીઓ) વધુ તાલિમબદ્ધ હતા અને તેમની તોપસેનાના કવચ વધુ વિકસીત હતા.
  2. જીપીએસ (GPS)ના ઉપયોગ દ્વારા રસ્તા કે અન્ય અચલ ચિહ્નોની મદદ વગર સંયુક્ત સેના પ્રવાસ ખેડી શકતી હતી. વાયુદળ દ્વારા શત્રુઓ અંગેની આપવામાં આવતી માહિતીના કારણે સંયુક્ત સેના, સામ-સામેની લડાઈના બદલે વ્યૂહરચનાની લડાઈ લડવામાં સફળતા મળી હતી : તેઓ (સંગઠીત રાષ્ટ્રના સૈનિકો) જાણતા હતા કે, તેઓ ક્યાં છે અને દુશ્મનો ક્યાં છે, આથી યુદ્ધમેદાન પર દુશ્મનો ક્યાં છે, તેની શોધ કરવાના બદલે તેઓ નિશ્ચિત સ્થાન પર હુમલો કરી શકતા હતા.
26 ફેબ્રુઆરી 1991ના રોજ કુવૈત શહેર નજીક બે ઇરાકી ટેંક ઈરાદાપૂર્વક ત્યજી દેવામાં આવ્યા.

કુવૈતની મુક્તિ ફેરફાર કરો

કુવૈતની મુક્તિની એક રાત પહેલા અમેરિકા દ્વારા હવાઈ હુમલા કરવામાં આવ્યા અને નૌકાદળમાંથી ગોળીબાર કરવામાં આવ્યો. ઈરાકીઓને લલચાવી ફસાવવા માટે આ હુમલા કરવામાં આવ્યા હતા. જેથી ઈરાકીઓને એમ લાગ કે જમીન માર્ગે મધ્ય કુવૈત પર મોટો હુમલો કરવામાં આવશે. તા. 23 ફેબ્રુઆરી 1991ના, પહેલી મરિન ડિવિઝન, બીજી મરિન ડિવિઝન અને પહેલી લાઈટ આર્મ્ડ ઈન્ફાન્ટ્રીએ કુવૈતમાં પ્રવેશ કર્યો અને કુવૈત શહેર તરફ કૂચ કરી. શરૂઆતના ગણતરીના કલાકોમાં જ તેમણે સારી રીતે બનાવવામાં આવેલી, પરંતુ નબળી રીતે રક્ષિત ઈરાકની સંરક્ષા પંક્તિને તોડી નાખી. નૌકાદળના સૈનિકો ઈરાક દ્વારા પાથરવામાં આવેલી તારની જાળીઓ અને સૂરંગોને પાર કરી ગયા. ત્યારબાદ તેમણે ઈરાકી ટેન્કોને નિશાન બનાવી, જેમણે બહુ થોડા સમયમાં આત્મસમર્પણ કરી દીધું. કુવૈતી સેનાએ તુરત જ શહેર પર આક્રમણ કર્યું. જ્યાં ઈરાકી સેના એ હળવો પ્રતિકાર કર્યો. કુવૈતે એક સિપાહી અને એક વિમાન ગુમાવ્યા અને ઝડપથી શહેરને મુક્ત કરાવી લીધું. કુવૈતમાં તૈનાત મોટાભાગના ઈરાકી સૈનિકોએ પ્રિતકાર કરવાના બદલે આત્મસમર્પણ કરવું પસંદ કર્યું.

ઈરાકમાં શરૂઆતી હિલચાલ ફેરફાર કરો

1991માં ઓપરેશન ડિઝર્ટ સ્ટ્રોમ દરમિયાન નાકાબંધી તોડવા સંબધિત એક કવાયતના ભાગ રૂપે નૈકાદળમાંથી કંપની ડી, બીજી ટેન્ક બટાલિયન(ટુકડી), તેમની પ્રત્યાઘાતી હથિયારોથી સજ્જ મુખ્ય લડાઈ ટેન્ક એમ60એ1(M60A1) અને એમ-9(M-9) બુલ્ડોઝર હથિયારોને દોરી ગયા.
ચિત્ર:3adiraq.jpg
ત્રીજા આર્મોડ બ્રિગેડની ટેંકોને ઉડ્ડયન માટે સજ્જ રાખવામાં આવી.
ચિત્ર:3adtankblown.jpg
ત્રીજી એડી(AD)ફાયર ફાયર દ્વારા ઈરાકી ટેન્કને તોડી પાડવામાં આવી.
8 માર્ચ 1991ના રોજ મુખ્ય ધોરી માર્ગ પર નાશપામેલી ઈરાકી ટી-72 (T-72) ટેન્ક, બીએમપી-1(BMP-1 )અને ટાઇપ 63ના વિસ્ફોટકવાહનો અને ટ્રકોનું હવાઈ નિરીક્ષણ.

ઈરાકમાં જમીન યુદ્ધના શરૂઆતના તબક્કાને ઓપરેશન ડિઝર્ટ સાબરે એવું સત્તાવાર નામ આપવામાં આવ્યું હતું.[૬૬]

જાન્યુઆરીના અંત ભાગમાં, જમીન યુદ્ધના શરૂઆતના તબક્કમાં ઈરાકમાં ઉતરનારી જમીન ટૂકડીઓમાં, બ્રિટનની સ્પેશ્યલ એર સર્વિસની બી સ્ક્વૉર્ડનની ત્રણ રોન ટૂકડીઓનો સમાવેશ થતો હતો. જેને બ્રાવો વન ઝીરો, બ્રાવો ટુ ઝીરો, અને બ્રાવો થ્રી ઝીરો એવા ગુપ્ત નામ આપવામાં આવ્યા હતા. આઠ સૈનિકોની ટૂકડીની મુખ્ય કામગીરી ઈરાકની સીમામાં પ્રવેશીને, હવાઈ નિરીક્ષણથી છુપા રહેલા, સ્કડ મોબાઈલ મિસાઈલ લોન્ચરો અને તેમની હિલચાલ અંગે માહિતી એકઠી કરવાની હતી. દિવસ દરમિયાન આ મોબાઈલ લોન્ચરને પૂલ અને છદ્માવરણથી ઢાંકી દેવામાં આવતા હતા. અન્ય હેતુમાં, આ લોન્ચરોનો નાશ કરવો, પાઇપલાઇનમાં પાથરવામાં આવેલા ફાઇબર ઓપ્ટિક નેટવર્કનો નાશ કરવનાનો હતો. આ નેટવર્ક દ્વારા ઈઝરાયેલ પર હુમલો કરનારા ટીઈએલ (TEL)ઓપરેટરોને નિર્દેશ આપવામાં આવતા હતા.

તા. 9 ફેબ્રુઆરી 1991ના રોજ યુ.એસ. (U.S.)ની સેનાની બીજી બ્રિગેડ અને પહેલી કૅવલ્રિ ડિવિઝનના જવાનોએ ઈરાકમાં ગુપ્ત રીતે પ્રવેશીને શત્રુઓ અંગેની માહિતી મેળવી હતી. ત્યાર બાદ તા. 20 ફેબ્રુઆરીના વન ઈન ફોર્સ દ્વારા આવું જ એક અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. જેને ઈરાકની એક રેજીમેન્ટનો નાશ કર્યો હતો.[સંદર્ભ આપો]તા. 22 ફેબ્રુઆરી 1991ના સોવિયેત દ્વારા પ્રસ્તાવિત યુદ્ધવિરામ સંધિ પર ઈરાક સહમત થઈ ગયું. કરારની શરતો પ્રમાણે, છ અઠવાડિયામાં ઈરાક યુદ્ધપૂર્વેની સ્થિતી મુજબ તેની સેનાને પાછી ખેંચી લેશે, ત્યારબાદ પૂર્ણ યુદ્ધ-વિરામનું પાલન કરશે. યુદ્ધવિરામ અને સેના પાછી ખેંચવાની પ્રક્રિયા સંયુક્ત રાષ્ટ્રોની સુરક્ષા પરિષદની દેખરેખ હેઠળ કરવામાં આવશે.

સંગઠીત રાષ્ટ્રો દ્વારા આ પ્રસ્તાવને નકારી કાઢવામાં આવ્યો, આમ છતાં તેમણે કહ્યું કે, પાછી ફરી રહેલી ઈરાકી સેના પર હુમલો કરવામાં નહીં આવે[સંદર્ભ આપો], સેનાને પાછી ખેંચવાની શરૂઆત કરવા માટે ઈરાકને 24 કલાકની મહેતલ આપવામાં આવી. તા. 23 ફેબ્રુઆરીના યુદ્ધના અંતે 500 ઈરાકી સૈનિકોને યુદ્ધકેદી બનાવવામાં આવ્યા. તા. 24 ફેબ્રુઆરીના બ્રિટન અને અમેરિકાના બખ્તરદળ ઈરાક-કુવૈત સીમાને પાર કરીને મોટાપાયા પર ઈરાકી સીમામાં પ્રવેશ્યાં, અને સેંકડો લોકોને કેદી બનાવ્યા. ઈરાકે બહુ હળવો પ્રતિકાર કર્યો અને અમેરિકાના ચાર સૈનિકો માર્યા ગયા.[૬૭]

સંયુક્ત સેનાનો ઇરાકમાં પ્રવેશ ફેરફાર કરો

મૃત્યુના ધોરીમાર્ગ પર ઈરાકી નાગરિકો અને લશ્કરી વાહનોનો ખાત્મો.
એપ્રિલ, 1991માં મૃત્યુના ધોરીમાર્ગ નજીક ઈરાકી ટી-55(T-55 ) ટેન્ક અન્ય ભંગાર સાથે પડી હતી.

તુરત જ, તા. 24 ફેબ્રુઆરીના સવારે બીજી આર્મર્ડ કૅવલ્રિ રેજીમેન્ટની ત્રીજી સ્ક્વૉર્ડનના (3/2 ACR)ના નેતૃત્વમાં યુ.એસ. (U.S)ની 7 (VII) કોર્પ્સે પૂર્ણ તાકત સાથે કુવૈતની પશ્ચિમ સીમા પરથી ઈરાક પર આક્રમણ કર્યું. જેના કારણે ઈરાકના દળો આશ્ચર્યચકિત થઈ ગયા. સમાંતરે અમેરિકા (U.S)ની અઢારમી (XVIII) એરબોર્ન કોર્પ્સે દક્ષિણ ઈરાકના મોટાભાગે અરક્ષિત એવા રણપ્રદેશ પર "લેફ્ટ-હૂક" આક્રમણો કર્યા, જેનું નેતૃત્વ ત્રીજી આર્મર્ડ કૅવલ્રિ રેજીમેન્ટ (થર્ડ એસીઆર(ACR)) અને 24મી ઇન્ફન્ટ્રિ ડિવિઝન(મેકનાઈઝ્ડ) એ કર્યું. ડાબી બાજુ પરથી આ કૂચને ફ્રાન્સની છઠ્ઠી લાઇટ આર્મર્ડ ડિવિઝન ડ્યુગેટે સંરક્ષણ પૂરું પાડ્યું.

તેલમાં આગ લાગવાને પરિણામે ઈરાકી લશ્કરી સેનાએ કુવૈતમાં સ્ક્રોચ્ડ અર્થ પોલીસી(આક્રમક શત્રુને ઉપયોગી તમામ વસ્તુઓનેનો નાશ કરવાની નીતિ)થી પીછેહઠ કરી.

બહુ ટૂંક સમયમાં ફ્રાન્સના દળોએ ઈરાકની 45મી ઇનફન્ટ્રી ડિવિઝનને તાબે કરી લીધી, જેમાં બહુ થોડી ખુંવારી થઈ અને મોટી સંખ્યામાં યુદ્ધકેદીઓને બાનમાં લીધા. આ દળે, સંયુક્ત સેનાના દળો પર, ઈરાકના વળતા હુમલાને અટકાવી શકે તેવા સ્થળો પર પ્રભુત્વ હાંસલ કરી લીધું. બ્રિટનની પહેલી આર્મર્ડ ડિવિઝને આ હિલચાલને જમણી બાજુએથી સંરક્ષણ આપ્યું હતું. એકવખત મિત્ર રાષ્ટ્રોની સેના ઈરાકમાં ખૂબ ઊંડે સુધી પ્રવેશી ગઈ. ત્યારબાદ તેમણે પૂર્વતરફ કૂચ કરી. ત્યારબાદ તેમણે રિપબ્લિકન ગાર્ડ નામના ચૂનંદા દળોને ઘેરીને હુમલો હાથ ધર્યો. જેથી તેઓ નાસી ન શકે. આ લડાઈ અંતિમ કલાકોમાં હતી. ઈરાકની પચાસ બખ્તરિયા ગાડીનો નાશ થયો, જ્યારે સંયુક્ત સેનાના પક્ષે બહુ ઓછી ખુંવારી થઈ. જોકે, તા. 25 ફેબ્રુઆરી 1991ના, ઈરાકે સાઉદી અરેબિયાના દહરાનમાં સંયુક્ત સેનાની લશ્કરી છાવણી ઉપર સ્કડ મિસાઈલથી હુમલો કર્યો. જેમાં અમેરિકી સેનાના 28 સૈનિકોના મોત થયા.[૬૮]

યુ.એસ. (U.S.) ના સેનાધ્યક્ષોની અપેક્ષા કરતા વધુ સહેલાઈથી સંયુક્ત સેનાની કૂચ આગળ વધી રહી હતી. તા. 26 ફેબ્રુઆરીના, ઈરાકી સેનાએ કુવૈતમાંથી પીછેહઠ શરૂ કરી, જોકે, આ પહેલા તેમણે કુવૈતના તેલ ભંડારોને આગ ચાંપી દીધી. (737 તેલ કુવાઓને આગ ચાંપવામાં આવી હતી.) ઈરાકી સેનાનો મોટો કાફલો ઈરાક-કુવૈત હાઈવે (ધોરીમાર્ગ) પરથી પરત ફરી રહ્યો હતો. હાઈવે પરથી કાફલા ઉપર સંયુક્ત સેનાના હવાઈદળોએ ભારે બોમ્બમારો કર્યો, જે આગળ જતા હાઈવે ઓફ ડેથ (મૃત્યુનો ધોરીમાર્ગ) તરીકે વિખ્યાત થયો. સેંકડોની સંખ્યામાં ઈરાકના સૈનિકો માર્યા ગયા. યુનાઇટેડ સ્ટેટ્સ, યુનાઇટેડ કિંગ્ડમ અને ફ્રાન્સની સેનાએ પીછેહઠ કરી રહેલી ઈરાકી સેનાનો સરહદ અને ઈરાકની અંદર સુધી પીછો કર્યો અને હુમલા ચાલુ રાખ્યા. ઈરાકની સરહદોમાંથી બહાર નિકળતા પહેલા તેઓ બગદાદથી 150 માઈલ (240 કિલોમીટર) નજીક સુધી પહોંચી ગયા હતા.

