જુલિયન અસાંજે

ઓસ્ટ્રેલીયન પત્રકાર, પ્રકાશક અને પત્રકાર

જુલિયન પૌલ અસોન્ઝ, 3 જુલાઈ 1971ના રોજ જન્મેલા ઓસ્ટ્રેલિયન પત્રકાર,[૧][૨][૩] પ્રકાશક, [૪][૫][૫] અને ઈન્ટરનેટ કાર્યકર્તા છે. તેઓ ગુપ્ત સમાચાર છતા કરનાર ભંડાર, વ્હિસલ બ્લોઅર વેબસાઈટ વિકિલીક્સ માટે મુખ્ય તંત્રી અને પ્રવક્તા છે. વેબસાઈટ સાથે કામ કરતા પહેલા, તે કમ્પ્યુટર પ્રોગ્રામર અને હેકર હતા. તેઓ વિવિધ દેશોમાં રહ્યા છે, અને પ્રેસની સ્વતંત્રતા, સેન્સરશિપ અને સંશોધનાત્મક પત્રકારત્વ અંગે બોલવા માટે કેટલીક વાર પ્રાસંગિકપણે જાહેરમાં સામે આવ્યા છે.

જુલિયન અસાંજે
Julian Assange i 2014
જન્મ૩ જુલાઇ ૧૯૭૧ Edit this on Wikidata
ટાઉન્સવિલ Edit this on Wikidata
અભ્યાસ સંસ્થા
  • University of Melbourne
  • Townsville State High School Edit this on Wikidata
વ્યવસાયહેકર, programmer, ટેલિવિઝન નિર્માતા, television director, લેખક Edit this on Wikidata
પુરસ્કારો
  • Sam Adams Award (૨૦૧૦)
  • Courage Award for the Arts (૨૦૧૩)
  • Gold medal for Peace with Justice (૨૦૧૧)
  • ઇન્ડેક્ષ પુરસ્કાર (૨૦૦૮)
  • Martha Gellhorn Prize for Journalism (૨૦૧૧)
  • Stuttgart Peace Prize (૨૦૨૦)
  • Sydney Peace Prize (૨૦૧૧)
  • Walkley Awards (૨૦૧૧)
  • Ossietzky Prize (૨૦૨૩) Edit this on Wikidata
સહી

અસાંજે એ 2006માં વિકિલીક્સ વેબસાઈટની સ્થાપના કરી હતી અને તેની સલાહકાર સમિતિમાં તેઓ સેવા આપે છે. કેન્યામાં થયેલી ગેરકાયદે હત્યાઓ અંગેની સામગ્રી પ્રસિદ્ધ કરવામાં તેઓ સામેલ હતા, જેને માટે તેઓ 2009નો અમ્નેસ્ટિ ઇન્ટરનેશનલ મીડિયા અવૉર્ડ જીત્યા. તેમણે આફ્રિકામાં ઠલવાતા ઝેરી કચરા, ચર્ચ ઓફ સાયન્ટોલોજીની પત્રિકાઓ, ગ્વાન્તેનામો બેની પ્રક્રિયાઓ, અને કૌપથીંગ તેમજ જુલિયસ બાએર જેવી બેંકો અંગેની સામગ્રી પણ પ્રસિદ્ધ કરી હતી.[૬] 2010માં, તેમણે અફઘાનિસ્તાન અને ઈરાક યુદ્ધમાં યુનાઈટેડ સ્ટેટ્સની સામેલગીરી અંગે વર્ગીકૃત માહિતી પ્રસિદ્ધ કરી. ત્યાર બાદ, 28 નવેમ્બર 2010ના વિકિલીક્સ અને તેના પાંચ માધ્યમ સાથીદારો ગુપ્ત યુ.એસ. (U.S.) રાજકીય સંદેશાઓને પ્રસિદ્ધ કરવાનું શરૂ કર્યું.[૭] વ્હાઈટ હાઉસ અસાંજેના કાર્યોને અવિચારી અને ભયજનક કહે છે.[૮]

વિકિલીક્સ સાથેના કામ માટે, અસાંજે 2008નો ઇકૉનમિસ્ટ ફ્રીડમ ઓફ એક્સપ્રેશન અવૉર્ડ અને 2010નો સેમ એડમ્સ અવૉર્ડ મેળવ્યો. ઉટ્ને રીડર તેને “25 દ્રષ્ટાઓ જે તમારું વિશ્વ બદલી રહ્યા છે” માંના એકનું નામ આપ્યું. 2010માં, ન્યૂ સ્ટેટ્સમેને અસાંજેને “વિશ્વના 50 સૌથી પ્રભાવશાળી લોકો”માં 23મો ક્રમ આપ્યો.

30 નવેમ્બર, 2010માં સ્વીડનમાં ગેથેનબર્ગની ઈન્ટરનેશનલ પબ્લિક પ્રોસિક્યુસન ઓફિસ (આંતરરાષ્ટ્રીય સરકારી વકીલની ઓફિસ)માં ઈન્ટરપોલે અસાંજેને વોન્ટેડ (ભાગેડુ) વ્યક્તિઓની લાલ યાદીમાં મૂક્યો હતો;[૯] જાતીય આરોપો સંદર્ભે પૂછપરછ અને 7 ડિસેમ્બર, 2010 સુધીમાં લંડનની મેટ્રોપોલિટન પોલીસ સેવા સમક્ષ આત્મસમર્પણ કરવા તેને વોન્ટેડ જાહેર કરાયો હતો.[૧૦] અસાંજે તેની સામેના આરોપોને નકારી નાખ્યા છે.[૧૧]

પ્રારંભિક જીવન

ફેરફાર કરો

અસાંજે ક્વીન્સલેન્ડના ટાઉન્સવિલમાં જન્મ્યા હતા, અને તેમની યુવાનીનો મોટા ભાગનો સમય તેમણે મેગ્નેટિક આયલેન્ડમાં પસાર કર્યો હતો.[૧૨]જ્યારે તેઓ એક વર્ષના હતા, ત્યારે તેમના માતા ક્રિસ્ટીને રંગભૂમિ નિર્દેશક બ્રેટ અસાંજે સાથે લગ્ન કર્યા હતા, જેમણે જુલિયનને તેમની અટક આપી.[૧૩] બ્રેટ અને ક્રિસ્ટીન અસાંજે એક ફરતી નાટ્ય મંડળી ચલાવતા હતા. તેના સાવકા પિતા, જુલિયનના પ્રથમ “સાચા પિતા”એ, જુલિયનને “સાચા ખોટાની ઊંડી સમજ” વાળો “એક ખૂબ જ તેજ બાળક” ગણાવ્યો હતો. “તે હંમેશા લાચાર માણસની મદદ માટે ઊભા થતો... તે હંમેશા અન્ય લોકો સામે ભેગા મળીને અત્યાચાર કરતાં લોકો પર ખૂબ ગુસ્સે થતો.” [૧૩]1979માં, તેમના માતાએ પુનર્લગ્ન કર્યા; તેમના નવા પતિ એની હેમિલ્ટન-બ્રાયનેની આગેવાની હેઠળના વિવાદાસ્પદ ન્યૂ એજ સમૂહના સંગીતકાર હતા. આ દંપતિને એક પુત્ર હતો, પરંતુ 1982માં તેઓ છૂટાં પડ્યાં અને અસાંજેના સાવકા ભાઈનો હવાલો મેળવવાના સંઘર્ષમાં લાગી ગયા. ત્યાર બાદ આગળના પાંચ વર્ષ માટે તેમની માતા બંને બાળકોને લઈને સંતાતી રહી. અસાંજે તેમના બાળપણમાં કેટલાય ડઝન સ્થળોએ ફરતા રહ્યા, ઘણી શાળાઓમાં અભ્યાસ કર્યો, કેટલીકવાર ઘરમાં જ અભ્યાસ કર્યો.

1987માં, 16 વર્ષના થયા બાદ, અસાંજે “મેન્ડેક્સ” (હોરાસના વાક્યાંશઃ “સ્પ્લેન્ડિડે મેન્ડેક્સ” અથવા “ભલી રીતે જૂઠ્ઠાણાભર્યુ” માંથી આવેલો શબ્દ)ના નામથી હેકિંગ કરવાનું શરૂ કર્યું. તેઓ અને અન્ય બે હેકરો એક સમૂહ બનાવવા માટે ભેગા થયા, જેનું નામ તેમણે આંતરરાષ્ટ્રીય વિધ્વંસકો આપ્યું. અસાંજે હેકરોના આ નવા સમૂહ માટે પ્રાથમિક નિયમો લખી નાંખ્યા હતાઃ “તમે જે કમ્પ્યુટર સિસ્ટમ્સમાં પ્રવેશ કરો તેને નુકસાન ન કરો (તેનો સંપૂર્ણ નાશ કરવા સહિત); તે સિસ્ટમ્સની માહિતીને બદલો નહિં (તમે કમ્પ્યુટરમાં ખેડેલે માર્ગને છુપાવવા માટે લોગ્સ(logs)ને બદલ્યા સિવાય); અને માહિતીનું આદાનપ્રદાન કરો.”

