ઇતિહાસ એટલે સમયે સમયે માનવજાત દ્વારા કરાયેલ પ્રવૃતિઓના લેખિત પૂરાવાઓનું ખાસ ધ્યાન રાખીને કરાયેલ ભૂતકાળનો અભ્યાસ. આ અભ્યાસ કરનાર કે લખનાર વિદ્ધાનોને "ઇતિહાસકાર" કહે છે. આ સંશોધનનું ક્ષેત્ર છે જ્યાં કર્ણોપકર્ણ કથાઓના આધારે શ્રેણીબદ્ધ ઘટનાઓનું પરીક્ષણ અને પૃથ્થકરણ કરાય છે,અને તે મોટાભાગે ઘટનાઓનાં કારણ અને પ્રભાવની રૂપરેખાનું વાસ્તવિક સંશોધન કરવાનો પ્રયાસ કરે છે. જ્યોર્જ સંત્યાના (George Santayana)નું પ્રખ્યાત કથન છે કે "જે લોકો ભૂતકાળ યાદ રાખતા નથી તેઓ જ તેનાં પુનરાવર્તનને નકારે છે". કોઇ પણ સંસ્કૃતિઓની સામાન્ય ગાથાઓ, કે જેનું કોઇ બાહ્ય સંદર્ભિય પ્રમાણ મળતું નથી તેને ઇતિહાસની વિધાશાખામાં 'રસહીન તપાસ'ને બદલે "સાંસ્કૃતિક વારસો" શ્રેણી હેઠળ વર્ગીકૃત કરાય છે.

વ્યુત્પત્તિ ફેરફાર કરો

અંગ્રેજીમાં વપરાતો, હિસ્ટ્રી (history) શબ્દ મુળ ગ્રીક શબ્દ (στορία-historia), પ્રોટો-ઇન્ડો-યુરોપિયન (wid-tor) પરથી આવેલ છે. મુળ શબ્દ "વિદ"(weid) એટલે 'જોવું જાણવું'. આ મુળ શબ્દ વેદમાંનો સંસ્કૃત શબ્દ હોવાનું મનાય છે. અંગ્રેજી ભાષામાં આ મુળનાં અન્ય શબ્દો wit (બુદ્ધિ), wise (ડાહ્યુ), wisdom (ડહાપણ), vision (દ્રષ્ટિ), અને idea (વિચાર) છે.

પ્રાચિન ગ્રીક ભાષામાં (στορία - history) શબ્દનો અર્થ છે,"તપાસ, સંશોધન દ્વારા મેળવેલું જ્ઞાન".

ગુજરાતી ભાષામાં, "ઇતિહાસ" શબ્દનાં નીચે મુજબ અર્થ થાય છે.

  • ઐતિહ્ય પ્રમાણ,પરંપરાગત ચાલતી આવતી વાત કે વર્ણનનો પુરાવો.
  • ઇતિ (આ પ્રમાણે)+ હ (ખરેખર) + આસ-અસ્ (હતું)."ખરેખર આ પ્રમાણે હતું", ભૂતકાળનું વૃતાંત.
  • ધર્મ, અર્થ, કામ અને મોક્ષ સંબંધી ઉપદેશવાળું પુસ્તક, આ અર્થમાં બધાજ પુરાણો, ધર્મશાસ્ત્રો,અર્થશાસ્ત્ર માટે ઇતિહાસ શબ્દ છે.

બાહ્ય કડીઓ ફેરફાર કરો

🔥 Top keywords: યુનાઇટેડ કિંગડમહનુમાન જયંતીહનુમાનમુખપૃષ્ઠગુજરાતી ભાષારાશીમિઆ ખલીફાવિશેષ:શોધવેણીભાઈ પુરોહિતભારતનું બંધારણજય શ્રી રામઅમદાવાદદિવ્ય ભાસ્કરહનુમાન મંદિર, સાળંગપુરગુજરાતગુજરાતી અંકગુજરાતના જિલ્લાઓઓખાહરણભારતનો ઇતિહાસગુજરાતના લોકસભા મતવિસ્તારોગુજરાતીગુજરાત વિધાનસભાઅમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનલોક સભાભારતનાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોધીરુબેન પટેલભારતગુજરાતી સાહિત્યશ્રીમદ્ ભગવદ્ ગીતામહાત્મા ગાંધીચોઘડિયાંભારતીય ચૂંટણી પંચદયારામઉત્તરવાહિની નર્મદા પરિક્રમારામાયણબાબાસાહેબ આંબેડકરસિંધુ ખીણની સંસ્કૃતિબીજું વિશ્વ યુદ્ધજ્યોતીન્દ્ર દવે