જમીન યુદ્ધના એકસો કલાકમાં, તા. 28 ફેબ્રુઆરીના રાષ્ટ્રપતિ બુશે યુદ્ધવિરામની ઘોષણા કરી અને તેમણે કુવૈતને મુક્ત કરાવી લેવામાં આવ્યું હોવાની પણ જાહેરાત કરી.

યુદ્ધોત્તર વિશ્લેષણ ફેરફાર કરો

એ સમયે, પશ્ચિમના માધ્યમો દ્વારા એવું કહેવાઈ રહ્યું હતું કે, ઈરાકના સૈનિકોની સંખ્યા અંદાજે 5,45,000 થી 6,00,000 ની વચ્ચે હતી, જોકે, આજે મોટાભાગના નિષ્ણાતો માને છેકે, એ સમયની ઈરાકી સેનાનું સંખ્યાત્મક અને ગુણાત્મક દ્રષ્ટિએ અતિશયોક્તિભર્યું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું. કારણ કે, તેમાં હંગામી અને સહયાક તત્વો(સૈનિકો)નો સમાવેશ થતો હતો. ઈરાકના ઘણા સૈનિકો યુવાન, અલ્પ સાધનોથી સજ્જ, ઓછી તાલિમ પામેલાં અને ફરજીયાતપણે ભરતી કરાયેલા જવાનો હતા.

સંયુક્ત સેનાએ 5,40,000 સૈનિકોને યુદ્ધમેદાન પર મોકલ્યાં હતા. વધુમાં, તૂર્ક-ઈરાન સરહદ પર 1,00,000 તૂર્ક સિપાહીઓને તૈનાત કરવામાં આવ્યા હતા. જેના કારણે, ઈરાકને તેની બધી સરહદો પર સૈનિકોને તૈનાત કરવાની ફરજ પડી, આથી ઈરાકી સેના વહેંચાઈ ગઈ. માત્ર પ્રૌદ્યોગિકીની દ્રષ્ટિએ જ નહીં પરંતુ, સંખ્યાત્મક દ્રષ્ટીએ પણ યુ.એસ. (U.S.) ચડિયાતું હોય તેવા પ્રયાસોને સફળતા મળી.

ઈરાક-ઈરાન યુદ્ધ સમયે ઈરાકને વ્યાપક સમર્થન પ્રાપ્ત થયું હતું. વિશ્વના મોટાભાગના પ્રમુખ શસ્ત્ર સોદાગરોએ ઈરાકી સેનાને સજ્જ બનાવી હતી. જેના પરિણામે, ભિન્નતા (હથિયારોની) ધરાવતી સેનામાં એકરૂપતાનો અભાવ હતો. વધુમાં ઈરાકી સેનામાં તાલિમ અને પ્રેરણાનો અભાવ હતો. ઈરાકનું બખ્તરદળ, 1950 અને 1960 ના દાયકાથી પૂરાણી ચાઈનિઝ ટાઈપ 59 અને ટાઈપ 69 પ્રકારની, અને સોવિયેતમાં (રશિયા) બનેલી ટી-55 (T-55) પ્રકારની ટેન્કોનો ઉપયોગ કરતું હતું. અને અશદ બબીલ ટેન્કો (જેને પોલેન્ડની ટી-72 (T-72) ટેન્કોના ઢાંચા સહિત, વિવિધ દેશોની સામગ્રીને દેશમાં જોડીને બનાવવામાં આવી હતી.) આ સાધનો (બખ્તરગાડીઓ)માં થર્મલ સાઇટ્સ અને લેસર રેન્જફાઈન્ડર્સ જેવા અત્યાધુનિક ઉપકરણો લગાવવામાં આવ્યા ન હતા, આધુનિક યુદ્ધમાં તેની અસરકારકતા મર્યાદિત હતી.

સંયુક્ત સેનાના ટેન્કો દ્વારા છોડવામાં આવતા ગોળા અને થર્મલ સાઈટ્સથી બચવાનો અસરકારક ઉપાય શોધવામાં ઈરાકીઓ નિષ્ફળ રહ્યાં. આ સાધનોની મદદથી સંયુક્ત સેનાની ટેન્કો, ઈરાકી ટેન્કોની મારક ક્ષમતાના ત્રણગણાં અંતરથી ઈરાકી ટેન્કોને નિશાન બનાવી શકતી હતી. ઈરાકના બખ્તરદળના ખલાસીઓ કવચને ભેદવા માટે પૂરાણા અને સસ્તાં સ્ટીલના સાધનો(ગોળા)નો ઉપયોગ કરતાં હતા. જે યુ.એસ. (U.S) અને બ્રિટનની બખ્તરગાડીના આધુનિક ચોબ્ભામ બખતરને ભેદવામાં બિનઅસરકાર સાબિત થયા. કુવૈત શહેરમાં લડતી વખતે શહેરી યુદ્ધકળાનો લાભ લેવામાં પણ ઈરાકીઓ નિષ્ફળ રહ્યાં. જેના કારણે આક્રમણ કરનાર દળો(સંગઠીત સેના)ને ભારે નુકસાન થઈ શક્યું હોત. શહેરી યુદ્ધમાં લડાઈનું અતર ઘટી જાય છે. જે સુસજ્જ દળોના કેટલાક પ્રૌદ્યોગિકી લાભોને બિનઅસરકારક બનાવી દે છે.


ઈરાકે સોવિયેત લશ્કરી રણનીતિનો અમલ કરવાનો પ્રયાસ કર્યો. પરંતુ, કૌશલ્યના અભાવે ઈરાકના લશ્કરી અધિકારીઓ તેને અસરકારક રીતે લાગૂ કરવામાં નિષ્ફળ રહ્યાં. સંયુક્ત સેના દ્વારા સંચાર કેન્દ્રો અને બંકરો ઉપર કરવામાં આવેલા આગોતરા હુમલાના કારણે ઈરાકીઓ અસરકારક રીતે પ્રતિકાર કરવામાં નિષ્ફળ રહ્યાં

સક્રિય યુદ્ધનો અંત ફેરફાર કરો

ઓપરેશન ડિઝર્ટ સ્ટ્રોમના પરિણામે કુવૈતમાંથી ઈરાકી સેનાની પીછેહઠની ઉજવણી કરતા નાગરિકો અને જવાનોએ કુવૈત અને સાઉદી અરેબિયાના ધ્વજ હવામાં લહેરાવ્યા.

સંયુક્ત સેના દ્વારા કબ્જે લેવાયેલા ઈરાકી વિસ્તારમાં શાંતિ માટે બેઠક મળી. જેમાં યુદ્ધવિરામ માટે ચર્ચા થઈ, જેની ઉપર બંને પક્ષોએ હસ્તાક્ષર કર્યા. આ બેઠકમાં, હંગામી સરહદની ઈરાકની બાજુએ હેલિકોપ્ટર ઉડ્ડાણ ભરવાની ઈરાકને મંજૂરી આપવામાં આવી હતી, નાગરિક માળખાને થયેલા નુકસાનના કારણે, તથાકથિત સરકારના સ્થાનાંતરણ માટે હેલિકોપ્ટર ઉડ્ડાણને મંજૂરી આપવામાં આવી હતી. દક્ષિણમાં શિયાં સમૂદાયના બળવાને ડામી દેવા માટે આ હેલિકોપ્ટરો અને ઈરાકી સેનાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. તા. 2 ફેબ્રુઆરી 1991ના સાઉદી અરેબિયામાં સીઆઈ (CIA)ના રેડિયો કેન્દ્ર પરથી "ધ વોઈસ ઓફ ફ્રી ઈરાક"નું પ્રસારણ કરવામાં આવ્યું હતું. જેમાં આ બળવાખોરોને પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું. વોઈસ ઓફ અમેરિકાની અરબી સેવા દ્વારા આ બળવાને સમર્થન આપવામાં આવ્યું હતું, તેમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે, આ બળવો વ્યાપક છે અને ટૂંક સમયમાં તેઓ સદ્દામની સત્તામાંથી આઝાદ થઇ જશે.[૬૯]

આ તરફ ઉત્તરમાં કુર્દ નેતાઓએ અમેરિકાના નિવેદનો ઉપર ભરોસો કરીને લડાઈ શરૂ કરી દીધી, જેમાં અમેરિકાએ આશ્વાસન આપ્યું હતું કે તેઓ બળવાને અંતઃકરણ પૂર્વક પૂરેપૂરો ટેકો આપશે. તેમને આશા હતી કે આ રીતે સત્તાપલ્ટા માટે બળવો થશે. પરંતુ, જ્યારે અમેરિકા તરફથી કોઈ મદદ ન મળી, ત્યારે ઈરાકના લશ્કરી અધિકારીઓ સદ્દામને વફાદાર રહ્યાં અને તેમણે ક્રૂરતાપૂર્વક કૂર્દ બળવાને ડામી દીધો. લાખોની સંખ્યામાં કૂર્દ લોકો, તૂર્કી અને ઈરાનના કૂર્દ બહુમતિવાળા પહાડી વિસ્તારોમાં નાસી છુટ્યાં. પરિણામે, ઈરાકના ઉત્તર અને દક્ષિણ ભાગમાં 'નો-ફ્લાઈ ઝોન' ઊભા કરવામાં આવ્યા. કુવૈતમાં, અમિર પુનઃસત્તારૂઢ થયા. ઈરાક સાથે ભળેલા હોય તેવા સંદેહાસ્પદ લોકોને ડામી દેવામાં આવ્યા. આગળ જતાં, લગભગ ચાર લાખ લોકોને દેશ નિકાલ આપવામાં આવ્યો, જેમાં મોટી સંખ્યામાં પેલેસ્ટાઈન વાસીઓનો પણ સમાવેશ થતો હતો, કારણ કે, પીએલઓ (PLO) દ્વારા સદ્દામ હુસૈનને સમર્થન આપવામાં આવ્યું હતું. વર્ષ 2004માં પીએલઓ (PLO)એ સદ્દામ હુસૈનના સમર્થન બદલ ઔપચારિક માફી માગી હતી.

બગદાદને કબ્જે કરીને સદ્દામ હુસૈનની સરકારને સત્તા ઉપરથી ફેંકી ન દેવા બદલ, બુશ વહિવટીતંત્રની થોડી ટીકા પણ થઈ હતી. 1998માં બુશ અને બ્રેન્ટ સ્કોક્રોફ્ટ દ્વારા સંયુક્ત રીતે લખાયેલા પુસ્તક, અ વર્લ્ડ ટ્રાન્સફોર્મ્ડ માં તેમણે એવી દલીલ રજૂ કરી છે કે, આમ કરવાથી (સદ્દામને સત્તા ઉપરથી ઉતારી નાખવાથી) સંગઠનમાં ભંગાણ પડવાની શક્યતા રહેલી હતી જેના કારણે, બિન-જરૂરી રીતે રાજકીય અને માનવીય કિંમત ચૂકવી પડી હોત.

વર્ષ 1992માં, યુદ્ધ દરમિયાન યુનાઇટેડ સ્ટેટ્સના રક્ષા સચિવ, ડિક ચેન્નીએ પણ આ તર્ક રજૂ કર્યો હતો:

I would guess if we had gone in there, we would still have forces in Baghdad today. We'd be running the country. We would not have been able to get everybody out and bring everybody home.

And the final point that I think needs to be made is this question of casualties. I don't think you could have done all of that without significant additional U.S. casualties, and while everybody was tremendously impressed with the low cost of the (1991) conflict, for the 146 Americans who were killed in action and for their families, it wasn't a cheap war.

And the question in my mind is, how many additional American casualties is Saddam (Hussein) worth? And the answer is, not that damned many. So, I think we got it right, both when we decided to expel him from Kuwait, but also when the President made the decision that we'd achieved our objectives and we were not going to go get bogged down in the problems of trying to take over and govern Iraq.[૭૦]

મોટાપાયા પોતાની જ લશ્કરી તાકાતને સામેલ કરવાના બદલે, યુનાઇટેડ સ્ટેટ્સને આશા હતી કે, આંતરિક બળવામાં સદ્દામનો તખ્તાપલટ થઈ જશે. કેન્દ્રીય તપાસ એજન્સીએ ઈરાકના બળવાખોરોને સંગઠિત કરવા પોતાની અસક્યામતોનો ઉપયોગ કર્યો, પરંતુ ઈરાકી સરકારે આ પ્રયાસોને નકારી કાઢ્યા હતા.

તા. 10 માર્ચ 1991ના રોજ અમેરિકી સેનાએ પર્સિયન ગલ્ફમાંથી પાછું ફરવાનું શરૂ કરી દીધું.

સંગઠીત રાષ્ટ્રોની સામેલગીરી ફેરફાર કરો

ઓપરેશન ડિઝર્ટ સ્ટ્રોમ દરમિયાન ઇજિપ્ત, સિરિયા, ઓમાન અને કુવૈતમાંથી સંયુક્ત સેના મોકલવામાં આવી હતી.
ઓપરેશન ડિઝર્ટ સ્ટ્રોમ દરમિયાન બ્રિટિશ લશ્કરે 1 મુખ્ય યુદ્ધ ટેન્કને પડકાર્યો હતો.
ઓપરેશન ડિઝર્ટ સ્ટ્રોમ દરમિયાન ફ્રાન્સની છઠ્ઠી લાઇટ આર્મોર્ડ ડિવિઝન દ્વારા તોડી પાડવામાં આવેલી ટાઈપ 69 ટેન્કનું નિરીક્ષણ કરી રહેલાં ફ્રાન્સ અને અમેરિકાના જવાનો (નજરે પડે છે.)
A fighter jet taking off from a runway
કેનેડિયન સીએફ-18 (CF-18)હોર્નેર્ટે ગલ્ફ વોર સંઘર્ષમાં ભાગ લીધો.
1991ના પર્સિયન ગલ્ફ વોરમાં એચએમએએસ(HMAS) સિડની વહાણોનો ઉપયોગ.