હેકિંગની પ્રતિક્રિયારૂપે, 1991માં ઓસ્ટ્રેલિયન ફેડરલ પોલિસે તેમના મેલબોર્નના ઘર પર દરોડો પાડ્યો. તેમણે ઓસ્ટ્રેલિયન યુનિવર્સિટી, કેનડિયન ટેલિકોમ્યુનિકેશન્સ કંપની નોર્ટેલ, અને અન્ય સંસ્થાઓના કમ્પ્યુટર્સમાં, મોડમ દ્વારા પ્રવેશ કર્યો હોવાનું બહાર આવ્યું હતું. 1992માં, તેઓ હેકિંગના 24 આરોપોમાં દોષિત સાબિત થયા હતા અને સારી વર્તણૂકને કારણે 2100 ઓસ્ટ્રેલિયન ડૉલરના (AU$2100) દંડ બાદ કરાર પર મુક્ત કરાયા હતા.[૧૪] વકીલે કહ્યું “એક ચતુરની જિજ્ઞાસાની જેમ અને આમ ઘણા બધા કમ્પ્યુટરમાં સર્ફ (surf) કરવાના અને કરી શકવાના આનંદ- સિવાય અન્ય કોઈ ઈરાદો હોવાનો અહીં કોઈ પૂરાવો નથી”. બાદમાં અસાંજે ટિપ્પણી કરી હતી, “હકિકતે, આ થોડું ત્રાસદાયક છે. કારણ કે મેં ભાગીદારીમાં એક પુસ્તક લખ્યું છે [હેકર હોવા પર], આ અંગેના દસ્તાવેજી ચિત્રપટો છે, લોકો તે વિષે ખૂબ વાતો કરે છે. તેઓ કટ (cut) અને પેસ્ટ (paste) કરી શકે છે. પરંતુ તે 20 વર્ષ પહેલા હતું. આધુનિક સમયના લેખો મને કમ્પ્યુટર હેકર કહે તે જોવું ઘણું ત્રાસદાયક છે. હું તેનાથી શરમ નથી અનુભવતો, હું તેનાથી ઘણો ગર્વ અનુભવું છું. પરંતુ હવે હું એ કારણ સમજું છું કે તેઓ મને કમ્પ્યુટર હેકર સૂચવે છે. તેનું એક ખૂબ ચોક્કસ કારણ છે.”[૪]</ref>

બાળકના હવાલાના મુદ્દાઓ

ફેરફાર કરો

1989માં, અસાંજે એ તેની પ્રેમિકા સાથે રહેવાનું શરૂ કર્યુ અને તેમને એક પુત્ર હતો, ડેનિયલ.[૧૫] છૂટા પડ્યા બાદ, તેઓ હવાલો મેળવવાના લાંબા સંઘર્ષમાં લાગી ગયા, અને 1999 સુધી હવાલા વ્યવસ્થા પર સંમત ન થયા.[૧૬] આ સમગ્ર પ્રક્રિયાએ અસાંજે અને તેમના માતાને, અન્ય કોઈ પણ રીતે ન મેળવી શકાય તેવા, ઓસ્ટ્રેલિયામાં બાળકના હવાલાના મુદ્દાઓને લગતા કાયદાકીય કાગળિયાઓ માટે “કેન્દ્રીય માહિતી ભંડાર” બનાવતા કાર્યકર્તા સમૂહ પેરન્ટ ઇન્ક્વાયરિ ઈન્ટુ ચાઈલ્ડ પ્રોટેક્શન રચવા પ્રોત્સાહિત કર્યા.[૧૬]

કમ્પ્યુટર પ્રોગ્રામિંગ અને યુનિવર્સિટી અભ્યાસ

ફેરફાર કરો

1993માં, અસાંજે ઓસ્ટ્રેલિયામાં સૌપ્રથમ જાહેર ઈન્ટરનેટ સેવા પૂરી પાડનાર, સબઅર્બિયા પબ્લિક એક્સેસ નેટવર્ક શરૂ કરવામાં લાગી ગયા.[૪][૧૭] 1994માં શરૂ કરીને, અસાંજે મેલબોર્નમાં પ્રોગ્રામર અને મફત સોફ્ટવેરના ડેવલપર તરીકે રહ્યા.[૧૪] 1995માં, અસાંજે, સૌપ્રથમ મફત અને ઓપન સોર્સ પોર્ટ સ્કેનર, સ્ટ્રોબ લખ્યું.[૧૮][૧૯] 1996માં તેમણે પોસ્ટગ્રેએસક્યુએલ પ્રોજેક્ટ ને ઘણા પેચીસ ફાળવ્યા.[૨૦][૨૧] તેમણે એક પુસ્તક લખવામાં મદદ કરી (1997) Underground: Tales of Hacking, Madness and Obsession on the Electronic Frontier , જે તેમને સંશોધક તરીકેનું માન આપે છે અને તેમના આંતરરાષ્ટ્રીય વિધ્વંસકો સાથેના ઇતિહાસને નોંધે કરે છે.[૨૨][૨૩] 1997ની આસપાસ શરૂ કરીને, તેમણે રબરહોઝ ક્રિપ્ટાનાલીસિસ સામે સત્યાભાસી અસ્વીકાર્યતા પૂરી પાડવા માટે ડિઝાઈન કરાયેલા લિનક્સ માટે સોફ્ટવેર પેકેજમાં બનાવાયેલી એક સંકેતલિપિની વિભાવના, રબરહોઝ અસ્વીકાર્ય એન્ક્રિપ્શન સિસ્ટમનું ભાગીદારીમાં નિર્માણ કર્યુ;[૨૪] મૂળ પણે આ સિસ્ટમનો ઉપયોગ “માનવ અધિકાર કાર્યકર્તાઓ કે જેમણે ક્ષેત્રની સંવેદનશીલ માહિતીનું રક્ષણ કરવાની જરૂર પડતી હતી તેમના સાધન તરીકે” થાય તેવો તેમનો ઉદ્દેશ્ય હતો.[૨૫] અન્ય મફત સોફ્ટવેર કે જે તેમણે લખ્યા કે ભાગીદારીમાં લખ્યા તેમાં યુઝનેટ કેશિંગ સોફ્ટવેર એનએનટીપીકેશ [૨૬] અને વેબ-આધારિત સર્ચ એન્જિન્સ માટેની કમાન્ડ-લાઈન, સર્ફ્રોનો સમાવેશ થાય છે. 1999માં, અસાંજે લીક્સ.ઓઆરજી ડોમેન નોંધાવ્યું; “પરંતુ”, તેઓ કહે છે, “પછી મેં એની સાથે કંઈ કર્યું નથી.”[૨૭]

કથિત રૂપે અસાંજે એ વિવિધ સમયે છ યુનિવર્સિટીઓમાં અભ્યાસ કર્યો છે.[૨૮] 2003થી 2006 સુધીમાં, તેમણે મેલબોર્ન યુનિવર્સિટીમાં ભૌતિક વિજ્ઞાન અને ગણિતશાસ્ત્રનો અભ્યાસ કર્યો છે, તેમ છતાં તેઓ ક્યારેય સ્નાતક નથી થયા અને તેમણે મોટા ભાગના ગણિત અભ્યાસક્રમોમાં ઉત્તીર્ણ થવા માટે ઓછામાં ઓછા ગુણ નથી મેળવ્યા.[૨૯]

તેમના અંગત વેબ પેજ પર, તેઓ 2005ની આસપાસ ઓસ્ટ્રેલિયન રાષ્ટ્રીય ભૌતિક વિજ્ઞાન સ્પર્ધામાં તેમની યુનિવર્સિટીનું પ્રતિનિધિત્વ કર્યું હોવાનું વર્ણવે છે.[૩૦] તેમણે તત્વજ્ઞાન અને ચેતાવિજ્ઞાનનો પણ અભ્યાસ કર્યો છે.[૨૮]

