ગાંધીનગર લોક સભા મતવિસ્તાર

ગાંધીનગર લોકસભા મતવિસ્તાર એ પશ્ચિમ ભારતમાં આવેલા ગુજરાત રાજ્યના ૨૬ લોક સભા મતવિસ્તારો પૈકીનો એક છે. ગાંધીનગર ગુજરાતની રાજધાની છે. તે ભારતના સૌથી પ્રતિષ્ઠિત સંસદીય મતવિસ્તારોમાંનું એક છે, જેનું પ્રતિનિધિત્વ ભૂતપૂર્વ વડા પ્રધાન અટલ બિહારી વાજપેયી, ભૂતપૂર્વ નાયબ વડા પ્રધાન લાલકૃષ્ણ અડવાણી અને વર્તમાન ગૃહ પ્રધાન અને ભાજપના ભૂતપૂર્વ પ્રમુખ અમિત શાહ દ્વારા થયું છે. આ મતવિસ્તારની રચના ૧૯૬૭માં કરવામાં આવી હતી અને તેના પ્રથમ સંસદ સભ્ય ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ (કોંગ્રેસ)ના સોમચંદભાઈ સોલંકી હતા.

સોમચંદભાઇ સોલંકીએ ૧૯૭૧માં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ (ઓ) પક્ષ તરફથી ચૂંટણી લડી હતી અને જીત્યા હતા. ૧૯૭૭ની ચૂંટણીમાં, જનતા પાર્ટીના પુરુષોત્તમ માવલંકર (લોકસભાના પ્રથમ અધ્યક્ષ ગણેશ વાસુદેવ માવલંકરના પુત્ર) ચૂંટાયા હતા.[૧] ૧૯૮૦માં માવલંકરનો કોંગ્રેસના ઉમેદવાર અમૃત મોહનલ પટેલ સામે પરાજય થયો હતો. ૧૯૮૪માં કોંગ્રેસના આઇ.જી. પટેલ ચૂંટાયા હતા. ૧૯૮૯થી આ મતવિસ્તાર ભારતીય જનતા પાર્ટી (ભાજપ)નો ગઢ રહ્યો છે. શંકરસિંહ વાઘેલા ૧૯૮૯ની ચૂંટણીમાં જીત્યા અને ૧૯૯૧માં પછીની ચૂંટણીમાં લાલકૃષ્ણ અડવાણી ચૂંટાયા. અટલ બિહારી વાજપેયીએ ૧૯૯૬માં આ બેઠક જીતી હતી પરંતુ ઉત્તર પ્રદેશમાં લખનૌનું પ્રતિનિધિત્વ કરવા માટે તેમણે રાજીનામું આપવાનું પસંદ કર્યું હતું.[૨] આનાથી પેટાચૂંટણીની ફરજ પડી હતી જે વિજય પટેલે જીતી હતી, જેમણે અન્ય ઉમેદવારોની સાથે ફિલ્મ અભિનેતા રાજેશ ખન્ના (કોંગ્રેસ) ને હરાવ્યા હતા.[૩] આ મતવિસ્તારનું પ્રતિનિધિત્વ એક વડા પ્રધાન (વાજપેયી), એક ભાવિ મુખ્ય પ્રધાન (વાઘેલા), અને અડવાણી અને અમિત શાહ - બંને ગૃહ પ્રધાનો દ્વારા કરવામાં આવ્યું છે.

વિધાનસભા વિભાગો

ફેરફાર કરો

૨૦૧૯ સુધીમાં ગાંધીનગર લોકસભા મતવિસ્તારમાં સાત વિધાન સભા વિભાગોનો સમાવેશ થાય છે:[૪]

મતવિસ્તાર ક્રમાંકમતવિસ્તારઆરક્ષિત?જિલ્લોધારાસભ્યપક્ષ૨૦૧૯માં વિજેતા
૩૬ગાંધીનગર ઉત્તરનાગાંધીનગરરીટાબેન પટેલભાજપભાજપ
૩૮કલોલલક્ષ્મણજી ઠાકોરભાજપભાજપ
૪૦સાણંદઅમદાવાદકનુભાઈ પટેલભાજપભાજપ
૪૧ઘાટલોડિયાભૂપેન્દ્રભાઈ પટેલભાજપભાજપ
૪૨વેજલપુરઅમિત ઠાકરભાજપભાજપ
૪૫નારણપુરાજીતેન્દ્રકુમાર પટેલભાજપભાજપ
૫૫સાબરમતીહર્ષદ પટેલભાજપભાજપ

સંસદ સભ્યો

ફેરફાર કરો
ભૂતપૂર્વ નાયબ વડાપ્રધાન લાલકૃષ્ણ અડવાણીએ ૧૯૯૧-૧૯૯૬ અને ૧૯૯૮-૨૦૧૯ દરમિયાન આ મતવિસ્તારનું પ્રતિનિધિત્વ કર્યું છે.[૫]
વર્ષવિજેતાપક્ષ
૧૯૫૨-૧૯૬૨બેઠક અસ્તિત્વમાં ન હતી
૧૯૬૭સોમચંદભાઈ સોલંકીભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ
૧૯૭૧ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ (O)
૧૯૭૭પુરુષોત્તમ માવલંકરભારતીય લોકદળ
૧૯૮૦અમૃત પટેલભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ (I)
૧૯૮૪જી.આઈ.પટેલભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ
૧૯૮૯શંકરસિંહ વાઘેલાભારતીય જનતા પાર્ટી
૧૯૯૧લાલકૃષ્ણ અડવાણી
૧૯૯૬અટલ બિહારી વાજપેયી (લખનૌ બેઠક જાળવી રાખી)
૧૯૯૬^વિજયભાઈ પટેલ (પેટા ચૂંટણી)
૧૯૯૮લાલકૃષ્ણ અડવાણી
૧૯૯૯
૨૦૦૪
૨૦૦૯
૨૦૧૪[૬]
૨૦૧૯અમિત શાહ

^ પેટા ચૂંટણી દ્વારા

  1. "Pusushottam Mavalankar passes away". The Times of India. The Times Group. 15 March 2002. મેળવેલ 7 December 2014.
  2. "XI Lok Sabha Debates, Session I". National Informatics Centre. 22 May 1996. મેળવેલ 7 December 2014.
  3. "Ahmedbad pays homage to 'kaka'". Daily News and Analysis. Deepak Rathi. 19 July 2012. મેળવેલ 7 December 2014.
  4. "Delimitation of Parliamentary and Assembly Constituencies Order, 2008" (PDF). Election Commission of India. પૃષ્ઠ 147.
  5. "No regret over not becoming PM, says LK Advani". CNN-IBN. 14 November 2014. મૂળ માંથી 17 November 2014 પર સંગ્રહિત. મેળવેલ 7 December 2014.
  6. NDTV (16 May 2014). "Election Results 2014: Top 10 High-Profile Contests and Victory Margins". મૂળ માંથી 9 November 2022 પર સંગ્રહિત. મેળવેલ 9 November 2022.