સંગઠીત રાષ્ટ્રોમાં આર્જેન્ટિના, ઓસ્ટ્રેલિયા, બેહરિન, બાંગ્લાદેશ, બેલ્જિયમ, કેનેડા, ચેકોસ્લોવાકિયા, ડેનમાર્ક, ઈજિપ્ત, ફ્રાન્સ, ગ્રીસ, હોન્ડુરાસ, હંગેરી, ઈટાલી, કુવૈત, મલેશિયા, મોરક્કો, નેધરલેન્ડ, ન્યૂઝિલેન્ડ, નાઈજર, નોર્વે, ઓમાન, પાકિસ્તાન, ફિલિપિન્સ, પોલેન્ડ, પોર્ટુગલ, કતાર, રોમાનિયા, સાઉદી અરેબિયા, સેનેગલ, દક્ષિણ કોરિયા, સ્પેન, સિરિયા, તૂર્કી, યુનાઈટેડ આરબ અમિરાત (સંયુક્ત આરબ અમિરાત), બ્રિટન અને યુનાઇટેડ સ્ટેટ્સનો સમાવેશ થતો હતો.[૭૧]

જર્મની અને જાપાન દ્વારા આર્થિક સહકાર અને લશ્કરી ઉપકરણો આપવામાં આવ્યા હતા, તેમણે કોઈ સીધી લશ્કરી સહાય મોકલી ન હતી. જે આગળ જતાં ચેકબુક રાજનીતિ તરીકે ઓળખાઈ. યુનાઇટેડ સ્ટેટ્સ દ્વારા ઈઝરાયેલને તટસ્થ રહેવા માટે વિનંતી કરવામાં આવી હતી, આથી પોતાની સીમામાં ઈરાકના મિસાઈલ હુમલા છતાં ઈઝરાયેલ સક્રિય રીતે યુદ્ધમાં સામેલ થયું ન હતું. ભારતે અરબી અખાતમાં રહેલી તેની ઇંધણ ભરવાની વ્યવસ્થાના ઉપયોગ સ્વરૂપે લશ્કરી સહાય આપી હતી[સંદર્ભ આપો], પરંતુ યુદ્ધમેદાનમાં લશ્કરી દળ મોકલ્યું ન હતું.

યુનાઇટેડ કિંગડમ ફેરફાર કરો

યુદ્ધમાં લડાયક મોરચા દરમિયાન અન્ય યુરોપીય રાષ્ટ્રની સરખામણીમાં યુનાઇટેડ કિંગ્ડમે સૌથી વધુ સંખ્યામાં સૈનિકો મોકલ્યા હતા. પર્સિયન ગલ્ફના સૈન્ય અભિયાનોને ઓપરેશન ગ્રેન્બી એવું ગુપ્ત નામ આપવામાં આવ્યું હતું. બ્રિટનની લશ્કરી રેજિમેન્ટોને (મોટાભાગે બ્રિટનની પહેલી આર્મર્ડ ડિવિઝન સાથે), રૉયલ એરફોર્સ સ્ક્વૉર્ડનો અને રૉયલ નેવીના જહાજોને ગલ્ફ વોર માટે મોકલવામાં આવ્યા હતા. રૉયલ એરફોર્સ દ્વારા વિવિધ પ્રકારના લડાકૂ વિમાનોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, જે સાઉદી અરેબિયાના વિવિધ હવાઈ મથકો પરથી સંચાલિત થતા હતા (ઉડ્ડાણ ભરતા હતા.) 2,500 જેટલી બખ્તરગાડી અને 43,000 જવાનોને[૭૧] દરિયાઈ માર્ગે યુદ્ધ માટે મોકલવામાં આવ્યા હતા.

ઈરાની અખાતમાં તૈનાત કરવામાં આવેલા રૉયલ નેવીના જહાજોમાં મુખ્યત્વે બ્રોડ્સવર્લ્ડ- પ્રકારની લડાયક નૌકાઓ અને શિફિલ્ડ -પ્રકારની યુદ્ધનૌકાઓનો મોટી સંખ્યામાં સમાવેશ થતો હતો. અન્ય આરએન(RN)અને આરએફએ(RFA) જહાજો પણ તૈનાત કરવામાં આવ્યા હતા. હળવા વિમાનવાહક જહાજ એચએમએસ(HMS)આર્ક રૉયલ ને ખાડી વિસ્તારમાં તૈનાત કરવામાં આવ્યું ન હતું, પરંતુ, તેને ભૂમધ્ય સમુદ્રમાં તૈનાત કરવામાં આવ્યું હતું.

ફ્રાંસ ફેરફાર કરો

યુરોપમાંથી મોટી સંખ્યામાં સેના મોકલનારા રાષ્ટ્રોમાં ફ્રાન્સ બીજા ક્રમે હતું. ફ્રાન્સે યુદ્ધ દરમિયાન 18,000 સૈનિકો મોકલ્યા હતા.[૭૧] ફ્રાન્સની સેનામાં મુખ્યત્વે છઠ્ઠી લાઇટ આર્મર્ડ ડિવિઝનનો સમાવેશ થતો હતો. જેણે યુ.એસ.ની 18મા(U.S. XVIII) એરબોર્ન કોર્પસની ડાબી બાજુએ રહીને યુદ્ધ લડ્યું હતું. આ દળમાં ફ્રેન્ચ ફોરેન લિજિયનના સૈનિકોનો પણ સમાવેશ થતો હતો. શરૂઆતમાં, ફ્રાન્સએ તેના સીધા રાષ્ટ્રીય આદેશ અને નિયંત્રણ હેઠળ કામગીરી બજાવી હતી. આ માટે અમેરિકા, સાઉદી અરેબિયા અને સેન્ટકોમ(CENTCOM)સાથે સઘન સંકલન સાધવામાં આવતું હતું. જાન્યુઆરીમાં, આ ડિવિઝનને યુ.એસ.ની 18મી (U.S. XVIII) એરબોર્ન કોર્પ્સના વ્યુહાત્મક નિયંત્રણમાં મૂકવામાં આવી. ફ્રાન્સ દ્વારા સંખ્યાબંધ લડાકૂ વિમાન અને નૌકા ટૂકડીઓ મોકલવામાં આવી હતી. ફ્રાન્સ દ્વારા તેમના પ્રદાનને ઓપરેશન ડૅજ્યુએટ નામ આપવામાં આવ્યું હતું.

કેનેડા ફેરફાર કરો

કુવૈત ઉપરના ઈરાકના આક્રમણને તુરંત જ વખોડનારા રાષ્ટ્રોમાં કેનેડાનો સમાવેશ થતો હતો અને તુરત જ યુ.એસ. (U.S)ના નેતૃત્વવાળા સંગઠનમાં જોડવા માટે તૈયાર થઈ ગયું હતું. ઓગસ્ટ 1990માં કેનેડાના વડાપ્રધાન બ્રાયન મુલરોનીએ કેનેડાના દળોને લડાયક યુદ્ધ નૌકાઓ તૈનાત કરવાઢાંચો:HMCS અને ઢાંચો:HMCSદરિયાઈ વ્યવહાર પર નિયંત્રણ રાખનારા દળો સાથે સામેલ થવા માટે આદેશ કર્યો. પ્રસિયન ખાડીમાં સંયુક્ત સેનાનાં પરિવહન દળોને એકઠાં કરવા માટે એક જહાજઢાંચો:HMCS પણ મોકલવામાં આવ્યું હતું. યુદ્ધ વિરામ પછી કેનેડાના ચોથા જહાજએઢાંચો:HMCS કુવૈતની મુલાકાત લીધી હતી.

ઈરાક સામે સૈન્યપ્રયોગ માટે સંયુક્તરાષ્ટ્ર (UN)ની મંજૂરી પછી, કેનેડાના દળોએ સીએફ-18 (CF-18) હોર્નેટ સ્ક્વૉર્ડન સહાયક દળો અને યુદ્ધ મોરચાં પર ઘાયલ થયેલાઓની સારવાર અર્થે ફિલ્ડ હોસ્પિટલ (યુદ્ધમેદાન પર હંગામી રીતે ઊભું કરાયેલું દવાખાનું) મોકલી હતી. જ્યારે હવાઈ યુદ્ધની શરૂઆત થઈ ત્યારે, સંયુક્ત સેના સાથે સંકલનમાં રહીને સીએફ-18(CF-18) વિમાનોને હવાઈ સંરક્ષણ આપવાની તથા નિર્ધારિત લક્ષ્યાંકોને ઉડાવી દેવાની કામગીરી સોંપવામાં આવી હતી. કોરિયાના યુદ્ધપછી પ્રથમ વખત, કેનેડાનું લશ્કર આક્રમક યુદ્ધ અભિયાનોમાં સામેલ થયું હતું.

ઓસ્ટ્રેલિયા ફેરફાર કરો

ઓસ્ટ્રેલિયા દ્વારા નેવલ ટાસ્ક ગ્રુપ મોકલવામાં આવ્યું હતું, જે ઓપરેશન દમાસ્ક હેઠળ પર્સિયન ખાડી અને ઓમાનની ખાડીમાં તૈનાત બહુરાષ્ટ્રીય-નૌકા કાફલાનો હિસ્સો હતું. ઉપરાંત, આરોગ્ય ટૂકડીઓને યુ.એસ. (U.S.)ની હોસ્પિટલ શીપ પર (વિશેષ જહાજ) તૈનાત કરવામા આવી હતી. જે ઈજાગ્રસ્તોને આરોગ્ય સેવા પૂરી પાડતું હતું. યુદ્ધ અભિયાન પૂર્ણ થયા બાદ કુવૈતના બંદરોના જળવિસ્તારમાં પાથરવામાં આવેલી સૂરંગોને હટાવવાનું કામ ઓસ્ટ્રેલિયાનાનૌકાદળની ડૂબકીમાર ટૂકડીએ કર્યું હતું

વર્ષ 1991ના પર્સિયન ગલ્ફ વોર દરમિયાન લશ્કરી દળો મોકલનાર આંતરરાષ્ટ્રીય સંગઠનમાં ઓસ્ટ્રેલિયા પણ સભ્ય હતું. ઓસ્ટ્રેલિયાની સેનાએ સંઘર્ષ જોયો ન હતો પરંતુ કુવૈત પર આક્રમણ કરવાના પગલે ઈરાક ઉપર લાદવામાં આવેલા પ્રતિબંધાત્મક નિયંત્રણોને લાગૂ કરવામાં ઓસ્ટ્રેલિયાએ ચાવીરૂપ ભૂમિકા ભજવી હતી. આ સાથે ઓપરેશન ડિઝર્ટ સ્ટ્રોમમાં વધુ એક નાની સહાય કરી હતી. પરિણામે પર્સિયન ગલ્ફ વોરના અંતે ઓસ્ટ્રેલિયાએ ઉત્તર ઈરાકમાં રાહત કામગીરીના ભાગ રૂપે ઓપરેશન હેબીટેટ અંતર્ગત એક મેડિકલ યુનિટ(એકમ)ની સ્થાપના કરી.


મૃત્યુ-ઈજાઓ ફેરફાર કરો

નાગરિક ફેરફાર કરો

યુદ્ધના શરૂઆતના તબક્કામાં લડાકૂ વિમાન અને ક્રૂઝ મિસાઈલ્સ દ્વારા ઈરાક પર હવાઈ હુમલાના કારણે, મોટાપાયા પર નાગરિકોના મોત ઉપર વિવાદ ઊભો થયો હતો. યુદ્ધના શરૂઆતના 24 કલાકમાં જ ઈરાક ઉપર 1,000 કરતા વધુ હવાઈ હુમલા કરવામાં આવ્યા હતા. આ હુમલાઓમાં બગદાદના વિવિધ સ્થળોને નિશાન બનાવીને કરવામાં આવ્યા હતા. સદ્દામ હુસૈનનું સત્તાસ્થાન હોવાના કારણે તથા ઈરાકના દળોનું આદેશ અને નિયંત્રણ અહીંથી થતું હોવાના કારણે ઈરાક ઉપર ભારે બૉમ્બમારો કરવામાં આવ્યો હતો. આથી, મોટાપાયા પર નાગરિકોના મોત થયાં.

ભૂમિ યુદ્ધ પહેલા કરવામાં આવેલા બૉમ્બમારા દરમિયાન અનેક હવાઈ હુમલાઓના કારણે, નાગરિકોના(ઈરાકના) મોત થયા હતા. આ પ્રકારના એક નોંધનીય બનાવમાં, સ્ટિલ્થ વિમાનોએ અમિરિયામાં એક બંકરને નિશાન બનાવ્યું હતું, જેમાં 200-400 નાગરિકોના મોત થયા હતા, તેઓ એ સમયે ત્યાં(બંકરમાં) આશરો લઈ રહ્યાં હતા. ઘટના સ્થળે, અત્યંત ખરાબ રીતે દાઝેલાં લોકોના દ્રશ્યો પ્રસારિત કરવામાં આવ્યા હતા, જેથી બંકરના ઉપયોગ અંગે વિવાદ ઊભો થયો હતો, કેટલાક એવું કહી રહ્યાં હતા કે, તે નાગરિકોના આશરા માટે તૈયાર કરવામાં આવેલું બંકર હતું, જ્યારે અન્ય કેટલાકના કહેવા પ્રમાણે, તે ઈરાકના લશ્કરી અભિયાનો માટેનું કેન્દ્ર હતું, અને નાગરિકોને ત્યાં માનવ કવચના હેતુસર રાખવામાં આવ્યા હતા.

બેથ ઑસ્બ્રોન દાપોન્તે દ્વારા કરવામાં આવેલી તપાસના અંદાજ પ્રમાણે લગભગ 3,500 નાગરિકો બૉમ્બમારામાં, અને અંદાજે 1,00,000 નાગરિકો યુદ્ધની અન્ય અસરોના કારણે માર્યા ગયા હતા.[૭૨][૭૩][૭૪]

ઈરાકી ફેરફાર કરો

યુદ્ધના કારણે માર્યા ગયેલા ઈરાકના સૈનિકોનો ચોક્કસ આંકડો મળી નથી શક્યો. પરંતુ એવું માનવામાં આવે છે કે, મોટી સંખ્યામાં સૈનિકોના મોત થયા હતા. કેટલાકના(યુદ્ધ નિષ્ણાતો) અંદાજ પ્રમાણે, ઈરાકના 20,000 થી 35,000 જવાનો માર્યા ગયા હતા.[૭૨] યુ.એસ. (U.S.)ના વાયુદળના આદેશથી તૈયાર કરવામાં આવેલા અહેવાલ પ્રમાણે હવાઈ હુમલામાં 10,૦૦૦ થી 12,000 મોત થયા હતા. જ્યારે ભૂમિ યુદ્ધમાં 10,000 સૈનિકોના મોત થયા હતા.[૭૫] ઈરાકના યુદ્ધકેદીઓના અહેવાલો પર આ વિશ્લેષણ કરવામાં આવ્યું હતું.