વિકિલીક્સ

ફેરફાર કરો

વિકિલીક્સની સ્થાપના 2006માં થઈ હતી.[૩૧] એ વર્ષે, અસાંજેે વિકિલીક્સ પાછળની વિચારધારા નક્કી કરતાં બે નિબંધ લખ્યા હતાઃ “જો આપણે કંઈ પણ શીખ્યા હોઈએ, તો શાસન પદ્ધતિના વર્તનને ધરમૂળથી બદલી નાંખવા માટે આપણે સ્પષ્ટપણે અને સાહસિકપણે વિચારવું જ જોઈએ, આ એ શાસનપદ્ધતિઓ છે જેને બદલાવું નથી. આપણે તેમના કરતાં વધુ વિચારવું જ જોઈએ, જેઓ આપણી આગળ નીકળી ગયા છે અને જેમણે પ્રૌદ્યોગિક પરિવર્તનોની ખોજ કરી છે, એવા પરિવર્તનો કે જે આપણને આપણા પૂર્વજો ન કરી શક્યા હોય તેવા કામ કરવાના રસ્તાઓ પર ઉત્તેજન આપે છે.”[૩૨][૩૩][૩૪] આ બ્લોગમાં તેમણે લખ્યું, “એક સંસ્થા જેટલી વધુ રહસ્યપ્રિય અને અન્યાયી હોય, તેટલી જ વધુ, ગુપ્ત માહિતી જાહેર થઈ જવાની બીક અને વહેમ તેના નેતૃત્વ અને આયોજન સમિતિમાં પ્રેરાય છે. ... કારણ કે અન્યાયી વ્યવસ્થાઓ, તેમના સ્વભાવ દ્વારા વિરોધીઓને પ્રેરે છે, અને ઘણા સ્થળોએ ભાગ્યે જ ઉપરી હાથ હોય છે, મોટા પાયે ગુપ્ત માહિતી જાહેર થઈ જતાં, જે લોકો શાસન કરવાના વધુ મુક્ત સ્વરૂપો સાથે તેમનું (આવી અન્યાયી વ્યવસ્થાઓનું) સ્થાન લેવાની શોધમાં છે, તેમની સામે તેઓ તીવ્રપણે ઘવાય છે.”[૩૨][૩૫]

અસાંજે વિકિલીક્સના નવ-સભ્યોની સલાહકાર સમિતિમાં બેસે છે, અને તેમના તરફથી જાણીતા મીડિયા પ્રવક્તા છે. વર્તમાનપત્રો તેમને વિકિલીક્સના “નિર્દેશક” [૩૬] અથવા “સ્થાપક” તરીકે વર્ણવે છે, જ્યારે અસાંજે કહ્યું છે કે, “હું પોતાને સ્થાપક નથી કહેતો”; [૩૭] તેઓ પોતાને વિકિલીક્સના મુખ્ય તંત્રી તરીકે વર્ણવે છે,[૩૮] અને જણાવે છે કે (વેબ)સાઈટ પર મૂકાતા દસ્તાવેજોની ચકાસણી પ્રક્રિયામાં અંતિમ નિર્ણય તેમનો હોય છે.[૩૯] સાઈટ માટે કામ કરતાં અન્ય તમામની જેમ, અસાંજે પગાર વિનાના સ્વયંસેવક છે.[૩૭][૪૦][૪૧][૪૨][૪૩] અસાંજે કહે છે કે વિકિલીક્સ સિવાયના સમગ્ર વિશ્વના પ્રેસે સંયુક્તપણે કર્યા, તેના કરતાં વધુ વર્ગીકૃત દસ્તાવેજો વિકિલીક્સે જાહેર કર્યા છેઃ “આ એવું કંઈક નથી કે અમે કેટલા સફળ છીએ એમ કહેવાની રીતે હું કહું છું - સાચું કહીએ તો, આ બાકીના માધ્યમોની જોખમકારક સ્થિતિ તમને બતાવે છે. (વિકિલીક્સ સિવાયના) સમગ્ર વિશ્વના સંયુક્ત પ્રેસ કરતાં, કઈ રીતે પાંચ લોકોનું આ જૂથ જનતા સમક્ષ વધુ ગુપ્ત માહિતીઓ જાહેર કરવામાં સફળ રહ્યું? આ શરમજનક છે.”[૩૧] અસાંજે એમ કહીને પત્રકારત્વમાં “પારદર્શક” અને “વૈજ્ઞાનિક” અભિગમની વકીલાત કરે છે, કે “તમે સંપૂર્ણ પ્રાયોગિક આધાર સામગ્રી અને પરિણામો વિના ભૌતિક વિજ્ઞાન પર પ્રશ્નપત્ર ન છાપી શકો; એવું પત્રકારત્વનું માનક હોવું જોઈએ.”[૪૪][૪૫] 2006માં, કાઉન્ટરપંચ એ તેમને “ઓસ્ટ્રેલિયાના સૌથી કુખ્યાત ભૂતપૂર્વ કમ્પ્યુટર હેકર” કહ્યા હતા.[૪૬] ધ એજ એ પણ તેમને “વિશ્વના સૌથી વધુ રસપ્રદ લોકોમાંના એક” અને “ઈન્ટરનેટના આઝાદીના લડવૈયા” કહ્યા હતા.[૨૭] અસાંજે પોતાને “માનવજાતની ભલાઈ અંગે અત્યંત શંકાશીલ” કહે છે.[૨૭] પર્સનલ ડિમૉક્રસિ ફૉરમે કહ્યું હતું કે કિશોર તરીકે તેઓ “ઓસ્ટ્રેલિયાના સૌથી પ્રખ્યાત નૈતિક કમ્પ્યુટર હેકર હતા.”[૨૮] તેઓ મોટા પાયે સ્વ-શિક્ષિત અને વિજ્ઞાન તેમજ ગણિતમાં બહોળું વાંચન ધરાવનાર,[૧૪] અને બૌદ્ધિક હરીફાઈમાં સફળ હોવાનું વર્ણવાયા છે.[૪૭]

કેન્યામાં થયેલી ગેરકાયદે હત્યાઓ, આફ્રિકન કાંઠા પર ઠલવાતા ઝેરી કચરા, ચર્ચ ઓફ સાયન્ટોલોજીની પત્રિકાઓ, ગ્વાન્તેનામો બેની પ્રક્રિયાઓ, 12 જુલાઈ 2007ના રોજ બગદાદ પર થયેલા હવાઈ હુમલાના દ્રશ્યો અને અન્ય દસ્તાવેજોમાં સામેલ કૌપથીંગ તેમજ જુલિયસ બાએર જેવી વિશાળ બેંકો અંગેની દસ્તાવેજી સામગ્રી જાહેર કરવામાં વિકિલીક્સ સામેલ છે.[૬]

2010માં ઓસ્લો ફ્રિડમ ફૉરમમાં જ્યારે વિકિલીક્સના સિદ્ધાંત અને અભિપ્રેત ઉદ્દેશ અંગે પૂછાયું, ત્યારે અસાંજે જણાવ્યુઃ[૪૮]

અમારું લક્ષ્ય ન્યાયી સંસ્કૃતિ હોવાનો છે. આ એક વ્યક્તિગત અભિપ્રેરક લક્ષ્ય જેવું છે. અને સંદેશ પારદર્શકતાનો છે. સંદેશને લક્ષ્ય સાથે ગૂંચવવામાં ન આવે તે મહત્વપૂર્ણ છે. તેમ છતાં, અમે માનીએ છીએ કે આ એક ઉત્તમ સંદેશ છે. પારદર્શકતા સાથે ન્યાય પ્રાપ્ત કરવો. આવું કરવાનો આ સારો માર્ગ છે, અને આ ઘણી બધી ભૂલો ન કરવા માટેનો પણ એક સારો માર્ગ છે. અમારી પાસે એક જુદા જ પ્રકારનો રાજકીય સિદ્ધાંત છે, તે જમણો નથી તે ડાબો નથી, તે સમજણ અંગેનો છે. તમે કોઈ પણ સલાહ આપી શકો તે પહેલા, વિશ્વ સાથે કઈ રીતે કામ લેવું તે અંગેના કોઈ પણ કાર્યક્રમ, કઈ રીતે નાગરિકોને સમાજમાં મૂકવા. લોકો પર પ્રભાવ કેવી રીતે ઉભો કરવો, તમારી પાસે એ કાર્યક્રમ હોઈ શકે તે પહેલા, સૌપ્રથમ તમારે સમજવું પડે છે ખરેખર શું ચાલી રહ્યું છે.... અને તેથી ગેરસમજણમાંથી આવતો કોઈ પણ કાર્યક્રમ અથવા ભલામણ, કોઈ પણ રાજકીય સિદ્ધાંત, પોતે જ એક ગેરસમજણ હશે. તેથી, અમે કહીએ છીએ, કે કેટલેક અંશે તમામ રાજકીય સિદ્ધાંતો વર્તમાનમાં નાદાર છે. કારણ કે તેમણે વિશ્વને સંબોધવા માટેની જરૂરી કાચી સામગ્રી તેમની પાસે નથી. ખરેખર શું ચાલી રહ્યું છે તે સમજવા માટેની કાચી સામગ્રી.

