કુવૈતનો રાષ્ટ્રધ્વજ

રાષ્ટ્રધ્વજ

કુવૈતનો રાષ્ટ્રધ્વજ ૭ સપ્ટેમ્બર ૧૯૬૧ના રોજ અપનાવાયો અને પ્રથમ વખત ૨૪ નવેમ્બર ૧૯૬૧ના રોજ લહેરાવાયો.

કુવૈત
નામઅલમ બલાદી અથવા ડેરતી
પ્રમાણમાપ૧:૨
અપનાવ્યો૧૯૬૧
રચનાલીલા, સફેદ અને લાલ રંગના આડા પટ્ટા અને ધ્વજદંડ તરફ કાળા રંગનો લંબકોણ

૧૯૬૧ સુધી કુવૈતનો ધ્વજ લાલ અથવા સફેદ હતો. ૧૮૯૯ સુધી ધ્વજ માત્ર લાલ રંગનો જ રહેતો. પરંતુ ૧૮૯૯ થી ૧૯૧૫ સુધી લાલ ધ્વજ પર સફેદ બીજનો ચંદ્ર અને સિતારો રાખવામાં આવ્યા. હાલનો ધ્વજ સમગ્ર આરબ રંગો વડે બનેલો છે. કાળો રંગ દુશ્મનની હારનું પ્રતિક છે. લાલ રંગ કુવૈતના સૈનિકોની તલવાર પર રહેલા લોહીના રંગનું, સફેદ રંગ નિર્મળતાનું અને લીલો રંગ ફળદ્રુપતાનું પ્રતિક છે.

રંગપ્રતિનિધિત્વ
લીલોઅમારી જમીન
સફેદઅમારા કર્મો
લાલઅમારી તલવાર
કાળોઅમારા યુદ્ધો

ધ્વજ ફરકાવવાના નિયમો:

  • જ્યારે ધ્વજ ઉભો હોય ત્યારે કાળો પટ્ટો ડાબી બાજુએ
  • જ્યારે ધ્વજ આડો હોય ત્યારે લીલો પટ્ટો સૌથી ઉપર
પીટર લિન નિર્મિત ધ્વજ રંગની પતંગ

૨૦૦૫માં ન્યુઝિલેન્ડના પિટર લિનએ ૧૦૧૯ ચોરસ મિટર કદનો પતંગ બનાવ્યો અને તે યુનાઈટેડ કિંગડમમાં ચગાવ્યો અને ૨૦૦૫માં સત્તાવાર રીતે કુવૈતમાં ઉડાડ્યો.

બાહ્ય કડીઓ ફેરફાર કરો