ઇસ્લામી રાષ્ટ્રોનું સમર્થન હાંસલ કરવાના હેતસુર સદ્દામ હુસૈનની સરકાર દ્વારા મોટાપાયા પર નાગરિકોની મોતના આંકડા આપવામાં આવ્યા હતા.[સંદર્ભ આપો]ઈરાકની સરકારના દાવા પ્રમાણે હવાઈ હુમલામાં 2,300 નાગરિકોના મોત થયા હતા.[સંદર્ભ આપો]વૈકલ્પિક સંરક્ષણ પરના એક અભ્યાસના તારણ પ્રમાણે આ યુદ્ધમાં ઈરાકના 3,664 નાગરિકો અને 20,૦૦૦ થી 26,000 સૈનિકો માર્યા ગયા હતા. જ્યારે 75,000 સૈનિકો ઈજાગ્રસ્ત થયા હતા.[૭૬]

જોડાણ ફેરફાર કરો

પેટ્રિઅટ મિસાઇલનું લોન્ચ.

ડીઓડી (ડિપાર્ટમેન્ટ ઑફ ડિફેન્સ-DoD)ના અહેવાલ પ્રમાણે, યુદ્ધમાં યુ.એસ. (U.S.)ના દળોના 148 સૈનિકોનો મોત થયા હતા (જેમાં 35 મિત્ર રાષ્ટ્રોના ગોળીબારમાં માર્યા ગયા હતા.), જેમાં એમઆઈએ(MIA) એક પાઈલોટનો પણ સમાવેશ થતો હતો. (ઓગસ્ટ 2009માં તેનું શબ મળી આવ્યું હતું અને તેની ઓળખવીધિ થઈ હતી). જ્યારે યુદ્ધેત્તર અકસ્માતોમાં અમેરિકાના 145 સૈનિકોના મોત થયા હતા.[૭૭] બ્રિટન (UK)ના 47 જવાનોના મોત થયા હતા.(જેમાં મિત્રરાષ્ટ્રોના ગોળીબારમાં માર્યા ગયેલા 9 જવાનોનો પણ સમાવેશ થાય છે.) ફ્રાન્સના બે અને કુવૈતને બાકાત કરતા આરબ રાષ્ટ્રોના 37 જવાનોના મોત થયા હતા.(જેમાં સાઉદી અરેબિયાના 18, ઈજિપ્તના 10, સંયુક્ત આરબ અમિરાત (UAE )ના છે અને સિરિયાના ત્રણ સૈનિકોનો સમાવશ થાય છે.)[૭૭] બંધક બનાવાયાના 10 વર્ષ પછી પણ કુવૈતના અંદાજે 605થી વધુ સૈનિકો લાપતા છે.[૭૮]

યુદ્ધ દરમિયાન તા. 25 ફેબ્રુઆરી 1991ના રોજ સંયુક્ત સેનાને સૌથી વધુ નુકસાન થયું હતું. ઈરાકની અલ-હુસૈન મિસાઈલ સાઉદી અરેબિયાના દહરાનમાં અમેરિકાના સૈનિકોની છાવણી પર ત્રાટકી હતી. જેમાં પેન્સિલ્વેનિયાથી આવેલા યુ.એસ. (U.S.)ની સેનાના અનામત રાખવામાં આવેલા 28 જવાનોના મોત થયા હતા. યુદ્ધ દરમિયાન ઈરાકના ગોળીબારમાં સંયુક્ત સેનાના કુલ 190 જવાનોના મોત થયા હતા. સંગઠીત સેનાનો કુલ મરણાંક 358 હતો. જેમાં અમેરિકાના 113 જવાનોનો સમાવેશ થતો હતો. જ્યારે મિત્રરાષ્ટ્રો દ્વારા કરવામાં આવેલા ગોળીબારમાં 44 જવાના મોત થયા હતા અને 57 ઘાયલ થયા હતા. જ્યારે 145 સૈનિકો અકસ્માતે દારૂગોળો ફાટકવાથી કે અન્ય યુદ્ધેત્તર અકસ્માતોમાં માર્યા ગયા હતા.[સંદર્ભ આપો]

યુદ્ધમાં સંયુક્ત સેનાના 776 સૈનિકો ઘાયલ થયા હોવાનું માનવામાં આવે છે, જેમાં અમેરિકાના 458 સૈનિકોનો પણ સમાવેશ થાય છે.[૭૯]

જોકે, વર્ષ 2000ની સ્થિતી પ્રમાણે, ગુલ્ફવોરમાં ભાગ લેનારા 183,000 સૈનિકોને યુ.એસ. (U.S.) ના વેટરર્નસ(ઘડાયેલા યોદ્ધા) દ્વારા કાયમી અશક્ત જાહેર કરવામાં આવ્યા છે. જે યુદ્ધમાં ભાગ લેનારા અમેરિકન (U.S.) સૈનિકોની કુલ સંખ્યાના એક ચતૂર્થાંશ કરતા વધુ છે.[૮૦][૮૧] ગલ્ફ વોરમાં 700,000થી વધુ મહિલા-પુરૂષ સૈનિકોએ ભાગ લીધો હતો. કુલ સૈનિકોના 30% કરતા વધુ સૈનિકો અનેક ગંભીર સમસ્યાઓથી પીડિત છે, જેને પૂર્ણ રીતે સમજી નથી શકાઈ.[૮૨]

દુશ્મનના ગોળીબારમાં સંયુક્ત સેનાના જવાનોના મોત ફેરફાર કરો

1 માર્ચ 1991, કુવૈતમાં, ઓપરેશન ડિઝર્ટ સ્ટ્રોમ દરમિયાન એમ-113 એપીસી (M-113 APC) અને રોયલ સાઉદી લેન્ડ ફોર્સના અન્ય લશ્કરી વાહનો સૂરંગો સાફ કરતા એક ખાડી નજીક પહોંચ્યા.

ઈરાકના હુમલામાં સંયુક્ત સેનાના 190 સૈનિકોના મોત થયા હતા, જ્યારે અન્ય 379ના મોત મિત્ર રાષ્ટ્રોના ગોળીબારમાં કે અન્ય અકસ્માતોમાં થયા હતા. અંદાજ કરતા આ નુકસાન બહુ ઓછું હતું. અમેરિકી સૈનિકોના મોતના આંકડામાં ત્રણ મહિલા સૈનિકોનો પણ સમાવેશ થતો હતો.

સંયુક્ત સેનાના સૈનિકોના મોતની સંખ્યાની દેશ મુજબ યાદી આ મુજબ છે.

યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા યુનાઇટેડ સ્ટેટ્સ - 294 (દુશ્મનોના ગોળીબારમાં 114, અકસ્માતમાં 145, મિત્ર રાષ્ટ્રોના ગોળીબારમાં 35)
યુનાઇટેડ કિંગડમ યુનાઇટેડ કિંગ્ડમ - 47 (દુશ્મનોના ગોળીબારમાં 38, મિત્રરાષ્ટ્રોના ગોળીબારમાં 9)
સાઉદી અરેબિયા સાઉદી અરેબિયા - 18[૮૩]
ઇજિપ્ત ઈજિપ્ત - 11[૮૪]
સંયુક્ત આરબ અમીરાત સંયુક્ત આરબ અમિરાત - 6[૮૫]
સિરિયા સિરીયા - 2[૮૬]
ફ્રાન્સ ફ્રાન્સ - 2
કુવૈત કુવૈત - 1 (ઑપરેશન ડિઝર્ટ સ્ટ્રોમના ભાગ તરીકે)[૮૭]

મિત્રરાષ્ટ્રો દ્વારા ગોળીબાર ફેરફાર કરો

ઈરાકની સાથે અથડામણમાં માર્યા ગયેલા સંયુક્ત સેનાના સૈનિકોની સંખ્યા પ્રમણમાં ઓછી હતી, અન્ય મિત્ર રાષ્ટ્રો સૈનિકોના હુમલામાં માર્યા ગયેલા સૈનિકોની સંખ્યા નોંધપાત્ર હતી. યુદ્ધમાં અમેરિકાના 148 સૈનિકો માર્યા ગયા હતા. જેમાંથી 35 સૈનિકો મિત્ર રાષ્ટ્રોના ગોળીબારમાં માર્યા ગયા હતા, ટકાવારીની દ્રષ્ટિએ આ સંખ્યા 24 ટકા જેટલી ગણી શકાય. વધુમાં, મિત્ર રાષ્ટ્રોનો દારૂગોળો ફાટવાથી 11 સૈનિકોના મોત થયા હતા. યુનાઇટેડ સ્ટેટ્સના વાયુદળ ના એ-10(A-10) થંડરબોલ્ટ II એ બ્રિટનની બે બખ્તરગાડીને (IFV) નિશાન બનાવ્યા હતા, જેમાં બ્રિટનના 9 સૈનિકો માર્યા ગયા હતા.

સ્કડ હુમલાઓમાં નાગરિકોના મોત ફેરફાર કરો

ગલ્ફ વોર દરમિયાન લશ્કરી અધિકારીઓએ પાછી ફરેલી સ્કડ મિસાઈલનું પરિક્ષણ કર્યું.
રોકેટ હુમલાઓને કારણે નિરાશ્રિત બનેલા ઈરાકી નાગરિકો

યુદ્ધના સાત અઠવાડિયા દરમિયાન ઈરાક દ્વારા ઈઝરાયેલ પર 42 સ્કડ મિસાઇલો છોડવામાં આવી હતી.[૮૮] આ હુમલાઓમાં ઈઝરાયેલના બે નાગરિકોના મોત થયા જ્યારે લગભગ 230 ઘાયલ થયા. જેમાં 10 નાગરિકોને ગંભીર અને એક નાગરિકને અતિ ગંભીર ઈજા પહોંચી હતી[૧૦] જ્યારે અન્ય કેટલાકને મિસાઇલ હુમલાના પગલે હૃદયરોગના હુમલા આવ્યા હતા, જે જીવલેણ સાબિત થયા હતા. આ હુમલાઓના પગલે ઈઝરાયેલ જવાબી સૈન્ય કાર્યવાહી કરવા માટે તૈયાર થઈ ગયું હતું. પરંતુ યુ.એસ. (U.S.)ની સરકારના કહેવાથી હુમલા ન કરવા માટે સહમત થયું હતું. અમેરિકાને ભીતિ હતી કે, જો ઈઝરાયેલ યુદ્ધમાં સામેલ થશે તો અન્ય આરબ રાષ્ટ્રો સંગઠનમાંથી ખસી જશે અથવા ઈરાકના પક્ષમાં જોડાઈ જશે. ઈઝરાયેલના નાગરિકોની સુરક્ષા માટે એમઆઈએમ-104 (MIM-104)પેટ્રિઅટ મિસાઈલના બે દળો આપવામાં આવ્યા હતા.[૮૯]

સ્કડ મિસાઇલનો પ્રતિકાર કરવા માટે ધ રૉયલ નેધરલેન્ડ એરફોર્સ દ્વારા તૂર્કી અને ઈઝરાયેલમાં પેટ્રિઅટ મિસાઇલો તૈનાત કરવામાં આવી હતી. યુદ્ધ પછી નેધરલેન્ડના સંરક્ષણ વિભાગે એવું નિવેદન કર્યું હતું કે, પેટ્રિઅટ મિસાઇલનો ઉપયોગ મોટાભાગે નિરર્થક રહ્યો હતો, આમ છતાં તેની મનૌવૈજ્ઞાનિક કિંમત(અસર) ઊંચી છે.[૯૦] ઈઝરાયેલના શહેરો દ્વારા ઉપયોગમાં લેવામાં આવતી મજબૂત બાંધકામ વ્યવસ્થાના કારણે અને માત્ર રાત્રીના જ સ્કડ મિસાઇલોના હુમલાના કારણે, સ્કડ મિસાઇલ હુમલામાં મરનાર અને ઘાયલ થનારાઓની સંખ્યા મર્યાદિત રહી હતી.[૧૦]

ઈઝરાયેલ ઉપરાંત સાઉદી અરેબિયા ઉપર 44 સ્કડ મિસાઇલો છોડવામાં આવી હતી. જ્યારે બેહરિન તથા કતાર પર એક-એક સ્કડ મિસાઇલો છોડવામાં આવી હતી. આ મિસાઇલો નાગરિક તથા લશ્કરી મથકોને નિશાન બનાવી છોડવામાં આવી હતી. આ હુમલાઓમાં સાઉદી અરેબિયાના એક નાગરિકનું મોત અને અન્ય 66ને ઈજા પહોંચી હતી. જ્યારે બહેરિન અને કતારમાં કોઈને પણ થઈ ન હતી.

તા. 25 ફેબ્રુઆરી 1991ના દિવસે, સાઉદી અરેબિયાના દેહરાન ખાતે તૈનાત અમેરિકી (U.S.) સૈનિકોના નિવસાસ્થાન પર સ્કડ મિસાઈલ ત્રાટકી હતી. જેમાં 28 સૈનિકોના મોત થયા હતા અને 100 જેટલા ઈજાગ્રસ્ત થયા હતા. આ સૈનિકો મુળતઃ પેન્સિલવેનિયાના ગ્રીન્સબર્ગની 14મી ક્વાર્ટરમાસ્ટર ડિટેચમેન્ટના સૈનિકો હતા.[૧૧]


ગલ્ફ વોરના વિવાદો ફેરફાર કરો

ખાડી યુ્દ્ધ માંદગી ફેરફાર કરો

ગલ્ફ વોરમાં ભાગ લેવાને કારણે, સંયુક્ત સેનાના પાછા ફરેલા સંખ્યાબંધ સૈનિકો માંદા પડ્યા હોવાનું નોંધાયું હતું. આ ઘટનાને ગલ્ફ વોર સિન્ડ્રોમ અથવા ગલ્ફવોર ઈલનેસ તરીકે ઓળખવામાં આવે છે. આ માંદગી અને જન્મજાત ખામીઓ અનેક અટકળો અને મતભેદો પ્રવર્તે છે. આ પાછળના સંભવિત પરિબળોમાં યુરેનિયમ સાથે સંસર્ગમાં આવવાથી, રાસાયણિક હથિયારો, યુદ્ધમાં તૈનાત સૈનિકોને એન્થ્રેક્સની રસી આપવી અને/અથવા ચેપી રોગો પ્રમુખ કારણ હતા. યુ.એસ.એ.એફ. (USAF)ના ભૂતપૂર્વ અધિકારી મેજર માઈકલ ડોનેલી એ ખાડીયુદ્ધમાં ભાગ લીધો હતો. તેમણે આ લક્ષણોને લોકો સમક્ષ લાવવામાં કરવામાં મદદ કરી અને આ મુદ્દે અસરગ્રસ્ત સૈનિકોના અધિકારો માટે હિમાયત કરી.

વધુ પડતા યુરેનિયમની અસરો ફેરફાર કરો

અંદાજિત વિસ્તારો અને મુખ્ય ઘર્ષણો કે જેમાં ડીયુ(DU) રાઉન્ડનો ઉપયોગ થયો.