જાહેર દેખાવ

ફેરફાર કરો
કોપનહેગનમાં અસાંજે, 2009

વિકિલીક્સ ઉપર મોટી સત્તા અને સંપાદકીય નિયંત્રણ રાખવા ઉપરાંત, અસાંજે તેના જાહેર ચહેરા તરીકે પણ વર્તે છે. તેમણે માધ્યમોના અનેક પરિસંવાદોમાં ભાગ લીધો છે, જેમકે, કાનકૂનમાં ન્યૂ મીડિયા ડેઝ '09[૪૯] યુસી બર્કલી ગ્રેજ્યુએટ સ્કૂલ ઑફ જર્નાલિઝમમાં સંશોધાત્મક અહેવાલ લેખન પર ના 2010ની લોગન ચર્ચા પરિષદ, [૫૦] અને હેકર પરિસંવાદો, મુખ્યત્વે 25મી અને 26મી કેઑસ કમ્યુનિકેશન કૉંગ્રેસ.[૫૧] વર્ષ 2010ના પહેલા છ માસના ગાળામાં, તેણે અલ ઝઝીરા અંગ્રેજી, એમએસએનબીસી (MSNBC) ડિમૉક્રસી રાઇટ નાઉ, આરટી (RT) તેમજ ધ કોલ્બર્ટ રિપોર્ટ માં દેખા દીધી હતી, અને વિકિલીક્સ દ્વારા બહાર પાડવામાં આવેલ બગદાદ હવાઈ હુમલાના વિડિઓ અંગે ચર્ચા કરી હતી. 3 જૂનના દિવસે ડેનિયલ એલ્સબર્ગ સાથે પર્સનલ ડિમૉક્રસી ફૉરમ પર તેમણે વિડિઓ કૉન્ફરન્સિંગ દ્વારા દેખા દીધી હતી.[૫૨][૫૩] યુએસએ (USA)માં વ્યક્તિગત રીતે હાજર ન થવા પર એલ્સબર્ગે એમએસએનબીસી (MSNBC)ને કહ્યું હતું કે, "તેણે (અસાંજે)એ આપેલા કારણ" પ્રમાણે, "તેના માટે આ દેશમાં આવવું સલામત ન હતું."

11 જુનના લાસ વેગાસ ખાતે યોજાઈ રહેલી ઈનવેસ્ટિગેટિવ રિપૉર્ટર્સ ઍન્ડ ઍડિટર્સ કોન્ફરન્સની શૉ કેસ પેનલમાં તે હાજર રહેનાર હતા,[૫૪] પરંતુ એવા અહેવાલો છેકે, તેમણે કેટલાક દિવસો પહેલા જ (આવવાનું) રદ્દ કરી નાખ્યું હતું.[૫૫] 10 જૂન 2010ના એવા અહેવાલો આવ્યા હતા કે, પેન્ટાગોનના અધિકારીઓ તે ક્યાં છે, તે શોધવાનો પ્રયાસ કરી રહ્યાં છે.[૫૬][૫૭] જેના આધાર ઉપર એવા અહેવાલો છે કે, યુ.એસ. (U.S.)ના અધિકારીઓ અસાંજેને પકડવા માગે છે.[૫૮] એલ્સબર્ગે કહ્યું હતું કે, બ્રેડલી મેનિંગની ધરપકડ અને હવે અસંજ શું પ્રકાશિત કરશે તેવી યુ.એસ. (U.S.) અધિકારીઓની અટકળોના પગલે, "તેની ક્ષેમ-કુશળતા, ભૌતિક જીંદગી, હવે કોઈક જોખમમાં છે."[૫૯] ધ એટલાન્ટિક માં માર્ક એમ્બાન્ડરે એલ્સબર્ગની ચિંતાને "હાસ્યાસ્પદ" ઠેરવી, અને કહ્યું કે, બ્લેક હોલની અંદર તેને ધકેલી દેવાથી એક ડગલું દૂર છે, તેવું મનાવાનું અસાંજેનું વલણ અને તે કેટલાક અંશે તેના કામની બદનામી કરે છે.[૬૦] સલૂન.કૉમમાં ગ્લેન ગ્રીનવેલ્ડએ "છુટાછવાયાં માધ્યમ અહેવાલો" પર સવાલ ઉઠાવ્યા હતા કે, અસાંજેની "માનવખોજ" ચાલી રહી છે, એવી દલીલ કરી છે કે, આ અહેવાલો "અનામી સરકારી અધિકારીઓ"ની ટિપ્પણીઓ પર આધારિત છે અને યુ.એસ. (U.S.) સરકાર દ્વારા સંભવિત જાગૃત્તિ લાવનારાઓ સામે ગહન અભિયાન તરીકે પણ હોય શકે છે.[૬૧]

21 જૂન 2010ના અસાંજેએ બેલ્જિયમના બ્રસેલ્સમાં એક સુનાવણીમાં ભાગ લીધો, એક મહિનામાં પહેલી વખત તેઓ જાહેરમાં આવ્યા હતા.[૬૨] ઈન્ટરનેટ ઉપરના નિયંત્રણો અંગેની ચર્ચા કરનાર પેનલના તેઓ સભ્ય હતા, તાજેતરમાં જ ઓસ્ટ્રેલિયા જેવા રાષ્ટ્રો દ્વારા દાખલ કરવામાં આવેલી તારણ પદ્ધતિ પર તેમણે ચિંતા પ્રગટ કરી હતી. ચોક્કસ વિષયો પર માહિતી પ્રકાશિત કરતા અટાકવવા માટે અખબારોને આપવામાં આવતા, ગુપ્ત નિયંત્રણાત્મક આદેશો અને એટલે સુધી કે તે તથ્ય પણ કે આમની ઉપર નિયંત્રણો લાદવામાં આવી રહ્યાં છે, અસાંજેએ આ અંગે વાત કરી હતી. ધ ગાર્ડિયન નું ઉદાહરણ આપતા તેમણે (અસાંજે)એ ખુલાસો કર્યો હતો કે, કેવી રીતે અખબારો દ્વારા તેમના ઓનલાઈન આર્કાઈવ્ઝ (ઇન્ટરનેટ પર મુકવામાં આવેલી માહિતી)ની સાથે ચેડાં કરવામાં આવે છે અને કેટલીક વખત સમગ્ર લેખ જ હટાવી દેવામાં આવે છે.[૬૩][૬૪] તેણે (અસાંજે) ધ ગાર્ડિયન ને જણાવ્યું કે, તેમને પોતાની સલામતિની ચિંતા નથી, પરંતુ, તેઓ હંમેશા સાવચેત છે અને અમેરિકાની મુસાફરી કરવાનું ટાળશે, તેણે કહ્યું હતું કે, "[યુ.એસ.] નાગરિકોના નિવેદનો વ્યાજબી છે. પરંતુ ખાનગીમાં કરવામાં આવેલા કેટલાક નિવેદનો વધુ સવાલો ઊભા કરે છે." "રાજકીય દ્રષ્ટીએ કોઈ પગલું લેવું તેમના માટે મોટી ભૂલ હશે. હું એકદમ સલામતિ અનુભવું છું, પરંતુ, મને મારા વકીલોએ સલાહ આપી છે કે, આ ગાળા દરમિયાન મારે યુ.એસ. (U.S.)ની મુસાફરી ન કરવી જોઈએ."[૬૨]

