કંચનજંઘા

દુનિયાનું ત્રીજુ સૌથી ઉંચુ શિખર

કંચનજંઘા (નેપાલ ભાષા:कञ्चनजङ्घा Kanchanjaŋghā, લિમ્બુ ભાષા:સેવાલુંગ્મા SewaLungma ) દુનિયાનું ત્રીજું સૌથી ઊંચું શિખર છે (માઉન્ટ એવરેસ્ટ અને કે-ટુ પછી), આ શિખર સિક્કિમના ઉત્તર પશ્ચિમ ભાગમાં નેપાળની સીમા પર આવેલું છે. આ શિખરની ઊંચાઈ ૮૫૮૬ મીટર (૨૮,૧૬૯ ફીટ) છે. કંચનજંઘાનો અર્થ તિબ્બતીમાં "હિમનાં પાંચ રત્નો" તેવો થાય છે, આ શિખર પાંચ ટુંકમાં વહેંચાયેલ છે,જે પૈકી ચાર ટુંક ૮૪૫૦ મીટર કરતાં ઉંચી છે. ઈશ્વરદત્ત આ પાંચ રત્નો એટલે સોનું, ચાંદી, રત્નો, અન્ન અને પવિત્ર ગ્રંથો. કંચનજંઘાને સ્થાનિક લિમ્બુ ભાષામાં "સેવાલુંગ્મા" પણ કહે છે અને કિરાંત ધર્મમાં તેને પવિત્ર મનાય છે.

કંચનજંઘા

તેના પાંચ માંના ત્રણ (મુખ્ય, વચ્ચેનું અને દક્ષિણનું) શિખર ભારતનાં સિક્કિમનાં ઉત્તર સિક્કિમ જિલ્લાની સરહદ અને નેપાળનાં તાપ્લેજંગ જિલ્લાની સરહદ પર સ્થિત છે,જ્યારે અન્ય બે શિખરો સંપૂર્ણપણે નેપાળનાં તાપ્લેજંગ જિલ્લામાં આવેલ છે. વિશ્વ વન્યજીવ કોષ (World Wildlife Fund) દ્વારા નેપાળનાં સહયોગથી ચાલતા કંચનજંઘા સંરક્ષણ ક્ષેત્ર પરિયોજનાનું મુખ્ય મથક નેપાળમાં છે,લાલ પાંડા અને અન્ય બરફનાં પ્રાણીઓ,પક્ષીઓ અને વન્સ્પતિનું આ અભ્યારણ છે. ભારતની હદમાં આવેલ કંચનજંઘામાં પણ કંચનજંઘા રાષ્ટ્રીય ઉદ્યાન નામનો સંરક્ષિત વિસ્તાર બનાવાયેલ છે.

ભૂગોળ ફેરફાર કરો

કંચનજંઘા શિખરનો દાર્જિલિંગ ખાતેથી દેખાવ

કંચનજંઘાનાં પાંચ શિખરો :

શિખરનું નામઉંચાઇ (મી.)ઉંચાઇ (ફીટ)
કંચનજંઘા મુખ્ય૮,૫૮૬૨૮,૧૬૯
કંચનજંઘા પશ્ચિમ (Yalung Kang)૮,૫૦૫૨૭,૯૦૪
કંચનજંઘા મધ્ય (વચ્ચે)૮,૪૮૨૨૭,૮૨૮
કંચનજંઘા દક્ષિણ૮,૪૯૪૨૭,૮૬૭
કાંગબાચેન૭,૯૦૩૨૫,૯૨૫