ગલ્ફ વોરમાં, ટેંકની ગતિ શક્તિ વધારવા અને 20-30 મી.મીના તોપગોળામાં ડેપલેટેડ યુરેનિયમ ડી.યુ.(DU )નો ઉપયોગ થયો હતો. ડી.યુ (DU) પાયરોફોરિક (હવાની હાજરીમાં જ્વલનશીલ) જેનોટોક્સિક (જનીનતંત્રમાં કેન્સરનું કરાણભૂત) અને ટેરાટોજેનિક (ગર્ભધારણને અસરકર્તા) ભારે ધાતુ છે. અનેક લોકો દ્વારા આ ધાતુના ઉપયોગને કારણે, ગલ્ફ વોરમાં ભાગ લેનારા સૈનિકો અને આસપાસના નાગરિકોમાં આરોગ્યલક્ષી પ્રશ્નો ઊભા થયા હોવાના ઉદાહરણ ટાંકવામાં આવ્યા. તેમ છતાં, જોખમ અંગે મિશ્ર વૈજ્ઞાનિક અભિપ્રાયો ભિન્ન હતા.[૯૧][૯૨][૯૩]

મૃત્યુનો ધોરીમાગૅ ફેરફાર કરો

તા. 26 અને 27 ફેબ્રુઆરી, 1991ની રાતે, ઈરાકી સેનાના કેટલાક પરાજીત સૈનિકો કુવૈતના અલ જહરાના મુખ્ય ધોરી માર્ગ પરથી કુવૈત છોડી રહ્યાં હતા. અંદાજે 1,400 વાહનોનો કાફલો કુવૈતથી ઈરાક પરત ફરી રહ્યો હતો. પેટ્રોલિંગ કરી રહેલા(રોન મારી રહેલા) ઈ-8 (E-8) જોઈન્ટ સ્ટાર્સ (STARS) વિમાનોએ પરત ફરી રહેલી સેના અંગે સાઉદી અરેબિયાના રિયાધ ખાતેના ડીડીએમ- 8 (DDM-8) હવાઈ અભિયાન નિયંત્રણ કેન્દ્રને આ અંગે માહિતી આપી હતી.[૯૪] પાછળથી આ વાહનો અને પરત ફરી રહેલા સૈનિકો પર હુમલો કરવામાં આવ્યો હતો. જેના કારણે 60 કી..મી. લાંબા ધોરી માર્ગ – મોતના ધોરીમાર્ગ પર કાટમાળ ફેલાઈ ગયો હતો.

બુલડોઝર હુમલો ફેરફાર કરો

યુદ્ધ દરમિયાન ઈરાકી સૈનિકોની મોટી સંખ્યામાં મોત થવાની વધુ એક ઘટના ઘટી હતી. જેના કારણે ઈરાકના સૈનિકોના મોટી સંખ્યામાં મોતનો મુદ્દો પ્રકાશમાં આવ્યો હતો. આ ઘટનાને “બુલડોઝર હુમલો” તરીકે ઓળખવામાં આવે છે. ઈરાકની પહેલી ઈન્ફ્રન્ટ્રી ડિવિઝન (મૅકનાઈઝડ)ની બે બ્રિગેડ "સદ્દામ હુસૈન લાઈન"ના હિસ્સારૂપ મોટી અને સંકુલ ખાઈમાં હતી. ત્યારે તેને ઘેરી લેવામાં આવી હતી. થોડી મસલતોના અંતે સૂરંગોને બહાર કાઢવા માટે ટન્કોમાં લગાવવામાં આવતા સાધનો અને યુદ્ધમાં વાપરવામાં આવતા જેમીન ખોદવાના સાધનો (અર્થ મુવર્સ) ની મદદથી ઈરાકના સૈનિકોને જીવતા દાટી દેવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. એક સમાચારપત્રે અહેવાલ પ્રકાશિત કર્યો હતો. જેમાં યુ.એસ. (U.S.)ના સૈન્ય અધિકારીઓને ટાંકીને એવો અંદાજ આપવામાં આવ્યો હતો કે, વર્ષ 1991ના ફેબ્રુઆરી માસની તા. 24-25ના જીવતા દટાઈ જવાના ભયથી, હજારો ઈરાકી સૈનિકોએ આત્મસમપૅણ કર્યુ હતુ. ન્યુઝ ડેમાં પેટ્રીક ડે સ્લોયાના અહેવાલ પ્રમાણે, “ લડાયક બ્રાડલે વાહનો અને બખ્તરગાડીઓએ ઉપર હુમલો કર્યો હતો. માર્યા ગયેલા ઈરાકી સૈનિકોને ટેન્કો પર લગાડવામાં આવેલા સૂરંગ દૂર કરવાના સાધનોની મદદથી દાટી દેવામાં આવતા હતા. "દળના નેતા, [કર્નલ. એન્થની] મોરેનોના આદેશથી, તુરત જ જ હું આ કામમાં જોડાયો હતો...." ત્યાં મેં જોયું કે મોટી સંખ્યામાં(ઈરાકી) સૈનિકો દટાયેલા હતા અને તેમના શસ્ત્રો અને સાધનો વેરવીખેર પડેલા હતા….” [૯૫]આમ છતાં, યુદ્ધ પછી ઈરાકી સરકારે દાવો કર્યો હતો કે, તેમને માત્ર 44 શરીરો મળ્યા હતા.[૯૬] તેમના પુસ્તક, ધ વૉર્સ અગેન્સ સદામ માં જહોન સિમ્પસોને આક્ષેપો કર્યા હતા કે, અમેરિકી (U.S.) સેનાએ આ ઘટનાને દાબી દેવાના પ્રયત્નો કર્યા હતા.[૯૭]

નિશસ્ર ઈરાકી સૈનિકોની હત્યા ફેરફાર કરો

માર્ચ-એપ્રિલ 1991માં યુરોપની સંસદમાં ગલ્ફ વોર અંગે સુનાવણી હાથ ધરવામાં આવી, જેમાં મિલિટરી કાઉન્સિલીંગ નેટવર્કના માઇક ઇર્લિકે નિવેદન આપ્યું હતું કે, "સેંકડો, શક્ય છે કે, હજારો ઈરાકી સૈનિકો આત્મસમર્પણ કરવાના હેતુથી અમેરિકા (U.S.)તરફ આવી રહ્યાં હતા. આત્મસમર્પણના પ્રયાસ રૂપે તેમણે હથિયારો હવામાં ઊંચા રાખ્યા હતા. તેમ છતાં આ જૂથમાંથી કોઈપણને યુદ્ધકેદીઓ નહીં બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. ખુદ આ ટૂકડીના મુખ્ય અધિકારીએ ઈરાકના એક સૈનિકને ટેન્ક-વિરોધી મિસાઇલ દ્વારા ઠાર માર્યો, રણગાડીનો નાશ કરવા માટે વાપરવામાં આવતી મિસાઈલનો ઉપયોગ એક માણસ વિરૂદ્ધ કરવામાં આવ્યો હતોદરમિયાન ટૂકડીના તમામ સભ્યોએ ગોળીબાર કરવાનું શરૂ કરી દીધું. સાદી ભાષામાં કહીએ તો તે, નરસંહાર હતો.[૯૮]


ઈરાકના નાગરિક સંસ્થાનો પર સંયુક્ત સેનાનો બોમ્બમારો ફેરફાર કરો

23 જુન, 1991ના રોજ વોશિંગ્ટન પોસ્ટની આવૃતિમાં સંવાદદાતા બાર્ટ ગેલ્લમાને લખ્યું, "મોટા ભાગના નિશાન (ઈરાકને) હરાવવા માટે જ કરવામાં આવ્યા હતા, જ્યારે અન્ય કેટલાક સ્થળોને હેતુપૂર્વક નિશાન બનાવવામાં આવ્યા હતા. લશ્કરી વ્યૂહરચનાકારોને આશા હતી કે, આ બોમ્બમારો ઈરાક પરના આંતરરાષ્ટ્રીય પ્રતિબંધોની આર્થિક અને માનસિક અસરને અનેકગણી વધારી મૂકશે. ઈરાકને ઔદ્યોગિક સમાજ તરીકેની પ્રસ્થાપિત કરતા સ્થળોને ભારે નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું..."[૯૯]જાન્યુઆરી-ફેબ્રુઆરી 1995માં ફોરેન અફેર્સની આવૃતિમાં ફ્રેન્ચ રાજદૂત એરિક રોઉલેઉએ લખ્યું હતું, "[T]સરકારના આ પગાલપન સાથે સીધી રીતે નહીં સંકળાયેલા ઈરાકી નાગરિકોએ પણ આ ગાંડપણની કિંમત ચૂકવી પડી છે... કુવૈતમાંથી ઈરાકી સેનાને ખસેડવા માટે કરવામાં આવેલી લશ્કરી કાર્યવાહીની વૈધતાને ઈરાકીઓ સમજે છે,પરંતુ, ઈરાકના માળખા અને ઉદ્યોગો, વીજમથકો (કુલ ક્ષમતાનો 92 ટકા હિસ્સો નાશ પામ્યો હતો.), રિફાઈનરીઓ (કુલ ઉત્પાદન ક્ષમતાના 80 ટકા), પેટ્રોકેમિકલ સંકૂલો, સંચાર કેન્દ્રો (135 ટેલિફોન નેટવર્ક સહિત), પુલ (100થી વધુ), માર્ગો, ધોરી માર્ગો, રેલ માર્ગો, સેંકડો રેલ એન્જિનો, માલ ભરેલા રેલ વેગનો, રેડિયો અને ટેલિવિઝન પ્રસારણ કેન્દ્રો, સિમેન્ટના કારખાના, એલ્યુમિનિયમ, કપડા, ઈલેક્ટ્રિક તાર અને તબીબી સાધનો બનાવતી કંપનીઓનો આયોજનબંધ રીતે નાશ કરવા પાછળના સંગઠીત રાષ્ટ્રોના તર્કને તેઓ (ઈરાકીઓ) સમજી નથી શકતા.[૧૦૦]


સંયુક્ત સેનાના પ્વોસ(POW) પીડિતો ફેરફાર કરો

સંયુક્ત સેનાના પ્વોસ(POW) પીડિતો સંઘર્ષ દરમિયાન સંયુક્ત સેનાના વિમાનો તોડી પાડવામાં આવ્યા હતા, જેના ચાલકદળના સભ્યોને પી.ઓ.ડબલ્યુ (પ્રિઝનર્સ ઓફ વોર – યુદ્ધ કેદી) તરીકે ટીવી પર દર્શાવવામાં આવ્યા હતા. જેને જોઈને સ્પષ્ટ રીતે ફલિત થતું હતું કે, તેમને ખરાબ રીતે પ્રતાડિત કરવામાં આવ્યા હતા. યુદ્ધકેદીઓ સાથે ખરાબ રીતે વર્તાવ કરવામાં આવ્યો હતો અને આ માટે અનેક યુદ્ધકેદીઓએ જુબાની આપી હતી[૧૦૧], જેમાંના રૉયલ એરફોર્સ ટોર્નાડોના સભ્ય જોન નિકોલ અને જ્હોન પીટર્સેનો પણ સમાવેશ થાય છે. તેમણે આરોપો મૂક્યા કે, કેદમાં તેમના પર અસહ્ય અત્યાચારો કરવામાં આવ્યા હતા.[૧૦૨][૧૦૩] નિકોલ અને પિટર્સનની ઉપર ટેલિવિઝન કેમેરા સામે યુદ્ધ વિરોધી નિવેદન કરવા માટે દબાણ કરવામાં આવ્યું હતું.


= ફેરફાર કરો

ઓપરેશન સાઉથર્ન વોચ ===

ગલ્ફ વોર શરૂ થયું ત્યારથી માંડીને યુ.એસ. (U.S.) એ સાઉદી અરેબિયામાં પોતાના 5000 જવાનોને તૈનાત રાખ્યા હતા, વર્ષ 2003ના ઈરાકી સંઘર્ષમાં આ આકંડો વધીને 10,000 સુધી પહોંચી ગયો હતો.[૧૦૪] 1991 બાદ ઓપરેશન દક્ષિણ પર નજર કાર્યવાહી દ્વારા દક્ષિણ ઈરાકમાં નો-ફ્લાય ઝોનની ફરજ પાડવામાં આવી અને પર્સિયન ખાડીના દરિયાઈ માર્ગે થતી તેલની નિકાસને બહરિન સ્થિત યુ.એસ. (U.S.)ના પાંચમાં નૌકાદળ દ્વારા રક્ષણ પૂરુ પાડવામાં આવ્યું.

ત્યારથી સાઉદી અરેબિયાના સૌથી પવિત્ર ઈસ્લામી સ્થળ (મક્કા અને મદિનામાં) પર લશ્કરી દળોની કાયમી હાજરીને કારણે મુસ્લિમ સમૂદાયમાં નિરાશા વ્યાપી ગઈ. ગલ્ફ વોર બાદ પણ અરેબિયામાં યુ.એસ. (U. S.) સેનાની હાજરી એ 11 સપ્ટેમ્બરના આતંકવાદી હુમલા[૧૦૪] પાછળ જવાબદાર કારણોમાંનું એક હતું. ખોબર ટાવર ઉડાવી દેવાયો અને સાઉદી અરેબિયામાં એમેરિકી સેનાની મોકલ્યાના આઠ વર્ષ બાદ એ જ દિવસે 1998ના રોજ અમેરિકાની સસંદ પર હુમલો (7 ઓગસ્ટ) કરવામાં આવ્યો.[૧૦૫] બિન લાદેને મોહમ્મદ પયગંબરના દુભિષિયા તરીકે અરેબિયામાં નાસ્તિકોની હાજરી પર પ્રતિબંધ ફરમાવ્યો.[૧૦૬] 1996માં બિન લાદેને સાઉદી અરેબિયામાંથી અમેરિકન સૈનિકોને હાંકી કાઢવા માટેનું આહ્વાન કરતો એક ફતવો જાહેર કર્યો. ડિસેમ્બર 1999માં રહિમુલ્લાહ યુસુફઝાઈ સાથેની મુલાકાતમં બિન લાદેને જણાવ્યું કે તેને લાગે છે કે અમેરિકનો "મક્કાની ખૂબ જ નજીક છે" અને તેને સમગ્ર વિશ્વમાં મુસ્લિમ સમાજના ઉશ્કેરાટના કારણ તરીકે દર્શાવ્યું.[૧૦૭]

ગલ્ફ વોરની સજાઓ ફેરફાર કરો

6 ઓગસ્ટ, 1990ના રોજ કુવૈત પર ઈરાકના આક્રમણ બાદ સંયુક્ત રાષ્ટ્ર (U.N.)ની સુરક્ષા પરિષદે 661 ઠરાવ પસાર કર્યો, જેમાં ઈરાક પર આર્થિક પ્રતિબંધો લાદવાનો ઠરાવ કરવામાં આવ્યો. જે અંતર્ગત આરોગ્ય સેવાઓ, ખોરાક અને માનવ જરૂરિયાતની વસ્તુઓ સહિતની તમામ વસ્તુઓ પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો. સુરક્ષા પરિષદની પ્રતિબંધ કાયદાકીય સમિતિએ ખૂબ ચોકસાઇપૂર્વક આ નિર્ણય લીધો હતો. 1991 થી 2003 સુધી સરકારની નીતિઓ અને પ્રતિબંધોને કારણે ફુગાવાનો દર સતત ઉંચો રહ્યો, જેથી ગરીબી અને કુપોષણનો વ્યાપ પણ વધ્યો.