17 જુલાઈના, ન્યૂયોર્ક શહેરમાં યોજાયેલ 2010 હેકર્સ ઑન પ્લાનૅટ અર્થ (હોપ) પરિસંવાદમાં વિકિલીક્સ વતી જેકોબ એપલબેઉમ બોલ્યા હતા, પરિસંવાદમાં સંઘીય જાસૂસોની હાજરીના કારણે, તેમણે અસાંજેનું સ્થાન લીધું હતું.[૬૫][૬૬] તેમણે જાહેરાત કરી હતી કે, વિકિલીક્સ પર રજૂઆત કરવાની વ્યવસ્થા થોડા સમય માટે બંધ કર્યા પછી ફરી શરૂ થઈ ગઈ છે અને ચાલી રહી છે.[૬૫][૬૭] 19 જુલાઈ 2010ના ઑક્સફૉર્ડમાં ટીઈડી (TED) પરિસંવાદમાં અસાંજે આશ્ચર્યજનક રીતે વક્તા તરીકે હાજર થયા હતા અને પુષ્ટી કરી હતીકે, વિકિલીક્સે રજૂઆતો લેવાની શરૂ કરી દીધી છે.[૬૮][૬૯][૭૦] 26 જુલાઈના, અફઘાન વોર ડાયરી બહાર પાડ્યા પછી, અસાંજે પત્રકાર પરિસંવાદ માટે ફ્રન્ટલાઈન ક્લબ ખાતે આવ્યા હતા.[૭૧]

યુનાઈટેડ સ્ટેટ્સના રાજનયિક સંદેશાઓની જાહેરાત

ફેરફાર કરો

28 નવેમ્બર 2010ના રોજ, વિકિલીક્સે તેમના કબજા હેઠળના 251,000 અમેરિકન રાજનયિક સંદેશાઓમાંથી કેટલાકને જાહેર કરવાનું શરૂ કર્યું, જેમાંના 53 ટકા કરતાં વધુ અવર્ગીકૃતની યાદીમાં છે, 40 ટકા “ખાનગી” છે અને ફક્ત છ ટકા જેટલા “અગંત” વર્ગીકૃત કરાયેલા છે. ત્યાર પછીના દિવસે, ઓસ્ટ્રેલિયાના મુખ્ય સરકારી વકીલ, રોબર્ટ મેક ક્લેલેન્ડે, પત્રકારોને કહ્યું કે ઓસ્ટ્રેલિયા અસાંજેની પ્રવૃત્તિઓ અને વિકિલીક્સની તપાસ કરશે.[૭૨] તેમણે કહ્યું કે “ઓસ્ટ્રેલિયાના દ્રષ્ટિકોણથી, અમને લાગે છે કે અહીં શક્યપણે એવા ઘણા ગુનાહિત કાયદાઓ છે, જે આ માહિતી જાહેર થવાથી ભંગ થયા હોઈ શકે છે. ઓસ્ટ્રેલિયન ફેડરલ પોલીસ તે તરફ જોઈ રહી છે.”[૭૩] મેક ક્લેલેન્ડે એ શક્યતાને નકારી નહોતી કે, ઓસ્ટ્રેલિયન સત્તાધિકારીઓ અસાંજેનો પાસપોર્ટ રદ કરે, અને તેમને ચેતવણી આપે કે તેઓ જ્યારે ઓસ્ટ્રેલિયા પરત ફરે ત્યારે આરોપોનો સામનો કરી શકે છે.[૭૪] 11 ડિસેમ્બર 2010 સુધીમાં માત્ર 1295, અથવા કુલમાંથી 1 ટકાના 1/૨ જેટલા સંદેશાઓ જાહેર કરાયા હતા.[૭૫][૭૬]

યુનાઈટેડ સ્ટેટ્સના કાયદા વિભાગે જાહેરાત સંબંધિત ગુનાહિત તપાસ આદરી છે. યુ.એસ. (U.S.)ના વકીલો અસાંજે વિરુદ્ધ ઘણા નિયમો હેઠળ આરોપો વિચારી રહ્યા છે, પરંતુ કોઈ પણ આરોપ હેઠળ ફરિયાદ કરવી મૂશ્કેલ હશે.[૭૭] સંદેશાઓની જાહેરાત બાદ લેવાયેલા ટાઈમ ના ઈન્ટર્વ્યુ માં, રિચર્ડ સ્ટેનજેલે અસાંજેને પૂછ્યું કે શું હિલેરી ક્લિન્ટને રાજીનામું આપવું જોઈએ; તેમણે એમ કહીને જવાબ આપ્યો કે, “જો તેણી યુ.એસ. (U.S.)એ હસ્તાક્ષર કર્યા છે તેવા આંતરરાષ્ટ્રીય કરારોનું ઉલ્લંઘન કરીને યુ.એસ. (U.S.) રાજનયિકોને સંયુક્ત રાષ્ટ્રોની જાસુસીના આદેશ આપવા માટે જવાબદાર હોય, તેમ દર્શાવી શકાતું હોય તો, તેણીએ રાજીનામું આપવું જોઈએ”.[૭૮]

પેન્ટાગોન પેપર્સના વ્હિસલ બ્લોઅર ડેનિઅલ એલ્સબર્ગે કહ્યું કે અસાંજે “આપણી [અમેરિકન] લોકશાહીની સેવા કરી રહ્યો છે, અને ચોક્કસપણે, આ દેશમાં, મોટા ભાગના મામલાઓમાં જે કાયદાઓ નથી, તેવી ગુપ્તતાની ધારાઓને પડકારીને, આપણા કાયદાના નિયમોની સેવા કરી રહ્યો છે.” વિકિલીક્સના અમેરિકન રાજનયિક સંદેશાઓની જાહેરાત અંગે યુ.એસ. (U.S.) માટેના રાષ્ટ્રીય સુરક્ષાની દ્રષ્ટિના મુદ્દા પર, એલ્સબર્ગે ઉમેર્યું કે “તેઓ સ્પષ્ટપણે ઘણી રીતે ખૂબ સક્ષમ વ્યક્તિ છે. હું માનુ છું કે તેમની સાહજિક વૃત્તિએ આમાંની મોટા ભાગની સામગ્રી જાહેર હોવાની લાયકાત ધરાવે છે. આપણે ખૂબ નાના હિસ્સા પર ચર્ચા કરી રહ્યા છે, જે ન કરવા જેવી છે. તેમણે હજું એવું કંઈ પણ જાહેર નથી કર્યું, જેનાથી કોઈની પણ રાષ્ટ્રીય સુરક્ષાને ઠેસ પહોંચે.”[૭૯]

પ્રકાશક તરીકેની ભૂમિકા

ફેરફાર કરો

અસાંજે 2009નો અમ્નેસ્ટિ ઇન્ટરનેશનલનો મીડિયા અવૉર્ડ મેળવ્યો,[૨] જેનો હેતુ “માનવ અધિકારોના પત્રકારત્વમાં શ્રેષ્ઠતા ઓળખવા”નો હોય છે,[૮૦] અને તેઓ સેન્ટર ફોર ઇન્વેસ્ટીગેટીવ જર્નાલિઝ્મ દ્વારા પત્રકાર તરીકે ઓળખાવાયેલા છે.[૧] ડિસેમ્બર 2010માં, યુએસના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ફિલિપ જે. ક્રોવ્લિએ અસાંજેના પત્રકાર તરીકે વર્ણન સામે વાંધો વ્યક્ત કર્યો, અને એમ પણ જણાવ્યું કે યુએસ વિદેશ મંત્રાલય વિકિલીક્સને મીડિયા સંગઠન તરીકે માન્ય નથી રાખતું. પત્રકારોના પ્રશ્નના જવાબમાં, ક્રોવ્લિએ કહ્યુ; “હું માનું છે કે તે અરાજકતાવાદી છે, પરંતુ પત્રકાર નથી”.[૮૧] એલેક્સ માસ્સીએ ધ સ્પેક્ટેટર (The Spectator)માં લખેલા લેખમાં કહ્યું “હા, જુલિયન અસાંજે પત્રકાર છે”, પરંતુ સ્વીકાર્યું કે “સમાચારનો માણસ” અસાંજે માટે વધુ સારું વર્ણન હોઈ શકે છે. અસાંજે કહ્યું છે કે તેઓ 25ની ઉંમરથી તથ્યાત્મક સામગ્રી છાપતા આવ્યા છે, અને એટલે તેઓ પત્રકાર છે કે નહિં તેની ચર્ચા કરવી જરૂરી નથી. તેમણે જણાવ્યું છે કે તેમની ભૂમિકા “મુખ્ય રૂપે પ્રકાશક અને મુખ્ય તંત્રીની છે, કે જે અન્ય પત્રકારોને સુનિયોજિત કરે છે અને નિર્દેશ આપે છે”.[૮૨]


કથિત જાતીય આરોપો

ફેરફાર કરો

20 ઓગસ્ટ 2010ના અસાંજે વિરૂદ્ધ તપાસ હાથ ધરવામાં આવી હતી અને સ્વીડનમાં બે મહિલાઓ, ઉંમર વર્ષ 26 અને 31,[૮૩] પહેલો એન્કોપિંગમાં અને બીજું સ્ટોકહોમમાં જાતિય સમાગમના અનુસંધાનમાં, સામે સ્વીડનમાં ધરપકડનો હુકમ કાઢવામાં આવ્યો હતો.[૮૪][૮૫] તપાસ શરૂ થઈ તેની ટૂંક સમયમાં, મુખ્ય ખટલા અધિકારી ઈવા ફિન્નેએ અસાંજેની ધરપકડનું હુકમનામું કાઢી નાખ્યું હતું, જ્યારે આ અંગેની માહિતી મળી ત્યારે ફરિયાદ નોંધનારા કોલ ઉપરના ખટલા અધિકારીના અહેવાલને બાજુએ મુકતા કહ્યું હતું કે, "મને નથી લાગતું કે તેણે બળાત્કાર કર્યો છે તેવી શંકા કરવાને કોઈ કારણ છે."[૮૬] આમ છતાં, સ્થાનિક કાયદામાં વર્ણનના આધાર પર પજવણીના સંભવિત આરોપની તપાસ ચાલુ રહી.[૮૭] અસાંજેએ આ આરોપોને કાઢી નાખ્યા અને કહ્યું કે, બંને મહિલાઓ સાથે તેણે સહમતિથી જાતિય સંબંધો બાંધ્યા હતા, અને સહયોગીઓ સાથે મળીને તેણે જાહેર કર્યું કે, આ તેમના ચરિત્ર્ય હનનનો પ્રયાસ હતો અને મલિન કલંક અભિયાન હતું.[૮૮][૮૯] 31 ઓગસ્ટના એક કલાક સુધી પોલીસ દ્વારા તેની પૂછપરછ કરવામાં આવી હતી, [૯૦] 1 સપ્ટેમ્બરના સ્વીડનના વરિષ્ઠ ફોજદારી ખટલો દાખલ કરનાર મેરિએન એનવાય, એ નવી માહિતી મળી હોવાનું ટાંકીને ફરી તપાસ ખોલાવી હતી. મહિલાના વકીલ કાલેસ બોર્ગસ્ટ્રોમ, જેઓ સ્વીડનના રાજકારણી પણ છે, તેમણે ખટલો નહીં ચલાવવાના નિર્ણય સામે અપીલ પણ દાખલ કરી હતી.[૯૧] અસાંજેએ કહ્યું કે, તેમની સામેના આરોપો વિકિલીક્સના દુશ્મનો દ્વારા "ગોઠવાયેલા" છે.[૯૨]

ઓક્ટોબર માસના અંતભાગમાં, સ્વિડનના નાગરિકત્વ અને ત્યાં કામ કરવા માટે પરવાનો માંગતી અસાંજેની અરજી સ્વિડને કાઢી નાખી. 4 નવેમ્બરના અસાંજેએ કહ્યુંકે, તેઓ સ્વિત્ઝરલેન્ડમાં રાજકીય રાજ્યાશ્રય માટે અરજી કરવાનું વિચારી રહ્યાં છે, જેની "વાસ્તવિક સંભાવના" છે.[૯૨] 18 નવેમ્બરના, સ્ટોકહોમ જિલ્લા અદાલતે, અસાંજેની અટકાયત કરવાની અને તેની પૂછપરછ કરવાની અરજીને મંજૂરી આપી.[૯૩][૯૪][૯૫] 20 નવેમ્બરના સ્વીડનના નેશનલ ક્રિમનલ પોલીસ ફોર્સ દ્વારા ઇન્ટરપોલ મારફતે અસાંજેની સામે આંતરરાષ્ટ્રીય ધરપકડ વૉરન્ટ કાઢવામાં આવ્યું; સેનઝેન ઈન્ફોર્મેશન સિસ્ટમ દ્વારા યુરોપીય ધરપકડ વૉરન્ટ પણ કાઢવામાં આવ્યું હતું.[૯૬][૯૭]

30 નવેમ્બર 2010ના સ્વિડનની વિનંતી પર "જાતિય ગુનાઓના આરોપો", પર પૂછપરછ કરવા માટે, ઈન્ટરપોલ દ્વારા સ્વિડન વતી રેડ નોટિસ કાઢવામાં આવી.[૯૮][૯૯] જોકે, સ્વિડનની વિનંતીમાં છેડતી, ગેરકાયદેસર ત્રાસનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો, અસાંજે અને બીજા કેટલાક માધ્યમોના અહેવાલ પ્રમાણે, સહમતિથી પરંતુ અસુરક્ષિત જાતિય સંબંધના બનાવોમાંથી વિવાદ ઊભો થયો છે.[૧૦૦][૧૦૧] જોકે, વકીલે અસાંજે ઉપર આરોપ મુક્યો હતો કે, અસાંજે દ્વારા સુઈ ગયેલી મહિલા સાથે અસુરક્ષિત જાતિય સંબંધ બાંધવામાં આવ્યો હતો. અસાંજેના વકીલે કહ્યું હતું કે, સ્વિડનની બહાર "મિ. અસાજે ખટલો માંડનારના સવાલોનો જવાબ સ્વૈચ્છાએ આપવા માટે મુલાકાત કરવા તૈયાર છે, તે નિર્વિવાદિત સત્ય છે છતાં સ્વિડનના સત્તાધિશો દ્વારા ખૂબ અનિયમિત અને અસામાન્ય રીતે રેડ નોટિસ કાઢવામાં આવી છે." [૧૦૨] અને એમ પણ કહ્યું હતું કે, "પ્રત્યાર્પણના પ્રયાસોને પણ ટક્કર આપવામાં આવશે. "[૧૦૩] કારણ કે, એવી શક્યતા રહેલી છે કે, સ્વિડન તેમને યુનાઈટે સ્ટેટ્સને સોંપી દે.[૧૦૪]

7 ડિસેમ્બરના લંડનની મેટ્રોપોલિટિન પોલીસ સર્વિસની પોલીસ સાથે સ્વેચ્છાએ સાથે મુલાકાત પછી, અસાંજેની ધરપકડ કરવામાં આવી હતી.[૧૦] ત્યારબાદ તે દિવસે, અસાંજેને જામીન આપવાનો ઈન્કાર કરી દેવામાં આવ્યો અને કસ્ટડી રિમાન્ડ લેવામાં આવી.[૧૦૫] 14 ડિસેમ્બરના અસાંજેને જામીન મળી ગયા પરંતુ તેમને કસ્ટડીમાં જ રાખવામાં આવ્યા, આ સાથે 240000 પાઉન્ડની જામીન અને પાસપોર્ટ સોંપી દેવા જેવી શરતો લાદવામાં આવી. અસાંજેના વકીલ માર્ક સ્ટિફન્સે, આ કાયદાકીય પ્રક્રિયાની સરખામણી દેખાડાના ખટલા સાથે કરી છે.[૧૦૬] [૧૦૭]અસાંજેની બચાવ ટૂકડીમાં માનવાધિકાર વકીલો જેફરી રોબર્ટસન[૧૦૮] અને હેલેના કેનેડીની[સંદર્ભ આપો] સાથે સાથે જેનિફર રોબિન્સનન[૧૦૯]નો સમાવેશ થાય છે.[૧૧૦]


પ્રશંસા

ફેરફાર કરો
સિડની ટાઉનહૉસની સામે અસાંજેના સમર્થનમાં દેખાવો, 10 ડિસેમ્બર, 2010

યુનાઈટેડ કિંગ્ડમમાં 2010માં અસાંજેની ધરપકડ પછી બ્રાઝિલના રાષ્ટ્રપતિ, લુઈઝ ઈનાસિયો લૂલા દ સિલ્વાએ અસાંજે સાથે "સહાનુભૂતિ" વ્યક્ત કરી હતી.[૧૧૧][૧૧૨] તેમણે જુલિયન અસાંજેની ધરપકડની ટીકા કરતા તેને "અભિવ્યક્તિ સ્વાતંત્ર્ય પર હુમલો" ગણાવ્યો હતો.[૧૧૩]

રશિયાના રાષ્ટ્રપતિ દિમિત્રી મેદવેવના કાર્યાલયના સૂત્રના કહેવા પ્રમાણે, "જાહેર અને બિન-સરકારી સંગઠનોએ તેને કેવી રીતે મદદ કરી શકાય તેના પર વિચારવું જોઈએ." ત્યાર બાદ નાટો (NATO) ખાતે રશિયાના દુત દિમિત્રી રોગોઝીને કહ્યું હતું કે, સ્વિડનના આરોપો પર જુલિયન અસાંજેની વહેલી ધરપકડ દર્શાવે છે કે, પશ્ચિમમાં "માધ્યમોને આઝાદી નથી."[૧૧૪]