1990ના અંતિમ ભાગમાં ઈરાકની સામાન્ય જનતાને સહન કરવું પડતું હોઈ, સંયુક્ત રાષ્ટ્રે (UN) લાદેલા પ્રતિબંધોને હળવા કરતા તેમને ઉઠાવી લેવામાં આવ્યા. સંયુક્ત રાષ્ટ્રના અંદાજ પ્રમાણે આ પ્રતિબંધ દરમિયાન 500,૦૦૦ થી અને 1.2 મિલિયન બાળકો મૃત્યુ પામ્યા હતા.[૧૦૮] સંયુક્ત રાષ્ટ્ર (UN) સુરક્ષા પરિષદમાં પ્રતિબંધો ઉઠાવી લેવાના પ્રસ્તાવ સામે યુનાઇટેડ સ્ટેટ્સે પોતાનો વીટો પાવર વાપર્યો હતો. કારણ કે ઈરાકમાં નિ:શસ્ત્રીકરણ સંદર્ભેની ચકાસણીમાં નિષ્ફળતા સાંપડી હતી. જોકે આર્થિક પ્રતિબંધની અસરોનો ખાળવા તેણે(સંયુક્ત રાષ્ટ્રે) 1996માં ઓઇલ ફોર ફૂટ પ્રોગ્રામ (તેલ માટે ખોરાક અભિયાન) અમલમાં મૂક્યો હતો.


કુરના માર્શેસનું સાહસ ફેરફાર કરો

ધી ડેરિંગ ઓફ કુરના માર્શેસ (કુરના માર્શેસનું સાહસ)એ ગલ્ફ વોરના તુરત બાદ ઈરાકમાં શરૂ થયેલો સિંચાઈ પ્રોજેક્ટ હતો. જે અંતર્ગત તિગ્રીસ-યુફ્રાતેસ નદીના પાણી દ્વારા ઈરાકના માર્શેસના મોટા ભાગના વિસ્તારોમાં પાણી પુરૂ પાડવામાં આવ્યું. ઔપચારિક ઘોરણે અંદાજે 3000 ચોરસ કિલોમીટર જેટલો મોટો જટિલ જળપ્લાવિત વિસ્તાર પાણીથી સમૃદ્ભધ કરવામાં આવ્યો અને આ સાથે ગલ્ફ વોર અને 1991 પછી થયેલા બળવાને પરિણામે બેધર બનેલા શિયા સમૂદાયનું પુનર્વસન કરવામાં આવ્યું. વર્ષ 2000 સુધી સંયુક્ત રાષ્ટ્રના પર્યાવરણ કાર્યક્રમે અંદાજ માંડ્યો કે અંદાજે 7500 ચોરસ માઇલનો વિસ્તાર પરિવર્તિત થવાને કારણે માર્સ જમીન વિસ્તારનો 90 ટકા ભાગ અદ્રશ્ય થયેલો દેખાતો હતો.

ઘણી આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ જેવી કે સંયુક્ત રાષ્ટ્ર (U.N.) માનવ અધિકાર કમિશન, ઈરાકમાં ઈસ્લામિક ક્રાંતિ માટેની સુપ્રિમ કાઉન્સિલ, ઈન્ટરનેશનલ વાઇલ્ડફોવલ એન્ડ વેટલેન્ડ રિસર્ચ બ્યુરો અને મિડલ ઈસ્ટ વોચે પાણી વાળવાની આ વ્યુહરચનાને માર્સના અરબો પર દબાણ લાવવાના રાજકીય પ્રયાસ તરીકે લેખાવી.[૧૦૯]

ગલ્ફ વોરમાં તેલ ગળતર(રિસાવ) ફેરફાર કરો

23 જાન્યુઆરીના રોજ ઈરાકે આક્ષેપ મૂક્યો કે 400 મિલિયન ગેલન કુદરતી તેલ પર્સિયન ખાડીમાં નાખી દેવાયું, જે તે સમયના ઇતિહાસમાં તેલ ગળતર નો સૌથી મોટો જથ્થો હતો.[૧૧૦] એવું નોંધાયું કે દરિયાકાંઠે આવેલા આ કુદરતી સ્રોતો પરના ઈરાદાપૂર્વકના હુમલા સામે યુ.એસ. (U.S.) ના નૌકાદળએ રક્ષણ પુરુ પાડ્યું હતું. (મિસ્સોર અને વિસ્કોનસર એ યુદ્ધ દરમિયાન ફાઇલાકા ટાપુને વધુ જવાનોથી ઘેરી લીધો હતો. આ વિચાર ભવિષ્યમાં થનારા આકસ્મિક ઉભયસ્તરીય હુમલાના પ્રયાસ સંદર્ભે હતો.).[સંદર્ભ આપો]અંદાજે 30 થી 40% જેટલા લશ્કરી દરોડા ઈરાકના દરિયાઈ લક્ષ્યો પર કરાયા હતા.[૧૧૧]

કુવેતી તેલ આગ ફેરફાર કરો

વર્ષ 1991માં સંયુક્ત સેનાએ ઈરાકના લશ્કરી દળોને કુવૈતમાંથી હાંકી કાઢ્યા, ત્યારે સ્કોચ અર્થ પોલિસી (પૃથ્વીને બાળી નાખવાની નીતિ) હેઠળ ઈરાકની સેનાએ દેશ છોડતા પહેલા કથિત રીતે કુવૈતના 700 તેલ કુવાઓને આગ ચાંપી દીધી હતી. વર્ષ 1991ના જાન્યુઆરી અને ફેબ્રુઆરી માસ દરમ્યાન આ આગ લગાડવામાં આવી હતી. વર્ષ 1991ના નવેમ્બર માસમાં અંતિમ કુવામાં લાગેલી આગને બુજાવવામાં આવી હતી.[૧૧૨]

પરિણામે આગ કાબુ બહાર ફાટી ચૂકી હતી આથી તેના જોખમને જોતા અગ્નિશામક દળો મોકલવામાં આવ્યા હતા. તેલના કુવાઓની નજીકના વિસ્તારોમાં ખાણો આવેલી હતી આથી આગ ફાટી નિકળે તે પૂર્વે આ વિસ્તારોમાં લશ્કરી સફાઈ કરવી અનિવાર્ય બની રહ્યું હતું. અન્ય કેટલાક સ્થળોએ6 million barrels (950,000 m3) પ્રતિદિન તેલ બહાર નષ્ટ થઈ રહ્યું હતું. કેટલાક કિસ્સાઓમાં ખાનગી સેવાના સભ્યો દ્વારા આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ થયો હતો, કુવૈતમાં જેની કુલ કિંમત યુએસ (US)$1.5 બિલિયન જેટલી પહોંચી હતી.[૧૧૩] સમય પસાર થતાની સાથે આ આગ અંદાજે દસ મહિના સુધી લાગેલી રહી, જે પ્રદૂષણને કારણે સતત ફેલાતી રહી હતી.

ખર્ચ ફેરફાર કરો

યુનાઇટેડ સ્ટેટ્સ કોંગ્રેસે માંડેલા અંદાજ પ્રમાણે યુદ્ધ માટેનો અમેરિકાએ કરેલો કુલ ખર્ચ 61 .1 બિલિયન ડોલર જેટલો હતો.[૧૧૪] જેમાંથી 52 બિલિયન ડોલર જેટલી રકમ વિશ્વના જુદા જુદા દેશો દ્વારા આપવામાં આવી હતી : જેમાં 36 બિલિયન ડોલર કુવૈત, સાઉદી અરેબિયા અને અન્ય પર્સિયન ખાડી દેશો દ્વારા જ્યારે અન્ય 16 બિલિયન જર્મની અને જાપાન દ્વારા આપવામાં આવી (બંધારણને કારણે તેણે લડાઈમાં પોતાની સેના મોકલી ન હતી.) સાઉદી અરેબિયાનો 25% જેટલો હિસ્સો લશ્કરી સેવાઓના રૂપમાં આપવામાં આવ્યો, જેમાં ખોરાક અને વાહનવ્યવહાર જેવો ખર્ચ પણ સામેલ હતો.[૧૧૪] સંયુક્ત સેનામાં 74%નું પ્રતિનિધિત્વ અમેરિકી (U.S.) સેનાનું હતુ અને આથી જ યુદ્ધનો વૈશ્વિક ખર્ચ ઘણો ઉંચો રહ્યો હતો.

માધ્યમો દ્વારા કવરેજ ફેરફાર કરો

ઢાંચો:Globalizeપર્સિયન ગલ્ફ વોરને મોટા પાયે ટેલિવિઝન પર દર્શાવવામાં આવ્યું. પહેલી વાર વિશ્વના તમામ લોકોએ ટેલિવિઝનના પડદે લક્ષ્યને ભેદતા મિસાઇલ અને હવાઈ વિમાનવાહક જહાજોમાંથી લાડાકુ હથિયારોને પડતા જોયા હતા. સંયુક્ત સેના ખૂબ કુશળતા પૂર્વક પોતાના સાધનોનું નિદર્શન કરી રહી હતી.

યુનાઇટેડ સ્ટેટ્સના મુખ્ય ત્રણ પ્રસારણ કેન્દ્રોના સંવાદાતાઓ યુદ્ધના સમાચારોનું સંચાલન કરી રહ્યા હતા : જ્યારે 16 જાન્યુઆરી, 1991ની સાંજે હવાઈ હુમલો શરૂ થયો ત્યારે એબીસી (ABC)ના પિટર જેનનીગ્સ, સીબીએસ (CBS)ના ડાન રાથર અને એનબીસી (NBC)ના ટોમ બ્રોકાવ તેમના સાંજના સમાચારોમાં એન્કરીંગ કરી રહ્યા હતા. એબીસી ન્યૂઝ (ABC)ના સંવાદદાતા ગેરેય શેપર્ડ બગદાદથી જીવંત વર્ણન કરી રહ્યા હતા તેવું ક્વીટનેસ શહેરમાંથી જેનનીગ્સે કહ્યું હતું. જોકે થોડી જ ક્ષણો બાદ, શેપર્ડે હવામાં ધ્યાન ખેંચ્યું, જ્યાં ક્ષિતિજમાં પ્રકાશનો ભડકો જોઈ શકાયો હતો અને તેમાથી નિકળતી આગની જ્વાળાઓનો અવાજ જમીન સુધી સાંભળી શકાતો હતો.

યુદ્બ શરૂ થયું ત્યારે સીબીએસ (CBS) પર દર્શકો બગદાદથી રિપો્ટીંગ કરી રહેલા સંવાદદાતા અલેન પિઝ્ઝેય દ્રારા રજૂ થયેલ એક અહેવાલ નિહાળી રહ્યા હતા અહેવાલ પૂ્ર્ણ થયો ત્યાર બાદ એવી જાહેરાત કરવામાં આવી કે બગદાદમાં આગ ફાટી નિકળી હોવાના પુષ્ટિ વિહોણા સામાચારો છે અને સાઉદી અરબીયાના આકાશમાં મોટા પાયે એરટ્રાફિક જોવામાં આવ્યો છે.

એનબીસી (NBC) નાઇટ્લી ન્યુઝના સંવાદદાતા માઇક બોએટ્ટેકેરે સાઉદી અરેબિયાના દહરાનમાં અસામાન્ય અવકાશી હિલચાલ હોવાનું નોંધ્યું હતું. થોડી જ ક્ષણો બાદ બ્રોકાવે તેમના દર્શકો સમક્ષ હવાઈ હુમલો શરૂ થયાની જાહેરાત કરી હતી.

છતા પોતાના કવરેજ દ્વારા સૌથી વધુ લોકપ્રિયતા મેળવનાર હતુ સીએનએન (CNN) અને વધુમાં તેણે યુદ્ધસમયના કવરેજમાં એક જ સ્થળની ઘટનાઓ અને તેમાં થતા ફેરફારોને વારંવાર પ્રસારિત કર્યા હતા. સીએનએન (CNN) સંવાદદાતા જ્હોન હોલીમેન અને પિટર આર્નેટ્ટ તેમજ સીએનએનના (CNN) એન્કર બનાર્ડ શોએ જ્યાંથી સંઘર્ષની શરૂઆત થઈ હતી તે અલી રશિદ હોટેલથી શ્રાવ્ય અહેવાલો આપ્યા હતા. આ પ્રસારણ કેન્દ્રએ પહેલા તો ઈરાકી સરકારને તેમના અસ્થાયી કાર્યલયને સ્થાને એક કાયમી શ્રાવ્ય વ્યવસ્થા સ્થાપિત કરવા માટે મનાવી લીઘી. જ્યારે બોમ્બમારા દરમિયાન પશ્ચિમી ટીવી સંવાદાતાઓના ફોન નિષ્ક્રિય થઈ જતા તે સમયે સીએનએન (CNN) એક માત્ર સેવા હતી કે જે જીવંત પ્રસારણ આપી રહી હતી. પ્રાથમિક બોમ્બમારા બાદ આર્નેટ્ટ લાંબા સમય સુધી પાછળની ઘટનાઓ સાથે રહ્યા, જે ઈરાકમાં રિપોર્ટીંગ કરનારા એકમાત્ર અમેરિકન સંવાદદાતા હતા.


વિશ્વના સમાચારપત્રોએ પણ યુદ્ધને આવરી લીધું હતું અને 28 જાન્યુઆરી, 1991ના રોજ ટાઇમ મેગેઝિને યુદ્ધ સંદર્ભે એક વિશેષ અંક બહાર પાડ્યો હતો જેના મુખપૃષ્ટ પર યુદ્ધ સમયની બગદાદની એક તસવીર પર "વોર ઈન ધી ગલ્ફ" એવું મથાળુ ચિતરવામાં આવ્યું હતું.


માધ્યમોની સ્વતંત્રતા મુદ્દે યુ.એસ. (U.S.)ની નીતિ વિએતનામ યુદ્ધની સરખામણીએ વધુ નિયંત્રક હતી. પેન્ટાગોનના એક દસ્તાવેજમાં આ નીતિ માટે એન્નેક્ષ ફોક્ષટ્રોટ એવું મથાળું આપવામાં આવ્યું હતું. મોટા ભાગની પ્રેસ સંબંધિત માહિતી લશ્કર દ્વારા આયોજીત તૈયારીઓમાંથી આવતી હતી. માત્ર ગણતરીના પત્રકારોને જ યુદ્ધના સ્થળોની મુલાકાત કરવાની અને જવાનોના ઈન્ટરવ્યુ કરવાની પરવાનગી હતી. આ મુલાકાત ખાસ ઉપરી અધિકારીઓની હાજરીમાં જ યોજવામાં આવતી અને લશ્કરના ઉપરી અઘિકારી દ્વારા બંને તરફના વિષયોને માન્યતા આપ્યા બાદ અને તેમાં કાપકૂપ કરીને આગળ જવા દેવામાં આવતી. આ ઈરાક સંબંધિત સંવેદનશીલ માહિતીને સુરક્ષિત રાખવાનો ડોળ હતો. આ નીતિ વિએતનામ યુદ્ધ સાથેના લશ્કરી અનુભવોથી ખૂબ પ્રભાવી હતી કે જેમાં યુદ્ધને કારણે યુનાઇટેડ સ્ટેટ્સ વિરોધી લોકમત જોવા મળ્યો હતો.

આજ સમયે યુદ્ધનુ કરવરેજ એ તુરંત બનતી ઘટનાઓણાં નવું હતું. યુદ્ધ અડધું થયું ત્યારે ઈરાક સરકારે પશ્ચિમી દેશોની સમાચાર સંસ્થાઓને તેમના સેટેલાઇટ ટ્રાન્સમિટર લગાવવાની પરવાનગી આપવાનું નક્કી કર્યું, આથી યુ.એસ. (U.S.)ના પત્રકારો જૂથમાં બગદાદ પરત ફર્યા. એનબીસી (NBC)ના ટોમ એસ્પેલ, એબીસી (ABC)ના બીલ બ્લેકમોરે અને સીબીએસ (CBS)ના બેટ્સેય આરોને ઈરાકી સેન્સરશીપ વિશે જાણ કરી હતી. યુદ્ધ દરમિયાન હુમલો કરતા મિસાઈલના દ્રશ્યો લગભગ તુરત જ પ્રસારિત કરવામાં આવતા.

સીબીએસ (CBS) ન્યૂઝ (ડેવીડ ગ્રીન અને એન્ડેય થોમ્પસન)નું એક જૂથ સેટેલાઇટ ટ્રાન્સમિશન અને સાધનો સાથે યુદ્ધ રેખા નજીક લશ્કર પાસે પહોચ્યું હતું અને મૂળ ઘટના સ્થળના દ્રશ્યોને જીવંત પ્રસારિત કર્યા હતા. લશ્કર કુવૈત શહેરમાં પહોચ્યું તેના એક દિવસ અગાઉ શહેરમાંથી જીવંત પ્રસારણ કરવામાં આવ્યું અને પછીના દિવસે અરબ સેના શહેરમાં પ્રવેશી તેનું પણ જીવંત પ્રસારણ કરવામાં આવ્યું.

વૈકલ્પિક માધ્યમો પણ અખાતી યુ્દ્ધની વિરુદ્ધમાં પોતાના મત દર્શાવતા હતા. ડિપ ડિશ ટેલિવિઝને યુ.એસ. (U.S.) અને વિદેશના સ્વતંત્ર નિર્માતાઓ સાથે મળીને ખાસ વિભાગો તૈયાર કર્યો અને દસ કલાકની એક શ્રેણી તૈયાર કરી, આતંરરાષ્ટ્રીય સ્તરે તેને વહેંચવામાં આવી, જે ધી ગલ્ફ ક્રાઇસીસ ટીવી પ્રોજેક્ટ સંગ્રહિત ૨૦૧૦-૦૭-૧૧ ના રોજ વેબેક મશિન તરીકે ઓળખાઈ. આ શ્રેણીનો પ્રથમ કાર્યક્રમ વોર, ઓઇલ એન્ડ પાવર પૂર્ણ થયો અને 1990માં યુદ્ધ ફાટી નિકળ્યું તે પૂર્વે તેને રજૂ કરવામં આવ્યો. આ શ્રેણીના વધુ એક કાર્યક્રમનું મથાળું ન્યૂઝ વર્લ્ડ ઓર્ડર હતું, જે યુદ્ધની જાહેરાતમાં માધ્યમોની ભાગીદારી ઉપર આધારિત હતો, સાથે જ માધ્યમોના કરવરેજ સંદર્ભે અમેરિકનોના પ્રતિભાવો પણ તેમાં સામેલ હતા. એક પ્રાદેશિક ઉદાહરણ જોઈએ, સનફ્રાન્સિસ્કોમાં, પેપર ટાઇગર ટેલિવિઝન વેસ્ટ દ્વારા એક સાપ્તાહિક કેબલ ટેલિવિઝન શો રજૂ કરવામાં આવ્યો. જેમાં મુધ્ય ધારામાં રહેલા માધ્યમોના કવરેજ વિરુદ્ધ અખબારોની ઓફિસો અને ટેલિવિઝનના કેન્દ્રો બહાર મોટા દેખાવો, કલાકારોની પ્રવૃતિઓ, ભાષણ અને વિરોધ પ્રદર્શનોની ઝલકો દર્શાવવામાં આવી હતી.

સ્થાનિક માધ્યમોએ દેશભરમાં માધ્યમો વિરુદ્ધ થઈ રહેલા આવા દેખાવોને પ્રસારિત કર્યા

ફેરનેસ એન્ડ એક્યુરસી ઈન રિપોર્ટિંગ (એફઆઈઆર) (FAIR)એ ગલ્ફ વોર દરમિયાન માધ્યમોના કવરેજ સંદર્ભે વિવિધ પુસ્તકો અને લેખોમાં વિશ્લેષણ કર્યું. જેમકે 1991 ગલ્ફ વોર કવરેજ: ધ વર્સ્ટ શેન્સરશીપ વોઝ એટ હોમ.

પ્રૌદ્યોગિકી ફેરફાર કરો

ધી યુએસએસ મિસ્સોર એ ટોમાહૉક મિસાઇલ લોન્ચ કરી. (2010 સુધી) ગલ્ફ વોર છેલ્લું હતુ કે જેમાં યુદ્ધ જહાજોએ લડાયક ભૂમિકા ભજવી.

ચોક્કસાઈપૂર્વક માર કરી શકે તેવા હથિયારો, જેમ કે, યુનાઇટેડ સ્ટેટ્સના વાયુદળ દ્વારા ઉપયોગમાં લેવાયેલી એજીએમ-130 (AGM-130) મિસાઈલોના કરાણે, પૂર્વેના યુદ્ધોની સરખામણીએ લશ્કરી હુમલાઓમાં નાગરિકોના સંહારની સંખ્યા ઓછી રહી હતી. જોકે, પરંપરાગત અને પ્રમાણમાં ઓછા ચોક્કસાઈવાળા બૉમ્બની સરખામણીએ આ પ્રકારના ચોક્કસાઈથી નિશાન વેધી શકે તેવા હથિયારોનો ઉપયોગ પ્રમાણમાં નહિવત્ રહ્યો હતો. બગદાદની મધ્યમાં આવેલી કેટલીક ઈમારતોને ક્રૂઝ મિસાઈલ વડે નિશાન બનાવામાં આવી હતી, જેને હોટલમાં રહેલા કેટલાક પત્રકારોએ નજીકથી નિહાળી હતી.

સંયુક્ત સેના દ્વારા ફેંકવામાં આવેલા કુલ બૉમ્બોમાં ચોક્કસાઈપૂર્વક માર કરી શકે તેવા ચોક્કસ અને નિયંત્રિત દારૂગોળાનું પ્રમાણ 7.4 % જેટલું હતું. બૉમ્બના અન્ય પ્રકારોમાં કલ્સટર બૉમ્બનો સમાવેશ થતો હતો, જે વિવિધ દિશામાં ફેલાઈને અનેક પેટા વિસ્ફોટ કરે છે.[૧૧૫] જ્યારે ડેઇસિ કટ્ટર પ્રકારના બૉમ્બનું વજન 15,000 પાઉન્ડ હતું, જે સેંકડો વારની ત્રિજ્યામાં આવેલી તમામ ચીજોનો નાશ કરી શકે છે.

રણપ્રદેશમાં સહેલાઈથી આગળ ધપવામાં ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ એકમોએ સંયુક્ત સેનાને ભારે મદદ કરી હતી.

એરબોર્ન વોર્નિંગ ઍન્ડ કંટ્રોલ સિસ્ટમ (એ.ડબલ્યુ.એ.સી.એસ) (AWACS) અને ઉપગ્રહ સંચાર પ્રણાલી પણ અગત્યના હતા. યુ.એસ. (U.S.)ના નૌકાદળના ઈ-2 હોકઆઈ (E-2) અને યુ.એસ. (U.S.)ના વાયુદળના ઈ-3 સેન્ટ્રી (E-૩) એ તેના શ્રેષ્ઠ ઉદાહરણ છે.

યુદ્ધ અભિયાન દરમિયાન બંનેનો આદેશ અને નિયંત્રણ માટે ઉપયોગ થયો હતો. આ પ્રણાલીએ, ભૂમિદળો, હવાઈ દળો અને નૌકાદળની વચ્ચે જરૂરી એવો સંચાર સેતુ ઊભો કરવામાં ચાવીરૂપ ભૂમિકા ભજવી હતી. હવાઈ યુદ્ધમાં સંયુક્ત સેનાનો હાથ ઉપર રહ્યો, તેના અનેક કારણોમાં એક કારણ આ પણ છે.

સ્કડ અને પેટ્રિઅટ મિસાઇલ્સ ફેરફાર કરો

યુદ્ધ દરમિયાન ઈરાકની સ્કડ મિસાઇલની ભૂમિકાનો મુદ્દો છવાયેલો રહ્યો હતો. સ્કડએ સોવિયેત સંઘ દ્વારા વિકસાવવામાં આવેલી વ્યૂહાત્મક મિસાઈલ છે, જેને હવામાં છોડી શકાય છે. પૂર્વ જર્મનીની સરહદ પર આગળના ભાગમાં તૈનાત રેડ આર્મીની ડિવિઝનોમાં સ્કડ મિસાઈલ્સ તૈનાત કરવામાં આવી હતી. અણુ અને રાસાયણિક સ્ફોટક સામગ્રીથી સજ્જ સ્કડ મિસાઈલની મુખ્ય કામગીરી, પૂર્વ જર્મનીના આદેશ, નિયંત્રણ અને સંચાર મથકોનો નાશ કરવાની અને જર્મનીમાં મિત્ર રાષ્ટ્રોની આગેકૂચને આગળ અટકાવવાની હતી. ભૂમિદળને સીધું નિશાન બનાવવા માટે પણ સ્કડ મિસાઈલનો ઉપયોગ થઈ શકે છે.

જ્યાર સુધી એન્જીન કાર્યરત રહે છે, ત્યાર સુધી સ્કડ મિસાઈલની નિયંત્રણ પ્રણાલી કાર્યરત રહે છે. ઈરાક દ્વારા ઈઝરાયેલ અને સાઉદી અરેબિયા પર સ્કડ મિસાઈલો છોડવામાં આવી હતી. અમુક મિસાઈલોના કારણે ભારે ખુંવારી થઈ હતી, જ્યારે બીજી કેટલીક મિસાઈલોના કારણે નજીવું નુકસાન થયું હતું. રાસાયણિક કે જૈવિક સ્ફોટકોથી સજ્જ સ્કડ મિસાઈલ અંગે ભારે ચિંતા સેવવામાં આવી રહી હતી, જો આવા હથિયારો અસ્તિત્વ ધરાવતા હોય તો પણ તેનો ઉપયોગ કરવામાં આવ્યો ન હતો.

સામાન્ય રીતે માનવામાં આવે છે કે, સ્કડ મિસાઈલ્સ દ્વારા રાસાયણિક સ્ફોટકો છોડી શકાય છે, પરંતુ સ્કડ મિસાઈલ્સ અવાજ કરતા પાંચ ગણી ઝડપથી ગતિ કરે છે, જેના કારણે ઉડ્ડાણ દરમિયાન ભારે ગરમી ઉત્પન્ન થાય છે, જે પ્રક્ષેપાત્રના અગ્રભાગમાં રહેલા રસાયણોને ગુણધર્મોને પરિવર્તિત કરી નાખે છે.[સંદર્ભ આપો]મુળભૂત રીતે લડાકૂ વિમાન કે ક્રૂઝ મિસાઇલ્સ દ્વારા રાસયણિક હથિયારો છોડવા યોગ્ય છે. સ્કડ મિસાઈલ્સને વિકસાવવામાં આવી, ત્યારથી લઈને અત્યારસુધી, અણુ સ્ફોટકો છોડવા માટે સ્કડ મિસાઈલ એકદમ ઉપયુક્ત છે.

યુદ્ધ દરમિયાન યુ.એસ. (U.S.)ની પેટ્રિઅટ મિસાઈલ્સ નો પહેલી વાર ઉપયોગ થયો હતો. એ સમયે, યુ.એસ. (U.S.)ની સેના દ્વારા એવા દાવો કરવામાં આવ્યો હતો કે, સ્કડ મિસાઈલની સામે પેટ્રિઅટ મિસાઈલ ભારે અસરકારક રહી હતી.[સંદર્ભ આપો]પેટ્રિઅટની અસરકારકતા અંગે યુદ્ધોત્તર મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું. જેમાં એવા તથ્યો બહાર આવ્યા હતા કે, વાસ્તવિક યુદ્ધ સમયે પેટ્રિઅટ મિસાઈલની ક્ષમતા, પરિક્ષણ જેટલી અસરકારક ન હતી..[સંદર્ભ આપો]ઉદાહરણ તરીકે નેધરલેન્ડના સંરક્ષણ વિભાગ દ્વારા (ઈઝરાયેલ અને તૂર્કની નાગરિકોની રક્ષા માટે નેધરલેન્ડ દ્વારા પેટ્રિઅટ મિસાઈલ્સ મોકલવામાં આવી હતી.) પેટ્રિઅટ મિસાઈલની ક્ષમતા અંગે સવાલ ઉઠાવવામાં આવ્યા હતા.[૯૦] વધુમાં, ઓછામાં ઓછા એક બનાવ દરમિયાન સોફ્ટવેરની ખામીના કારણે, સ્કડ મિસાઈલને આંતરવામાં, પેટ્રિઅટ મિસાઈલ નિષ્ફળ રહી હતી. જેના કારણે નાગરિકોના મોત થયા હતા.[૧૧૬]

સ્કડ મિસાઈલને આંતરવા અંગેના પ્રત્યક્ષ પૂરાવાનો અભાવ છે. છોડવામાં આવેલી સ્કડ મિસાઈલની સ્ફોટક સામગ્રી અને વિસ્ફોટની અસરકારકતાની ટકાવારીના આધાર પર મોટા દાવા[સંદર્ભ આપો]કરવામાં આવી રહ્યાં છે. પરંતુ અન્ય પરિબળોમાં, વણફૂટેલી મિસાઈલો, નિશાન ચૂક અને નહીં નોંધાયેલી અસરોનો સમાવેશ થાય છે. અમુક સ્કડ મિસાઈલની તાંત્રિક પ્રણાલીમાં પરિવર્તન કરવામાં આવ્યા હતા, પરિણામે, સ્કડ મિસાઈલનો નિષ્ફળતાનો દર ઊંચો હતો અને [સંદર્ભ આપો]હવામાં ફૂટી જતી હોવાનું કહેવાય છે.