ડિસેમ્બર 2010માં સંયુક્ત રાષ્ટ્રોમાં અભિપ્રાય અને અભિવ્યક્તિ સ્વાતંત્ર્યના ખાસ ખબરપત્રી ફ્રેન્ક લા રુઈએ કહ્યું હતું કે, અસાંજે કે વિકિલીક્સના બીજા કર્મચારી ગણ પર તેમણે આપેલી માહિતીની કોઈપણ જાતની જવાબદારી બનતી નથી, અને નોંધ્યું કે, " માધ્યમોમાં તેના પ્રકાશન અંગે જો કોઈ જવાબદારી ઠરે છે, તો તે માત્ર અને માત્ર એ વ્યક્તિની કે જેણે માધ્યમો સુધી આ માહિતી પહોંચાડી, નહિ કે માધ્યમોની જેમણે તેનું પ્રકાશન કર્યું. આ પારદર્શક રસ્તો છે અને કેટલાક કિસ્સાઓમાં ભ્રષ્ટાચાર સામે આવ્યો છે.[૧૧૫]

10 ડિસેમ્બરના 500 થી વધુ લોકોએ સિડનીના ટાઉનહોલની બહાર રેલી કાઢી અને બ્રિસ્બેનમાં લગભગ 350 થી વધુ લોકો એકઠાં થયા.[૧૧૬] 11 ડિસેમ્બરે મેડ્રિડમાં 100 થી વધુ લોકોએ બ્રિટનના રાજદુતાલયની બહાર દેખાવો યોજ્યાં અને અસાંજેની ધરપકડ સામે વિરોધ નોંધાવ્યો.[૧૧૭]

પુરસ્કારો

ફેરફાર કરો

કેન્યામાં ગેરકાયદે થયેલી હત્યાઓ માટે ધી ક્રાય ઓફ બલ્ડ-એક્સ્ટ્રા જ્યુડિસિયલ કિલીંગ એન્ડ ડિસઅપિરિઅન્સ તપાસ દ્વારા ખુલાસાઓ કરવા બદલ અસાંજેને 2009ના ઍમ્નિસ્ટિ ઈન્ટરનેશનલ મીડિયા અવોર્ડ (ન્યૂ મીડિયા)[૧૧૮] આપવામાં આવ્યો છે.[૧૧૯] પુરસ્કાર સ્વીકારતા તેમણે કહ્યું હતું: "આ અન્યાયનું દસ્તાવેજીકરણ થયું તે કેન્યાના નાગરિક સમાજની હિંમત અને તાકાતનું પ્રતિબિંબ છે. ઓસ્કાર ફાઉન્ડેશન, કેએનએચસીઆર (KNHCR), માર્સ જૂથ કેન્યા અને અન્ય સંસ્થાઓના જોરદાર કાર્યો દ્વારા અમને પ્રાથમિક સહકાર હતો, વિશ્વ સમક્ષ આ હત્યાઓને જાહેર કરવાની જરૂરિયાત હતી."[૧૨૦] તેમણે 2008નો ઈકોનોમિસ્ટ ઈન્ડેક્સ ઓન સેન્સરશીપ અવોર્ડ પણ જીત્યો છે.[૧] અસાંજેને સેમ એડમ્સ અસોસિએટ્સ દ્વારા જાસુસીક્ષેત્રે પ્રામાણિકતા માટે 2010નો સેમ એડમ્સ અવોર્ડ આપવામાં આવ્યા છે.[૧૨૧][૧૨૨] સપ્ટેમ્બર 2010માં બ્રિટિશ મેગેઝિન ન્યૂ સ્ટેટ્સમેન દ્વારા 2010ના વિશ્વના 50 મુખ્ય અસરકારક આંકડાઓમાંથી અસાંજેને 23મોં ક્રમાંક મળ્યો હતો.[૧૨૩] નેઉટને રિડર મેગેઝિનના નવેમ્બર/ડિસેમ્બર અંકમાં "વિશ્વને બદલનારા 20 સ્વપ્નદ્રષ્ટાઓ"માંથી એક અસાંજે છે.[૧૨૪]

13 ડિસેમ્બર, જુલિયન અસાંજે જેલમાં હતો ત્યારે ટાઈમ મેગેઝિનમાં વાચકોની પસંદના પર્સન ઓફ ધી યર (આ વર્ષની વ્યક્તિ) 2010 તરીકે જુલિયન અસાંજેને સ્થાન મળ્યું હતું. અસાંજેના 382,020 મતો બીજું સ્થાન પ્રાપ્ત કરનારને મળેલા મત કરતા બમણા હતા.[૧૨૫][૧૨૬]

ભૂતપૂર્વ બ્રિટિશ સેનાના જાસુસી અધિકારી ડેનિઅલ યાતેસે લખ્યું, "અસાંજેએ ગંભીરતાપૂર્વક અફઘાનિસ્તાનના નાગરિકોનો જીવ જોખમમાં મૂક્યો છે. અફઘાનિસ્તાનના નાગરિકો વિશેની વ્યક્તિગત માહિતી માટેની નોંધ માટે, નાટો (NATO) સૈનિકોનો સંપર્ક કરવામાં આવ્યો હતો. જેમણે નાટો (NATO) સાથે સહકાર આપ્યો છે તેમની વિરુદ્ધ તાલિબાન હવે હિંસક પ્રતિક્રિયા આપે તે ચોક્કસ છે, તેમના પરિવારો અને જાતિસમૂહો પણ જોખમમાં આવી જશે."[૧૨૭] આ ટિકાના પ્રતિભાવમાં, ઓગસ્ટ 2010માં અસાંજેએ કહ્યું કે તે 15000 દસ્તાવેજોનું લીટીએ લીટીએ નિરીક્ષણ થઈ રહ્યું છે, અને જેમના જીવને જોખમ છે તેવા લોકોના નામો તેમાંથી દૂર કર કરવામાં આવશે.[૧૨૮]

વ્હાઈટ હાઉસ પ્રવક્તાના પત્રના પ્રતિભાવ રૂપે આ હતું. અસાંજે એ ન્યૂ યોર્ક ટાઈમ્સ ના સંપાદકની વિનંતીનો આ જવાબ આપ્યો હતો. વ્હાઈટ હાઉસ દ્વારા નુકસાનરૂપ દસ્તાવેજોના ઝીણવટપૂર્વકના નિરીક્ષણ સંદર્ભે અસાંજેને થયેલી રજૂઆત સંદર્ભેનો આ જવાબ હતો; સ્કમિટે જવાબ આપ્યો કે "હુ આકસ્મિક રીતે તેને માન્ય ન ગણાવી શકુ, વ્હાઈટ હાઉસ દ્વારા આ એક ગંભીર અને વાસ્તવિક રજૂઆત છે કે, કોઈ પણ દસ્તાવેજોને મૂકતા પહેલા તેમનું ઝીણવટપૂર્વ નિરીક્ષણ કરવું જોઈએ, અને મને લાગે છે કે અસાંજેએ જે રીતે તેને રજૂ કર્યું છે તે હાસ્યાસ્દ છે."[૧૨૯] કર્મચારીઓની સંયુક્ત કમાનના અધ્યક્ષ માઇક મુલ્લેને કહ્યું, "શ્રીમાન અસાંજે ઈશ્વર વિશે જે પણ માને છે તે કહી શકે છે, તેમના સૂત્રો પણ તેમકરી શકે છે, પરંતુ સત્ય એ છે કે, તેમના પોતાના હાથોમાં કેટલાક યુવા જવાનો અથવા તેમના અફ્ઘાન પરિવારનું લોહી લાગેલું છે." અસાંજે એ આવું કંઈ પણ બન્યાનો ઈનકાર કર્યો છે, અને પ્રતિભાવ આપતા કહ્યું, "...આ ખરેખર થોડું હાસ્યાસ્પદ છે કે ગેટ્સ અને મુલ્લેન....કે જેઓએ પ્રતિદિન હત્યા માટેના આદેશો આપ્યા છે, તેઓ અમારા હાથ લોહીથી ખરડાયેલા છે કે કેમ તે અંગેની કાલ્પનિક સમજણ સાથે લોકોને એક મંચ પર લાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ બે પુરુષો દલીલ દ્વારા તે યુદ્ધોમાંથી લોહીના ચીથરા ઉડાવી રહ્યા છે."[૧૩૦] યુ.એસ. (U.S.) સરકારના વર્તમાન અને ભૂતપૂર્વ અધિકારીઓ સહિત અનેક ટિકાકારો અસાંજેને આતંકવાદનો આરોપી ઠેરવ્યો છે. યુ.એસ. (U.S.) સેનેટ મોનોટરીના નેતા મિતેચ મેક્કોન્નેલ એ અસાંજેને "એક હાઈ-ટેક આતંદવાદી" ગણાવ્યો હતો,[૧૩૧] અને આવું જ દૃશ્ય યુ.એસ. (U.S.) હાઉસના સ્પીકર ન્યૂટ ગિન્ગરિચ તરફથી પણ પડઘાતું હતું, જેમણે આ કહેતા નોંધવામાં આવ્યા હતા, "માહિતી આતંકવાદ લોકોની હત્યા તરફ આગળ વધી રહ્યો છે, અને જુલિયન અસાંજે આવા આતંકવાદમાં સંડોવાયેલા છે.

તેની સાથે એક દુશ્મન યોદ્ધા સાથેનો વ્યવહાર થવો જોઈએ".[૧૩૨]માધ્યમોની વાત કરીએ તો, વોશિંગ્ટન ટાઈમ્સ ના એક સંપાદકીય લેખમાં જેફ્ફરેય ટી કુહ્નેરે કહ્યું અસાંજે સાથે "અન્ય તીવ્ર આતંકવાદી નિશાનો સાથે થાય છે તેવો જ વ્યવહાર થવો જોઈએ";[૧૩૩][૧૩૪] ફોક્સ ન્યૂઝ' નેશનલ સિક્યુરિટી એનાલિસ્ટ અને હોસ્ટ "કે.ટી."મેકફાર્લેન્ડે અસાંજેને આતંકવાદી અને વિકિલીક્સને "આતંકવાદી સંસ્થા" તરીકે ઓળખાવ્યા છે, અને જો તેઓ લીક્સ બનાવવામાં દોષી સાબિત થાતા તેને બ્રાડલી મેનીંગની હત્યાનો દોષિત ઠેરવ્યો છે;[૧૩૫] અગાઉના નિક્ષોન સહાયક અધિકારી અને ટોક રેડિયોના હોસ્ટ જી ગોર્ડોન લેડ્ડેયને એવું કહેતા નોંધવામાં આવ્યા છે કે કોર્ટ પ્રક્રિયા વિના મારી નાખી શકાય તેવા આતંકવાદીઓની "મરનાર યાદી"માં અસાંજેનું નામ ઉમેરવું જોઈએ.[૧૩૬]

કેનેડાના વડાપ્રધાન સ્ટેફેન હાર્પેરના પૂર્વ પ્રચાર અભિયાન મેનેજર ટોમ ફ્લાનાગને 30 નવેમ્બર 2010ના ટિપ્પણી કરી હતી કે, તેઓ માને છે કે જુલિયન અસાંજેને મારી નાખવો જોઈએ. ફ્લાનાગન વિરુદ્ધ એક ફરિયાદ દાખલ થઈ છે, જેમાં કહેવાયું છે કે, સીબીસી (CBC) કાર્યક્રમ પાવર અને પોલિટિક્સમાં તેમણે આપેલું નિવેદન "જુલિયન અસાંજેની હત્યાની સૂચના કે પ્રોત્સાહન કેનેડાની દંડ સહિંતાથી વિપરીત છે."[૧૩૭] . ફ્લાનાગને કાર્યક્રમ દરમિયાન કરેલી આ ટિપ્પણી માટે માફી પણ માગી છે, અને દાવો કર્યો છે કે તેમનો કહેવાનો અર્થ "મિ. અસાંજેની હત્યાની વકાલત અથવા રજૂઆત કરવાનો ક્યારેય ન હતો".[૧૩૮]

ઓસ્ટ્રેલિયન નાગરિક તરીકે જાણીતા અસાંજેનું કોઈ ચોક્કસ રહેણાંક સરનામું નથી.[૫] અસાંજેએ કહ્યું હતું કે તેઓ સતત ફરતા રહે છે. થોડો સમય તેઓ ઓસ્ટ્રેલિયા, કેન્યા, તાન્ઝાનિયામાં રહ્યા હતા અને 30 માર્ચ, 2010માં તેમણે આઈસલેન્ડમાં એક મકાન ભાડે રાખ્યું હતું. જેમાં તેઓ અને બ્રિગિટ્ટા જોન્ડોટ્ટેર સહિતના તેમના સાથી કાર્યકર્તાઓ કલેક્ટેરિઅલ મર્ડર વિડિયો પર કામ કરતા હતા. 2010માં તેમણે અનેકવાર યુનાઇટેડ કિંગ્ડમ, આઈસલેન્ડ, સ્વીડન અને અન્ય યુરોપિય દેશોની મુલાકાત લીધી છે. 4 નવેમ્બર, 2010માં અસાંજેએ સ્વીડનના જાહેર ટેલિવિઝન ટીએસઆર (TSR)માં કહ્યું હતું કે, તે ગંભીર રીતે માનતો હતો કે તટસ્થ સ્વીટ્ઝરલેન્ડમાં રાજકીય આશ્રયસ્થાનો બિમાર થઈ રહ્યા છે, તે ઓપરેશનને ફેરવીને ત્યાં વિકિલિક્સની સ્થાપના કરશે.[૧૩૯][૧૪૦] અસાંજેના મતે સ્વીટ્ઝરલેન્ડ અને આઈસલેન્ડ એ બે જ દેશો એવા છે, કે જ્યાં વિકિલિક્સનું સંચાન કરવું સુરક્ષિત છે.[૧૪૧][૧૪૨] 2010 નવેમ્બરના અંતમાં એક્વાડોરના નાયાબ વિદેશ પ્રધાન કિનટ્ટો લુકાસ અસાંજેને "બિન શરતી રેહાઠાણની રજૂઆત કરી હતી, જેથી તેઓ મુક્ત રીતે માહિતીની રજૂઆત કરી શકે અને તમામ દસ્તાવેજો પર પ્રક્રિયા કરી શકે, માત્ર ઈન્ટરનેટના રૂપમાં જ નહીં પરંતુ સાર્વજનિક મંચ રૂપે".[૧૪૩]

લુકેસના મતે અસાંજે સાથેના આ વાર્તાલાપની પહેલથી એક્વાડોરને લાભ થશે.[૧૪૪] ૩૦ નવેમ્બરે વિદેશ પ્રધાન રિકાર્ડો પાન્ટિનોએ કહ્યું કે રહેણાંક માટેની અરજી "ન્યાયિક અને રાજનૈતિક સ્તરે તપાસ થશે".[૧૪૫] થોડા જ કલાકો બાદ, રાષ્ટ્રપ્રમુખ રાફેલ કોર્રેઆએ કહ્યું કે વિકિલિક્સ એ "અમેરિકાના કાયદા તોડવા અને આ પ્રકાર ગુપ્ત માહિતી બહાર પાડવા જેવા દોષને પ્રતિબદ્ધ છે...કોઈ ઔપચારિક પ્રસ્તાવ [ક્યારેય] બનાવાયો નથી."[૧૪૬][૧૪૭]

કોરિયા એ નોંધ્યું કે લુકેસ પોતાના પક્ષે પણ બોલી રહ્યા હતા; વધુમાં, તેઓ એક્વાડોરના શક્ય વિભાગોમાં એક તપાસ ચાલુ કરશે, જેથી તારોની મુક્તિમાંથી સહન કરવાનું રહેશે.[૧૪૭] 7 ડિસેમ્બર, 2010 વેસ્ટમિનિસ્ટર મગિસ્ટાટ્રેસ શહેરની કોર્ટમાં થયેલી એક સુનાવાણીમાં અસાંજે એ એક સરનામાને પોતાના પોસ્ટ ઓફિસ બોક્સ તરીકે ઓળખાવ્યું હતું. જ્યારે જજે કહ્યું કે તેની આ માહિતી સ્વીકાર્ય નથી, ત્યારે અસાંજે એ "પાર્કવિલે, વિક્ટોરિઆ, ઓસ્ટ્રેલિયા" દર્શાવતું એક કાગળ રજૂ કર્યો. તેના કાયમી સરનામા અને ભ્રમણ જીવનશૈલીએ ન્યાયાધીશ દ્વારા તેના જામીન નકારવા માટે કારણભૂત રહ્યા હતા.[૧૪૮]

સંદર્ભો

ફેરફાર કરો

બાહ્ય લિંક્સ

ફેરફાર કરો

] સંગ્રહિત ૨૦૧૧-૦૧-૦૩ ના રોજ વેબેક મશિન