સ્કડ મિસાઈલને આંતરવામાં આવી હતી એવા પૂરાવા હોય તેના [સંદર્ભ આપો]આધાર પર ન્યૂનતમ અંદાજ કાઢવામાં આવ્યા છે. પરંતુ, જે રીતે અલ-હુસૈન (સ્કડ મિસાઈલની આવૃત્તિ)હવામાં ફાટી જતી હતી [સંદર્ભ આપો],તેના આધાર પર એ કહેવું મુશ્કેલ હતું કે, કયો હિસ્સો સ્ફોટક સામગ્રીનો (વોરહેડ) હતો. રડાર પર બહુ થોડી માહિતી સંગ્રહિત થઈ છે, જેનું આગળ જતા વિશ્લેષણ થઈ શકે. પેટ્રિઅટ મિસાઈલ અંગે વર્ષો સુધી માહિતી નહીં મળે.ઢાંચો:Or યુ.એસ. (U.S.)ની સેના અને પેટ્રિઅટ મિસાઈલના નિર્માતા દ્વારા ગલ્ફ વોર દરમિયાન પેટ્રિઅટ મિસાઈલ દ્વારા "ચામત્કારિક ભૂમિકા" ભજવવામાં આવી હોવાનો દાવો કરવામાં આવે છે.[૧૧૭]

યુદ્ધ માટેના અન્ય નામો ફેરફાર કરો

યુદ્ધને દર્શવવા નીચેના નામોનો ઉપયોગ કરવામાં આવતો.

  • પશ્ચિમિ દેશોમાં આ લડાઈ માટે સામાન્ય રીતે ગલ્ફ વોર અને પર્સિયન ગલ્ફ વોર શબ્દ વપરાતો. યુનાઇટેડ સ્ટેટ્સમાં મોટી સંખ્યામાં જાણીતા ઇતિહાસકારો અને પત્રકારો દ્વારા આ નામોનો ઉપયોગ કરવામાં આવતો. અમેરિકાના ગૃહયુદ્ધ દરમિયાન સંઘીય સેનાના અભ્યાસની સ્મૃતિમાં, યુદ્ધના નામને નજીકના સૌથી મોટા જળસ્ત્રોત સાથે જોડવામાં આવ્યું છે આ નામોની મોટી મુશ્કેલી એ છે કે તેમનો દ્વિઅર્થી ઉપયોગ કરવામાં આવે છે અને હવે ત્રણ સંઘર્ષો માટે તે વપરાય છે: જુઓ ગલ્ફ વોર(ડિસએમબીગ્યુલેશન). આ નામો સાથે કોઈ સર્વસામાન્ય અભિપ્રાય નથી, જુદા જુદા પ્રકાશનોએ આ નામને સુધારવાનો પ્રયાસ કર્યો છે. કેટલાક અન્ય નામો સમાવિષ્ટ છે :
    • ખાડીમાં યુદ્ધ
    • 1990 ગલ્ફ વોર
    • ગલ્ફ વોર (1990–1991)
    • ગલ્ફ વોર સિનિયર
    • પ્રથમ ગલ્ફ વોર જે યુ.એસ. (U.S.) દ્વારા ઈરાકના અતિક્રમણ તરીકે ઓળખાયું.
    • બીજુ ગલ્ફ વોર , જે ઈરાન-ઈરાક યુદ્ધ તરીકે ઓળખાયું.
  • કુવૈત અને સંયુક્ત સેનામાં અરબના મોટાભાગના સભ્યદેશોની જેવા કે સાઉદી અરેબિયા, બહરિન, ઇજિપ્ત અને સંયુક્ત અરબ અમિરાત કુવૈતનું સ્વાતંત્ર્ય (અલ-તાહીરીર અલ-કુવૈત) શબ્દનો ઉપયોગ કરે છે.
  • ફ્રાન્સ[૧૧૮] અને જર્મનીમાં સામાન્ય રીતે કુવૈતનું યુદ્ધ અને બીજું ગલ્ફ વોર નામો ખાસ વપરાય છે.[૧૧૯]
  • ઈરાક દ્વારા મધર ઓફ બેટલ્સ (ઉમ અલ-મા'આરાક) શબ્દનો ઉપયોગ કરવામાં આવે છે.
  • ક્યારેક અન્ય નામો જેવા કે ઈરાક-કુવૈત સંઘર્ષ અને યુએન-ઈરાક સંઘર્ષ પણ વપરાયા.

કાર્યવાહી નામો ફેરફાર કરો

મોટાભાગના સંયુક્ત દેશોએ યુદ્ધની કાર્યવાહીના તબક્કાઓમાં વિવિધ નામોનો ઉપયોગ કર્યો. આ નામો ક્યારેક યુદ્ધના નામ તરીકે વપરાયા, ખાસ કરીને ડિઝર્ટ સ્ટ્રોમ .

  • ઓપરેશન ડિઝર્ટ શીલ્ડ 2 ઓગસ્ટ, 1990થી 16 જાન્યુઆરી, 1991માં યુએસ (US) દ્વારા ગઠિત સેના અને સાઉદી અરેબિયાના બચાવ માટેની સૈન્ય કાર્યવાહી માટેનું નામ હતુ.
  • ઓપરેશન ડિઝર્ટ સ્ટ્રોમ એ 17 જાન્યુઆરીથી ૧૧ એપ્રિલ, 1991 દરમિયાનના ટાપુપ્રદેશના સંઘર્ષનું નામ હતું.
  • ઓપરેશન ડેજ્યુએટ એ લડાઈનું ફ્રેન્ચ નામ હતું.
  • કેનેડિયન કાર્યવાહીનું નામ ઓપરેશન ફ્રિક્શન હતું.
  • સંઘર્ષ અને કાર્યવાહીનું ઈટાલિયન નામ ઓપરાઝિઓન લોકુસ્તા (લોકુસ્ત માટેનો ઈટાલિયન શબ્દ)
  • સંઘર્ષ અને લશ્કરી કાર્યવાહી દરમિયાન માટેનું બ્રિટિશ નામ ઓપરેશન ગ્રાનબાય હતું.
  • 1991માં કુવૈતની મુક્તિ બાદ યુએસ (US) સેના અને તેના સાધનો અમેરિકા પરત ફર્યા તેને ઓપરેશન ડિઝર્ટ ફેરવેલ નામ આપવામાં આવ્યું હતું, ક્યારેક તે ઓપરેશન ડિઝર્ટ કામ તરીકે પણ ઓળખાયું.
  • 24-28 ફેબ્રુઆરી, 1991માં ઓપરેશન ડિઝર્ટ સ્ટ્રોમ ના ભાગ રૂપે ઈરાક દ્વારા કુવૈત પર થયેલા ટાપુપ્રદેશ પરના આક્રમણને અટકાવવાની જવાબી કાર્યવાહીનું અમેરિકન નામ ઓપરેશન ડિઝર્ટ સાબરે હતું, ઓપરેશન ડિઝર્ટ સાબરેનું શરૂઆતનું નામ ઓપરેશન ડિઝર્ટ સ્વોર્ડ હતું.

વધુમાં, કાર્યવાહીના વિવિધ તબક્કાઓને પોતાના અનોખા નામો છે.

અભિયાનો ફેરફાર કરો

યુએસ (US)એ આ સંઘર્ષને મુખ્ય ત્રણ અભિયાનોમાં વિભાજીત કર્યો હતો.

  • 2 ઓગસ્ટ, 1990 થી 16 જાન્યુઆરી, 1991 સુધીના સમય માટે ડિફેન્સ ઓફ સાઉદી અરેબિયા . (સાઉદી અરેબિયાનો બચાવ)
  • 17 જાન્યુઆરી, 1991થી 11 એપ્રિલ, 1991નો સમયગાળો લિબ્રેશન એન્ડ ડિફેન્સ ઓફ કુવૈત .

12 એપ્રિલ, 1991થી 30 નવેમ્બર, 1995નો સમય દક્ષિણ એશિયાના યુદ્ધ વિરામ તરીકે, જેમાં રાહત અને બચાવકામગીરી પણ સામેલ હતું.

આ પણ જુઓ ફેરફાર કરો

  • ઈરાક યુદ્ધ
  • લશ્કરી બાબતોમાં અંતર
  • ગલ્ફ વોર મિલિટરી અવોર્ડ્સ
  • ગલ્ફવોર અભિપ્રાયો
  • મૃત્યુનો ધોરીમાર્ગ
  • ઈરાક નિ:શસ્ત્રીકરણ સંકટ સમયમર્યાદા 1990-1996, 1997-2000, 2001-2003
  • ઈરાક-રશિયા સંબંધો
  • મઘ્ય પૂર્વ સંકંટ
  • યુનાઇટેડ સ્ટેટ્સનો લશ્કરી ઇતિહાસ

ગલ્ફ વોરના લશ્કરી સાધનોની યાદી

બેબીલોન ટેન્કનો સિંહ(લાયન ઓફ બેબીલોન ટેન્ક)

  • રાહત અને બચાવ કામગીરી
  • (કાર્યવાહી સીમૂમ)

ઓપરેશન સિમૂમ

  • એસઆઈપીઆરઆઈ આર્મ્સ ટ્રાન્સ્ફર ડેટાબેઝ, ઈરાક

1973–1990

  • ગલ્ફ વોરની સમયમર્યાદા

મધ્ય પૂર્વમાં અધાનિક સંઘર્ષોની યાદી.

  • બીજા વિશ્વયુદ્ધ બાદ હવામાંથી હવામાં થયેલી લડાઇમાં થયેલી નુકશાની

નોંધ અને સંદર્ભો ફેરફાર કરો


http://www.herbeash.com/gulf_war91/default.asp સંગ્રહિત ૨૦૧૦-૧૧-૨૦ ના રોજ વેબેક મશિન

ગ્રંથસૂચિ ફેરફાર કરો

  • ઢાંચો:Frસમાવિષ્ટ ક્ષતિ: {{En}} માત્ર ફાઇલ નામસ્થળમાં જ વપરાય છે. {{lang-en}} અથવા {{en icon}} વાપરો.ગાય લેબેગુ (ટ્રેડ. રોબર્ટ જે.અમરાલ), « ગલ્ફ વોર :મિલેટરી સેટેલાઇટ. ઘ લેશન », ઇન

રેવુઇ એરોસ્રાટીઅલ , n°79, જૂન 1991.

પાર્સિયન ગલ્ફ વોર વિષેની ફિલ્મો ફેરફાર કરો

  • ડાઉન ઓફ ધી વર્લ્ડ
  • બ્રાવો ટુ ઝીરો
  • કરેજ અન્ડર ફાયર
  • ધી ફાઈનેસ્ટ અવર
  • જેર્હાદ
  • લેશન્સ ઓફ ડાર્કનેશ
  • લાઇવ ફ્રોમ બગદાદ
  • હિરોસ ઓફ ડિઝર્ટ સ્ટ્રોમ
  • ટોવેરહેડ
  • થ્રી કિંગ્સ

ધી મન્ચુરિયન કેન્ડિડેટ(2004 ફિલ્મ)

ફિલ્મમાં બેક ડ્રોપ માટે વપરાયું હોય તે ધી બીગ લેબોવસ્કી. અવારનવાર તેના વિશે ચર્ચા થઈ છે.

ધી પનીશર(2004ની ફિલ્મ) માટે પૃષ્ઠવાર્તા તરીકે વપરાયું.

ગલ્ફ વોર વિશેની નવલકથાઓ ફેરફાર કરો

બ્રાવીંગ ધી ફીઅર-ધી ટ્રુ સ્ટોરી ઓફ રોડી યુએસ મરીન્સ ઈન ધી ગલ્ફ વોર(બાય ડોગ્લાસ ફોસ્ટર)

ગ્લાસ(પ્રેય ધી ઇલેક્ટ્રોન્સ બેક ટુ સેન્ડ)

  • ઝી ફર્સ્ટ ઓફ ગોડ(ફ્રેડરીક ફોરસેયથ લિખીત)
  • નિક લિવિન્ગસ્ટોન દ્વારા લિખીત ટુ ડાઇ ઈન બેબીલોન
  • જેમ્સ ફેર્રો દ્વારા લખાયેલી હોગ્સ ડાઇમ નવલકથા શ્રેણી
  • ઝાહિદા ઝૈદી લિખીત બર્નિગ ડિઝર્ટ
  • બ્રાવો ટુ ઝીરો-ધી ટ્રુ સ્ટોરી ઓફ એન એસએએસ પેટ્રોલ બિહાઈન્ડ એનીમી લાઈન્સ ઈન ઈરાક(એન્ડે મેકનેબ લિખીત)

ગલ્ફ વોર સંબંધિત વીડીયોગેમ્સ ફેરફાર કરો

બાહ્ય લિંક્સ ફેરફાર કરો


] સંગ્રહિત ૨૦૦૯-૧૦-૦૬ ના રોજ વેબેક મશિનએટ લાસ્ટ ધેર સ્ટોરી ઈસ બીઈંગ ટોલ્ડ સંગ્રહિત ૨૦૦૯-૧૦-૦૬ ના રોજ વેબેક મશિન આઈટીવી(ITV) - જ્હોન પીલ્ગેર 


ઢાંચો:Gulf Warઢાંચો:Iraq topicsઢાંચો:American conflictsઢાંચો:Arab-Israeli Conflict

[[Category:ખાસ લશ્કરી દળોને સંડોવતા ઓપરેશન્સ(કાર્યવાહીઓ)]]

🔥 Top keywords: